Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, July 4
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»National»New Laws : દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે IPC, CRPC અને Evidence Actને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે.
    National

    New Laws : દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે IPC, CRPC અને Evidence Actને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે.

    todaygujaratinewsBy todaygujaratinews26/02/2024No Comments3 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    New Laws: The country's three new criminal laws, which were introduced to replace IPC, CRPC and Evidence Act, will come into effect from July 1, 2024.
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    (ખુશી પરમાર,નેશનલ ડેસ્ક)

    પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ લાગૂ થશે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે. IPCની જગ્યાએ BNS હશે.

    અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા છે. સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને સોમવાર (25 ડિસેમ્બર)એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. ત્યાર બાદ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (Bharatiya Sakshya Sanhita) બિલ હવે કાયદો બની ગયા હતા. ત્યારે હવે આ કાયદા આગામી પહેલી જુલાઈ 2024થી દેશમાં લાગુ થઈ જશે.

    હવે ભારતીય દંડ સંહિતા (IPC) હવે ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા (CrPC) હવે ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) સંહિતા ગણાશે.

    જોકે, એક નવી કલમ હાલ લાગુ નહીં થાય. BNSની કલમ 106(2) – ઝડપ કે બેદરકારીથી વાહન ચલાવવા અને પોલીસ/મેજિસ્ટ્રેટને તેની માહિતી અપાયા વગર ભાગવાથી મોત માટે 10 વર્ષની સજાની જોગવાઈ, આ કલમને હાલ પૂરતી લાગુ કરવામાં આવશે નહીં.

    New Laws: The country's three new criminal laws, which were introduced to replace IPC, CRPC and Evidence Act, will come into effect from July 1, 2024.

    આ ત્રણેય વિધેયક પહેલીવાર ઓગસ્ટ 2023માં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયા હતા. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા. ગૃહની બાબતો પરની સ્થાયી સમિતિએ ઘણી ભલામણો કર્યા બાદ શિયાળુ સત્રમાં ફરીથી તૈયાર કરાયેલા સંસ્કરણો રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ બિલનો મુસદ્દો વ્યાપક વિચારણા બાદ તૈયાર કરાયો હતો.

    શું થયા ફેરફાર?

    IPC : કયું કૃત્ય ગુનો છે અને તેના માટે શું સજા થશે? આ IPC હેઠળ નક્કી થાય છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવશે. IPCમાં 511 કલમો હતી, જ્યારે BNSમાં 358 કલમો હશે. 21 નવા ગુના જોડાયા છે. 41 ગુનાઓમાં જેલની મુદ્દત લંબાવાઈ છે. 82 ગુનાઓમાં દંડ વધારાયો છે. 25 ગુનાઓમાં જરૂરી ન્યૂનતમ સજા શરૂ કરાઈ છે. 6 ગુનાઓમાં સામાજિક સેવાનો દંડ રહેશે. તો 19 કલમોને ખતમ કરી દેવાઈ છે.

    CrPC : ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા CrPCમાં લખાયેલી છ. CrPCમાં 484 કલમો હતી. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમો હશે. 177 કલમોને બદલી દેવામાં આવી છે. 9 નવી કલમો જોડવામાં આવી છે અને 14ને ખતમ કરી દેવાઈ છે.

    ઈન્ડિયન એવિડન્સ એક્ટ : કેસના તથ્યોને કેવી રીતે સાબિત કરવામાં આવશે, નિવેદનો કેવી રીતે દાખલ થશે, એ તમામ ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં છે. જેમાં પહેલા 167 કલમો હતી. ભારતીય સાક્ષ્ય સંહિતામાં 170 કલમો હશે. 24 કલમોમાં ફેરફાર કરાયા છે. બે નવી કલમો જોડવામાં આવી છે, જ્યારે 6 કલમોને હટાવી દેવાઈ છે.

    New Laws: The country's three new criminal laws, which were introduced to replace IPC, CRPC and Evidence Act, will come into effect from July 1, 2024.

    રાજદ્રોહની જગ્યાએ હવે દેશદ્રોહ

    IPCમાં કલમ 124A હતી, જેમાં રાજદ્રોહના ગુનામાં ત્રણ વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ હતી. BNS(ભારતીય ન્યાય સંહિતા)માં રાજદ્રોહની જગ્યાએ ‘દેશદ્રોહ’ લખવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશ વિરૂદ્ધ કોઈ ન બોલી શકે અને તેના હિતોને નુકસાન ન પહોંચાડી શકે. દેશદ્રોહના આરોપીને આકરામાં આકરો દંડ મળવો જોઈએ.

    BNSમાં કલમ 150માં ‘દેશદ્રોહ’થી જોડાયેલી જોગવાઈ કરવામાં આવી છે. કલમ 150માં તેને ‘ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતાને ખતરામાં મૂકનારા કૃત્ય’ તરીકે સામેલ કરાઈ છે. BNSમાં એવું કરનારા પર દોષી સાબિત થવા પર 7 વર્ષની સજાથી લઈને આજીવન કારાવાસ સુધીની જોગવાઈ છે. આ સાથે દંડ પણ ફટકારાશે.

    Gujarati News Latest News national news
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    National News: લસણ શાકભાજી છે કે મસાલો? ઈન્દોર હાઈકોર્ટે આપ્યો આ નિર્ણય,જાણો શું છે આખો મામલો

    13/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News. Developed by : Black Hole Studio

    Type above and press Enter to search. Press Esc to cancel.