Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, July 4
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Entertainment»22 વર્ષમાં 2300 ગાડીઓનો ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’માં વાળ્યો કચ્ચરઘાણ, ક્યાંથી આવે છે અને પછી શું થાય છે?
    Entertainment

    22 વર્ષમાં 2300 ગાડીઓનો ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’માં વાળ્યો કચ્ચરઘાણ, ક્યાંથી આવે છે અને પછી શું થાય છે?

    todaygujaratinewsBy todaygujaratinews29/11/2023No Comments4 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    2300 cars scrapped in 'Fast and Furious' in 22 years, where does it come from and what happens next?
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    એકથી એક ચઢિયાતી સ્પોર્ટ્સ કાર, ખતરનાક સ્ટન્ટ્સ ઉપરાંત વિન ડીઝલ, જેસન સ્ટેથમ, જોન સીના, ધ રોક, જેસન મોમોઆ જેવા કલાકારો….આટલું વાંચતા જ સમજાઈ જાય કે વાત ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફ્રેન્ચાઈઝીની થઈ રહી છે. છેલ્લા 22 વર્ષથી આ ફિલ્મોએ દુનિયાભરમાં ફેન્સને ઘેલા કર્યા છે. ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મ જોઈ હોય કે તેનું ટ્રેલર પૂરપાટ ઝડપે દોડતી અને હવામાં ઉડતી ગાડીઓ જોઈ હશે. કાર, ટ્રક, ટેંકનો કચ્ચરઘાણ નીકળતો પણ જોયો હશે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધીમાં રિલીઝ થયેલી 10 ફિલ્મોમાં 2300થી વધુ ગાડીઓ બરબાદ થઈ ગઈ છે. ફિલ્મનું ભારે બજેટ તો છે જ પરંતુ શું તમને વિચાર આવ્યો છે કે આ ગાડીઓ ક્યાંથી આવતી હશે અને તેને તબાહ કરતી વખતે મેકર્સનો જીવ કેમનો ચાલતો હશે?

    ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ની રોમાંચક દુનિયા

    ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ એક્શન ફિલ્મ છે. આ ફિલ્મની દરેક વાર્તામાં ગાડીઓ, સ્પીડ અને એક્શનનો હેવી ડોઝ મળે છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ 2001માં આવી હતી અને તેનું નામ ‘ધ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ હતું. આ ફિલ્મ માટે મેકર્સે કેટલીય ગાડીઓ લીધી હતી અને કેટલાક સીન્સ માટે પિક્ચર કાર ડિપાર્ટમેન્ટની મદ લીધી હતી. પહેલી ફિલ્મમાં જ મેકર્સે લગભગ 78 ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો હતો.

    એક રિપોર્ટ અનુસાર, ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફ્રેન્ચાઈઝીએ અત્યાર સુધીની ફિલ્મોમાં 2300 ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો છે. પહેલા ભાગમાં 78 કાર, બીજા પાર્ટ ‘2 ફાસ્ટ 2 ફ્યૂરિયસ’માં 130 ગાડીઓ, ‘ધ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ- ટોકિયો ડ્રિફ્ટ’માં 249 ગાડીઓ વાપરવામાં આવી હતી. આ જ પ્રકારે ચોથા ભાગમાં 190 ગાડીઓ, પાંચમા ભાગ ‘ફાસ્ટ ફાઈવ’માં 260 કાર, ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6’માં 350 ગાડીઓ, ‘ફ્યૂરિયસ 7’માં 230 ગાડીઓ દોડતી જોવા મળી હતી. આ તરફ ફ્રેન્ચાઈઝીના મેકર્સે આઠમા ભાગ ‘ધ ફેટ ઓફ ફ્યૂરિયસ’માં 350 ગાડીઓ, F9માં 250 ગાડીઓ અને દસમા પાર્ટ ‘ફાસ્ટ એક્સ’માં 250થી વધુ ગાડીઓને ચેઝ સીક્વન્સમાં વાપરી હતી.

    2300 cars scrapped in 'Fast and Furious' in 22 years, where does it come from and what happens next?

    11મા પાર્ટમાં પણ ઉડશે ગાડીઓ, પણ કેટલી?

    હવે આ ફ્રેન્ચાઈઝીનો છેલ્લો અને 11મો પાર્ટ આવશે, જેના માટે મેકર્સ સુપર લક્ઝુરિયસ ગાડીઓનો ઉપયોગ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ફ્રેન્ચાઈઝીની કેટલીક સ્પીન-ઓફ પણ આવી છે જેમાં પણ કેટલીય ગાડીઓનો ખુરદો બોલાવાયો છે.

