Earthquake in Japan: જાપાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, મંગળવારે ઉત્તરી જાપાનના ઇવાતે અને ઓમોરી પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રીફેક્ચરનો ઉત્તરીય દરિયાકાંઠાનો ભાગ હતો.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.