Today Gujarati News (Desk)
કોરોનાના વધતા કેસની વચ્ચે કેન્દ્રએ 6 રાજ્યોને પત્ર લખ્યો છે. આ પત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને મોકલવામાં આવ્યો છે. કેન્દ્રએ આ રાજ્યોને વધતા કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે જણાવ્યું છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં 435 સક્રિય ટેસ્ટ, કુલ 119 કેસ, ગુજરાતમાં 62, 4 દર્દી વૅન્ટિલેટર પર છે.
ભારતમાં COVID-19ના મામલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં લગભગ ચાર મહિના પછી ગુરુવારે કોરોનાના 700થી વધારે મામલાઓ નોંધાયા છે. એવામાં ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,623 થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે છેલ્લા થોડા દિવસોમાં કોરોના વાઇરસના મામલાઓમાં જે વધારો થયો છે તેની પાછળ કોવિડ-19 XBB વેરિએન્ટનો વંશજ XBB 1.16 હોઈ શકે છે. ભારત સિવાય ચીન, સિંગાપુર, અમેરિકા સહિત વિવિધ દેશોમાં પણ આ વેરિએન્ટ ઝડપથી ફેલાયેલો છે. TOIના એક રિપોર્ટ પ્રમાણે કોવિડ-19ના આ વેરિએન્ટથી નવી લહેરની શક્યતાઓ વધી શકે છે.