Author: todaygujaratinews

ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે માત્ર ચૂંટણી પંચ જ નહીં, દરેક પાર્ટીઓ જહેમત ઉઠાવી રહી છે. એવામાં મતદાનના માહોલ વચ્ચે વડોદરાના ફતેગંજથી માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં મતદાન મથકની બહાર વિતરણ કરાયેલ બટાકા-પૌવા ખાધા પછી 20થી વધુ લોકોની તબીયત લથડી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સેવાભાવી યુવાનો દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનની સામે આવેલ સૂર્યનગર ખાતેના મતદાન મથકની બહાર મતદારો તેમજ ચૂંટણી ફરજમાં રહેલા કર્મચારીઓ માટે ચા અને બટાકા પૌવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકો તેમના બાળકો સાથે બટાકા-પૌવા…

Read More

અમરેલીની આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર મેદાને ઉતર્યા છે. ત્યારે લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠકમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જુથબંધી છે. તેમાં પણ ઓછું મતદાન થતા હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે. લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન થયું હતુ જેમાં અનેક મતદારો વહેલી સવારથી મતદાન કરવા પહોચી ગયા હતા. આ સાથે કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરતા જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાતમાં 5 વાગતા સુધીમાં ગુજરાતમાં 55.22 ટકા મતદાન થયા હોવાની વિગતો મળી રહી છે ત્યારે 2019ની સરખામણીએ આ વખતે ઓછું મતદાન જોવા મળી રહ્યું છે.…

Read More

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદાન માટે ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના વાસણિયા ગામના ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો આક્ષેપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 19 ખાતે મતદાન કરવા પહોંચેલા શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વાસણિયા ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું. તેના કારણે ભાજપના નેતા દ્વારા આ મતદાન બંધ કરાવવામાં આવ્યું છે. શક્તિસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વાસણિયા ગામના રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના ધારાસભ્યના પતિ દ્વારા મતદાન બંધ કરાવાયું છે. ચૂંટણી પંચને આ અંગે કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે…

Read More

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રીજા તબક્કા (Third Phase) માટે આજે મતદાન (Voting) ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચો હોવા છતા ધીમે ધીમે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને મતદાન (Voting) કરી રહ્યા છે. લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. પોતાની ફરજ સમજીને ગુજરાતના નડિયાદ (Nadiad) માં એક મતદારે પગ વડે મતદાન કર્યું છે. મતદારનું નામ અંકિત સોની (Ankit Soni) છે. પગ વડે કર્યું મતદાન ગુજરાતમાં 25 બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે નડિયાદ ખાતે આવેલા એક મતદાન મથક પર અંકિત સોની મતદાન કરવા માટે આવ્યો હતો જેના હાથ નહોતા અને…

Read More

ગુજરાતમાં આજે એટલે કે 7મી મેના રોજ મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પણ અનેક જાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યું છે. લોકશાહીના પર્વની ઉજવણીનો માહોલ છે ત્યારે કેનેડાથી એક ગુજરાતી યુવક મતદાન માટે વતન આવ્યો છે.

Read More

ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે. માત્ર એક મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. ગીર સોમનાથ: ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયુ છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં સો ટકા મતદાન થયુ છે. બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયુ છે. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.…

Read More

આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદીઓમાં પણ મતદાન કરવાનો અલગ ઉત્સાહ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓ મતદાન કરવા માટે મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી છે. લોકશાહીના મહાપર્વ પર ભારતના દરેક નાગરીકને મતદાન કરવાનો અલગ ઉત્સાહ હોય છે. આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદીઓમાં પણ મતદાન કરવાનો અલગ ઉત્સાહ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદીઓ મતદાન કરવા માટે મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે. એટલુ જ નહી આજે અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ, ગાંધીનગરમાં 40…

Read More

લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા. તો ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા. તો ઢોલ નગારા સાથે સ્થાનિકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. PM મોદી બાદ હવે કેન્દ્રીય…

Read More

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ગુજરાતમાં વોટિંગ હોવાથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ગુજરાતમાં વોટિંગ હોવાથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. PM મોદી મતદાન મથકે પહોંચ્યા ત્યારે 7.41 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા પહેલા તેમના એક દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો. જેનું નામ સિયા પટેલે છે. આ દીકરીએ…

Read More

કોંગ્રેસે સોમવારે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી અને પાર્ટીના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ સમર્થકો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. સુરતમાંથી કુંભાણીનું નામાંકન પત્ર નામંજૂર કરવામાં આવ્યું હતું કારણ કે તેના પ્રસ્તાવકર્તાઓએ દાવો કર્યો હતો કે ફોર્મ પર તેની સહી બનાવટી હતી. સુરત કોંગ્રેસે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે સોમવારે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી અને પાર્ટીના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ સમર્થકો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. સુરતમાંથી કુંભાણીનું નામાંકન પત્ર નામંજૂર કરવામાં આવ્યું હતું કારણ કે તેના પ્રસ્તાવકર્તાઓએ દાવો કર્યો હતો કે ફોર્મ પર તેની સહી બનાવટી…

Read More