વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની LIC એ આજે ગેરેન્ટેડ રિટર્ન સ્કીમ લોન્ચ કરી છે. આ યોજનાનું નામ જીવન ઉત્સવ નીતિ છે. એલઆઈસીએ એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટીંગ, સેવિંગ અને આખા જીવન વીમા પોલિસી છે.
એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પોલિસીધારકો પોલિસી પરિપક્વ થયા બાદ વીમા રકમના 10 ટકાનો આજીવન લાભ મેળવી શકે છે.
જીવન ઉત્સવ પોલિસી માર્કેટમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. 20-25 વર્ષના સમયગાળામાં પારદર્શક ખર્ચ માળખું અને વળતરની શોધમાં રોકાણકારો માટે તે યોગ્ય છે.
આ સિવાય તેમનું કહેવું છે કે આ પ્રોડક્ટમાં પોલિસીધારકને લોન, પ્રી-મેચ્યોર વગેરે જેવી ઘણી સુવિધાઓનો વિકલ્પ પણ મળશે.