Today Gujarati News (Desk)
Pakistan Cricket Captain Babar Azam: પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં તેની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે ઘરેરૂ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજીતરફ સોશિયલ મીડિયા પર કેટલાક પર્સનલ વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો વ્યક્તિ બાબર આઝમ છે. તેનાથી બાબર આઝમના હની ટ્રેપમાં ફસાવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થઈ તસવીર
ટ્વિટર પર @niiravmodi એકાઉન્ટ પરથી વીડિયો અને ફોટો શેર કરવામાં આવ્યા છે અને તે દાવો કરવામાં આવ્યો છે કે તેમાં જોવા મળતો વ્યક્તિ બાબર આઝમ છે અને બીજા પાકિસ્તાની ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો છે. આ તસવીરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- જે તે કર્યું છે તે તને પરત મળે. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ હજુ સુધી બાબર આઝમે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
પાકિસ્તાન ટીમે કર્યું ખરાબ પ્રદર્શન
બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નથી. પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમવાર થયું, જ્યારે ટીમે પોતાની ધરતી પર ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હોય. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં પાકિસ્તાનનો 2-1થી પરાજય થયો હતો.
નઝમ સેઠીના પીસીબી ચેરમેન અને શાહિદ આફ્રિદીના અંતરિમ ચીફ સિલેક્ટર બન્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર થયા છે. ટીમમાં શાન મસૂદને વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે.