Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે પોતાના અંતિમ તબક્કા તરફ વધી રહી છે. આ કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ગરમ કપડા પહેરવાનું ટાળી રહ્યા છે. આ કારણે રાહુલ ગાંધીની ટી-શર્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. દિલ્હીની હાડ થીજવતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટમાં જ જોવા મળી રહ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે રાહુલ ગાંધી જે સફેદ ટી-શર્ટ પહેરે છે, તેને ધોવા માટે તેમની સાથે એક આખી ટીમ ચાલે છે. વિશ્વાસ કરવો અઘરો છે પરંતુ એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈની એક ટીમ રાહુલ ગાંધીની ટી-શર્ટ અને કપડા ધોવા માટે ભારત જોડો યાત્રાના…
Today Gujarati News (Desk)બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રણદીપ હુડ્ડા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. હકીકતમાં ઘોડેસવારી કરતી વખતે રણદીપ હુડ્ડા બેભાન થઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના થોડા કલાક પહેલા જ ઘટી હતી. ત્યારબાદ રણદીપ હુડ્ડાને ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે રણદીપ હુડ્ડાને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. રણદીપ હુડ્ડા પહેલી વખત ઈજાગ્રસ્ત નથી થયા આ અગાઉ પણ તેમના ઘૂટણમાં ગંભીર ઈજા થઈ ચૂકી છે. રણદીપ હુડ્ડાને ગત વર્ષે પણ ઈજા થઈ હતી. તે બોલીવુડના સુપરસ્ટાર સલમામ ખાન સાથે તેમની ફિલ્મ રાધે માટે…
Today Gujarati News (Desk)મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સિન્નર શિરડી રોડ પર પઠારે નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ બસ અકસ્માત ઈશાનેશ્વર મંદિર પાસે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. નાસિક એસપીના જણાવ્યા પ્રમાણે કુલ 10 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકો સામેલ છે. પોલીસે જણાવ્યું કે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.56 યાત્રીઓ સવાર હતા, મોટા ભાગના ગંભીર રીતે ઘાયલજોકે પોલીસનું કહેવું છે કે, આંકડો ઓછો કે વધુ હોઈ શકે…
Today Gujarati News (Desk)મધ્યપ્રદેશમાં એક અનોખી ઘટના બની, જેનાથી સમગ્ર રાજ્યમાં ચકચારી ફેલાઇ ગઇ. સીધી જિલ્લાની એક હોસ્પિટલમાં એક પરિવાર પોતાના ઘરની સ્ત્રીની ડિલિવરી કરાવવા આવ્યા હતા. હોસ્પિટલમા ડિલિવરી દરમિયાન આવનાર બાળકનું ગળું કપાઇ ગયુ અને તે જ સમયે બાળકનું મૃત્યુ નીપજ્યું. પરિવારે આ મામલે ડિલિવરી કરનાર નર્સ અને ડોક્ટર પર તપાસ કરાવવાની માગ કરી છે.હોસ્પિટલનાં મુખિયાઓ તેમનાં ડોક્ટર અને નર્સનો બચાવ કરી રહ્યાં છે. પરિવારનું માનવું છે કે તેમની અણઆવડત અને બેદરકારીને લીધે બાળકનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે નર્સનું એવુ કહેવું છે કે ડિલિવરી દરમિયાન બાળક ફસાઇ ગયું હતું આથી તેને કોઇ સાધનનો ઉપયોગ ન કરતાં હાથથી…
Today Gujarati News (Desk)શહેરના વરાછા વિસ્તારમાં ઘનશ્યામનગરમાં તેલના હોલસેલ વેપારીને ત્યાં કામ કરતાં સાળા-બનેવીએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં વેપારીને વિશ્વાસમાં લઇને એક બાદ એક તેલના ડબ્બાની ચોરી કરી નાસી ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.સુરતમાં વરાછામાં હોલસેલ તેલના વેપારીને ત્યાં નોકરી કરતા સાળા-બનેવીએ 7.10 લાખના તેલના ડબ્બા અને અન્ય ખાદ્યસામગ્રી મળી 7.52 લાખની ચોરી કરી ફરાર થયા ગયા છે. વરાછામાં એલએચ રોડ પર જોલી એન્કલેવમાં રહેતા તેલના અને ખાદ્યસામગ્રીના હોલસેલ વેપારી હરેશભાઈ રાજાને ત્યાં 2013થી 2016 સુધી કિશોર તૈલી કામ કરતો હતો. પછી કિશોરે નોકરી છોડી તેના સાળા નરેશ તૈલીને નોકરી પર મુકી…
