Today Gujarati News (Desk)
આજે IPL-2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ પહેલા બંને ટીમ વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં લખનઉએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગ્લોરની ટીમ પહેલા બેટીંગ કરશે. આ મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શુરુ થશે. RCBએ આ સિઝનમાં 2 મેચ રમી છે. તેને 1માં હાર અને 1માં જીત મળી હતી. જયારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે રમેલી 3 મેચમાંથી 2 મેચમાં જીત હાંસલ કરી છે.
એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ શકે છે રનનો વરસાદ
એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની હોવાથી રનનો વરસાદ થઇ શકે છે. અહીંની પીચ બેટિંગ ફ્રેન્ડલી છે. લખનઉ અને બેંગ્લોરની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન છે, તેથી દર્શકોને અહીં અનેક છગ્ગા જોવાનો મોકો મળી શકે છે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરતી હોય છે. અહીં ચેઝ કરતી ટીમની સફળતાનો દર ઊંચો છે. આ પીચ સ્પિનર્સ માટે વધુ મદદગાર છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકિપર), વિરાટ કોહલી, માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, કર્ણ શર્મા, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, અનુજ રાવત, સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, ફિન એલન, સોનુ યાદવ, સિદ્ધાર્થ કૌલ, વેન પાર્નેલ, મનોજ ભંડાગે, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા
લખનઉ સુપર જાયન્ટ્સ
કેએલ રાહુલ (કેપ્ટન), નિકોલસ પૂરન (વિકેટકિપર), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, રોમારિયો શેફર્ડ, ક્રુણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ, આયુષ બદોની, સ્વપ્નિલ સિંહ, અવેશ ખાન , પ્રેરક માંકડ, ડેનિયલ સેમ્સ, ક્વિન્ટન ડી કોક, માર્ક વુડ, નવીન-ઉલ-હક, કૃષ્ણપ્પા ગૌતમ, મનન વોહરા, યુદ્ધવીર સિંહ ચરક, કરણ શર્મા, મયંક યાદવ