Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડરે ધંધાકીય કામ માટે આઠ જેટલા લોકો પાસેથી કરોડો રૃપિયા વ્યાજે લીધા હતા. જેમાં નાણાં આપનાર વ્યક્તિઓએ દાદાગીરી કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમા રહેવા માટે ચાલ્યો ગયો હતો. તેમ છંતાય, સતત ધાકધમકી મળતા બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે આનંદનગર પોલીસે આઠ લોકો વિરૃદ્વ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. વ્યાજખોરો વિરૃદ્વ શરૃ થયેલી ડ્રાઇવ બાદનો ગુજરાતનો સૌથી મોટો કેસ ગણવામાં આવી રહ્યો છે.સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા રાકેશ…
Today Gujarati News (Desk)કોરોના બાદ કોઈ પણ જાતના પ્રતિબંધ વિનાની ઉતરાયણને લોકોએ મન ભરીને માણી હતી. સુરતમાં ઉત્તરાયણની રાત્રે દિવાળી જેવો માહોલ થયો હતો તો સાંજે સાત વાગ્યે જાણે હનુમાન જયંતિ હોય તેવો માહોલ ઉભો થયો હતો. સુરતના અનેક ટેરેસ પરથી સાંજે સાત વાગ્યે એક સાથે હનુમાન જયંતિ સ્પીકર પર શરૂ થતાં સમગ્ર વાતાવરણ હનુમાન ચાલીસા થી ગુંજી ઉઠ્યું હતું. હિન્દુઓના તહેવારો ઉત્તરાયણમાં દાન પુણ્ય પણ મોટો મહિમા છે તેના કારણે લોકોએ પતંગ ચગાવી ખાણીપીણી કરવા સાથે દાન પુર્ણ્ય પણ કર્યું હતું અને ગાયને ખવડાવીને વર્ષોથી ચાલી આવતી ઉત્તરાયણની પરંપરા યથાવત રાખી હતી. દિવસ દરમિયાન લોકોના ઘર- એપાર્ટમેન્ટના ટેરેસ પર ફિલ્મી…
Today Gujarati News (Desk)જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી તેજ કરી દેવમાં આવી છે. આતંકવાદીઓને પકડવા માટેના માર્ગો પર સુરક્ષા દળો તૈનાત છે. આજે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં રેડબગમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સુત્રોના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સેના, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓની હાજરી વિશે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કર્યા પછી લાલબાગ, માગમ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના રેડબગ મગામમાં આતંકવાદીઓની…
Today Gujarati News (Desk)નેપાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ મળતી માહિતી અનુસાર, નેપાળમાં અત્યારે એક પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી છે. સુત્રો પરથી એવી માહિતી મળી છે કે, કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થઇ ગયું હતુ. આ વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. ખાનગી કંપનીનું પેસેન્જર વિમાન તૂટી પડ્યું. હાલ ત્યાં બચાવની કામગીરી ચાલી રહી છે અને તે એરપોર્ટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ પ્લાનમાં પાંચ ભારતીય મુસાફરો હોવાની શક્યતા છે.સુત્રો દ્વારા મળી જાણકારી મુજબ અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોયા મળ્યા હતા. બીજી મહત્વની એવી સામે…
Today Gujarati News (Desk) અન્ય દેશોમાં કામ કરતા પાકિસ્તાની નાગરિકો દ્વારા વતન મોકલવામાં આવતી રકમ સતત ઘટી રહી છે અને ડિસેમ્બરમાં તે માત્ર બે અબજ ડોલર રહી ગઈ છે. આ 31 મહિનામાં સૌથી નીચું સ્તર છે. સ્થાનિક અખબાર ‘ધ ડોન’માં પ્રકાશિત અહેવાલ અનુસાર, પાકિસ્તાની કેન્દ્રીય બેંક એસબીપીએ કહ્યું છે કે ડિસેમ્બર 2022માં વિદેશથી પાકિસ્તાન મોકલવામાં આવેલી રકમ $2.04 બિલિયન રહી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $2.52 બિલિયનની તુલનામાં 19 ટકા છે.નવેમ્બર 2022માં વિદેશથી આવતા નાણાંની રકમ $2.10 બિલિયન હતી. આ રીતે નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં આ રકમમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ શુક્રવારે જાહેર…