    ક્યાંથી આવે છે ગાડીઓ?

    ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફ્રેન્ચાઈઝી માટે ગાડીઓ ક્યાંથી આવે છે? સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે, આ ગાડીઓ અસલી હોય છે. મેકર્સે આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો માટે અસલી ગાડીઓનો દાટ વાળ્યો છે અને મોંઘી-લક્ઝુરિયસ ગાડીઓ પણ ખરીદી છે. એક-એક ફિલ્મ માટે 40-50 સારી સ્થિતિની ગાડીઓ ખરીદવામાં આવે છે. જેમાંથી કેટલીય સેકન્ડ હેન્ડ પણ હોય છે. આ 40-50 ગાડીઓ એ હોય છે જેમનો ચેઝિંગ સીક્વન્સમાં ઉપયોગ કરવામાં આવે છે.

    એક કાર ચલાવા, બીજી કચ્ચરઘાણ કાઢવા

    જે ગાડીઓનું કચ્ચરઘાણ નીકળતું જુઓ છો, જે ધડાકા સાથે ઉડી જાય તેમનું ગણિત અલગ છે. આ ગાડીઓ જંકયાર્ડમાંથી લાવવામાં આવે છે. તે જૂની હોય છે અને ભંગારના ભાવે ખરીદવામાં આવે છે અને તેને મોડિફાય કરીને નવા જેવી બનાવવામાં આવે છે. ચેઝ સીકવન્સમાં મેકર્સ સારી કંડિશનવાળી ગાડીઓનો ઉપયોગ કરે છે અને જ્યારે ગાડીને ઉડાવવાની હોય ત્યારે જંકયાર્ડમાંથી લાવેલી મોડિફાય કરેલી કારને સીકવન્સમાં જરૂર હોય તે રીતે ઉડાવી દેવામાં આવે છે. સ્પેશિયલ ઈફેક્ટથી જંકયાર્ડવાળી ગાડી અને અસલી ગાડીને એવી રીતે એડિટ કરવામાં આવે છે કે દર્શકો સમજી નથી શકતા.

    2300 cars scrapped in 'Fast and Furious' in 22 years, where does it come from and what happens next?

    ફેન્સ પણ ગિફ્ટ કરે છે ગાડીઓ

    છેલ્લા 22 વર્ષમાં ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. કેટલીયવાર મેકર્સની જરૂરિયાત પ્રમાણે ફેન્સ પણ પોતાની જૂની ગાડીઓ શૂટિંગ માટે આપે છે. ખાસ કરીને મોટા ગેરેજના માલિકો પોતાની કાટ ખાઈ રહેલી જૂની ગાડીઓને શૂટિંગ માટે આપે દે છે.

    કચ્ચરઘાણ નીકળી ગયેલી ગાડીઓનું શું થાય છે?

    ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફ્રેન્ચાઈઝીમાં ઉપયોગમાં લેવાયેલી કેટલીક સ્ટન્ટ કારને રિસ્ટોર કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે. કેટલીક ખાસ ગાડીઓને મ્યૂઝિયમમાં મોકલી દેવામાં આવી છે. પરંતુ કેટલીક ગાડીઓ જે જરાપણ કામની નથી રહેતી તેમને બાદમાં ડિસ્પોઝ કરી દેવામાં આવે છે. ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6’માં પોલ વોકરે જે ફોર્ડ એસ્કોર્ટ RS 1600 ગાડીનો ઉપયોગ કર્યો હતો તેને બાદમાં રિસ્ટોર કરવામાં આવી હતી. આ કાર સાથે ભયંકર જંપ સીન ફિલ્માવાયો હતો. આ સીન માટે બે સ્ટંટ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક કાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી જ્યારે બીજી કારની હાલત થોડી સારી હતી. એટલે તેને પાછળથી રિસ્ટોર કરવામાં આવી હતી.

    entertainment news Gujarati News Latest News
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    ‘કલ્કી 2898 એડી’નો બીજો ભાગ આવવામાં કેટલો સમય લાગશે, નિર્દેશક નાગ અશ્વિને આપ્યો જવાબ

    05/08/2024

    આ મુવીમાં દેખાશે કાજોલનો એક્શન અવતારમાં

    25/07/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News. Developed by : Black Hole Studio

    Type above and press Enter to search. Press Esc to cancel.