Today Gujarati News (Desk)
ભારતીય હોકી ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં આત્મવિશ્વાસ સાથે એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ટીમ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા છે, ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવ્યું છે. ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેમના પર વધુ આશા છે અને આ વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહ વિશ્વના ટોપ સ્ટ્રાઈકર્સમાં સામેલ છે. તે ટીમનો સ્ટાર ડ્રેગ-ફ્લિકર છે જે આ વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ડિફેન્સમાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે.
પીઆર શ્રીજેશ ભારતીય ટીમનો ટોપ ગોલકીપર છે. ગત્ત વર્ષે તેણે ભારતની દરેક મહત્વપૂર્ણ જીતમાં ભૂમિકા ભજવી છે. તે ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે, પ્રો લીગમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ શ્રીજેશ પર સવાલો ઉભા થયા હતા પરંતુ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેણે ફરી એકવાર પોતાને સાબિત કરી બતાવ્યું હતું.
પૂર્વ કેપ્ટન અને મિડફિલ્ડર મનપ્રીત સિંહના પ્રદર્શનથી પણ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં ફરક પડશે. મિડફિલ્ડમાં તેની હાજરી અને સ્ટ્રાઈકર તરીકે તેના ગોલ બંને ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાને બ્રોન્ઝ અપાવ્યો છે, હવે તેની નજર વર્લ્ડ કપ પર છે.
મનદીપ સિંહ હાલમાં ટીમ ઈન્ડિયા માટે ગોલ મશીન છે. તેણે 2022ની સિઝનમાં 13 ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં તે એક પણ ગોલ કરી શક્યો ન હતો, પરંતુ તેણે શાનદાર પાસ કર્યા હતા. મનદીપ ડિફેન્સમાં પણ અદભૂત રમત બતાવે છે