Today Gujarati News (Desk)હવે દેશની રાજધાનીમાં કંઝાવલા ઘટના જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓએ તકરાર બાદ એક યુવકને કારમાંથી થોડે દૂર ઘસડીને લઇ ગયા હતા. પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં હોર્ન વગાડવાની નજીવી બાબતે ઝઘડો થયા પછી એક કારમાં આવેલા સનકી યુવકે બચાવમાં આવેલા વ્યક્તિને કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઘસેડ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ કાર સવારનો પીછો કર્યો ત્યારે કાર સવાર કારની બ્રેક લગાવીને કારના બોનેટ પર લટકેલી વ્યક્તિને નીચે પાડીને નાસી છૂટ્યો હતો. આ ઘટના ગુરુવારે સાંજે રાજા ગાર્ડન રીંગ રોડની છે.પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો જયપ્રકાશ તેના મિત્ર હરવિંદર…
Today Gujarati News (Desk)ભારતીય ટીમનો એક એવો ખેલાડી જેણે પાછલાં 4 વર્ષોથી એક પણ મેચ નથી રમી. સાથે જ તેણે વર્ષ 2020થી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ભાગ નથી લીધો. આ ખેલાડીને ઇન્ડિયન ટીમના કેપ્ટન કુલની આગેવાનીમાં કેટલીક તકો મળી હતી. આ ખેલાડીએ હવે પોતાના કરિયરને લઈને મોટું નિવેદન કર્યું છે. આ ખેલાડી અત્યારે ઇન્ડિયન ટીમની જગ્યાએ બહાર વિદેશોમાં રમવાની તકો શોધી રહ્યો છે.BCCI પર સાધ્યું નિશાન: ભારતીય ક્રિકેટની ટેસ્ટ ટીમના મહત્ત્વના ખેલાડી માનવામાં આવતા એવા મુરલી વિજય ઘણાં સમયથી ઇન્ડિયન ટીમનો હિસ્સો બની શક્યા નથી. મુરલી 38 વર્ષનો છે અને તે ક્રિકેટના મેદાન પર ફરી એક વખત પાછો ફરવા માંગે છે. વિજયનું…
Today Gujarati News (Desk)પુખ્ત થઇ ગયા બાદ મુસ્લિમ યુવતીઓ પોતાની મરજીથી નિકાહ કરી શકે છે. તેવા પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે અને આ મામલે નોટીસ જારી કરીને જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે હાઇકોર્ટના આ આદેશને ઉદાહરણ તરીકે ના લઇ શકાય. એટલે કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશની અસર અન્ય મામલાઓ પર ના થઇ શકે. બાળ આયોગે કહ્યું હતું કે શારીરિક સંબંધ માટે લઘુતમ…
Today Gujarati News (Desk)દિલ્હી પોલીસની સ્પેશીયલ સેલે ભલસ્વા ડેરીમાં મોડી રાત્રે છાપેમારી કરી હતી. આ છાપેમારી દરમિયાન બે હેંડ ગ્રેનેડ સહિત હથિયાર જપ્ત કર્યા હતા. જહાંગીરપુરમાં ફ્લેટમાંથી UAPA મુજબ પકડાયેલા નૌશાદ અને જગજીત સિંહને પુછપરછ કર્યા બાદ ભલસ્વા ડેરીમાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ મોડી રાત્રે FSL ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. FSL ટીમે ભાલસ્વા ડેરીના આ મકાનમાંથી કેટલાક લોહીના નમૂના લીધા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જહાંગીરપુરીમાં કેટલાક શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી મળી હતી.દિલ્હી પોલીસે આ માહિતીના આધારે નૌશાદ અને જગજીતને પકડી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં ભલસ્વા ડેરી…
Today Gujarati News (Desk)જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. લગભગ બે સપ્તાહના કારોબારમાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ રૂ. 1300નો વધારો જોવા મળ્યો છે. સૌથી મોટી વાત એ છે કે શુક્રવારે 10 કલાકના ગાળામાં સોનાની કિંમતનો નવો રેકોર્ડ (Gold Price At Record High) સ્થાપિત થયો છે. જ્યારે સોનાએ ઓગસ્ટ 2020 નો રેકોર્ડ 2.15 વાગ્યે તોડ્યો હતો, ત્યારે તેને તોડવામાં 10 કલાકથી ઓછો સમય લાગ્યો હતો અને રાત્રે લગભગ 11.50 વાગ્યે સોનાના ભાવનો નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. નિષ્ણાતોનું માનીએ તો આવનારા દિવસોમાં આ ભાવ 56,500ને પાર કરી શકે છે.સોનાના ભાવનો રેકોર્ડ માત્ર 10 કલાકમાં તૂટી ગયોકોમોડિટી માર્કેટમાં…