Today Gujarati News (Desk)અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય એ જ દિવસે જૈન સમાજનો સ્પર્શ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ મેટ્રિક નાપાસ સાધુએ લખેલા 400મા પુસ્તક સ્પર્શનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેનું વિવિધ અલગ અલગ ભાષાઓમાં પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. આ માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શનગર તૈયાર કરવામાં આવ્યું છે.અમદાવાદ જૈન સમાજ દ્વારા 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્પર્શ મહોત્સવમાં પ્રવેશવા માટે 1500 ફૂટ લાંબો અને 70 ફુટ ઉંચો રાજાશાહી પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અરિહંત પ્રભુના અકલ્પનીય ઈશ્વરની આંશિક અનુભૂતિ…
Today Gujarati News (Desk)ગુજરાતમાં PMJAY-MA યોજનામાં નાણાકીય ગેરરીતિ બદલ સુરતની ત્રણ હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરવામાં આવી છે. આયુષ્માન ભારત PMJAY-MA યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. 09.01.2023ના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે.દર્દીઓને યોજનામાં મફત…
Today Gujarati News (Desk)ભારતીય હોકી ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં આત્મવિશ્વાસ સાથે એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ટીમ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા છે, ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવ્યું છે. ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેમના પર વધુ આશા છે અને આ વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહ વિશ્વના ટોપ સ્ટ્રાઈકર્સમાં સામેલ છે. તે ટીમનો સ્ટાર ડ્રેગ-ફ્લિકર છે જે આ વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ડિફેન્સમાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે.પીઆર શ્રીજેશ ભારતીય ટીમનો ટોપ ગોલકીપર છે. ગત્ત વર્ષે તેણે ભારતની દરેક…
Today Gujarati News (Desk)ચાલુ વર્ષે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ (Makar sankranti) મનાવવામાં આવશે. આ વખતે મકરસંક્રાંતિ પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે જાતકોને ફાયદો થઈ શકે છે. આ વખતે મકરસંક્રાંતિ અનેક શુભ યોગોની સાક્ષી બનશે અને સાથે જ કમૂર્તા ખતમ થઈ જશે. આ વર્ષે ત્રિગ્રહી યોગ (Trigahi Yog)ના કારણે પુણ્યનું ભાથું બાંધી શકાશે.સૂર્યદેવ 14 જાન્યુઆરીએ રાત્રે 8.43 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેનો પુણ્ય કાળ 15 જાન્યુઆરી, રવિવારે થશે. સૂર્યની ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસથી સમગ્ર કમૂર્તાના કારણે બંધ રાખવમાં આવેલા લગ્ન, ગૃહ પ્રવેશ, યજ્ઞપાવિત સંસ્કાર જેવા શુભ કાર્યો ફરી શરૂ થઈ શકશે.ના અહેવાલ…
Today Gujarati News (Desk) પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર સામે અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં 5માં માળેથી પટકાતા બાળકનું મોત નિપજ્યું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં બાળક નીચે પટકાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના વાંકાનેડા ગામના શિવ શક્તિ કોમ્પ્લેક્ષની છે. જ્યાં પાંચમા માળા પરથી બાળક પટકાયો હતો. તે એક ધાબા પરથી બીજા ધાબા પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે સમયે જ બાળક નીચે પટકાયો હતો. પતંગ ચગાવવા એક ધાબેથી બીજા…