Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ઉત્તર ભારતના લોકો હાલ હાડથીજાવતી ઠંડીમાં કાપી રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને હરિયાણાના લોકો પ્રચંડ ઠંડીનો સામનો કરી રહ્યા છે. જોકે હવે ટુંક સમયમાં ઠંડીની રાહત મળી શકે છે. 18 જાન્યુઆરી બાદ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ ઘટી જશે. જોકે સવારે અને રાત્રે ઠંડીનો સામનો કરવો પડશો અને બપોર દરમિયાન તડકાથી રાહત મળશે. જ્યારે 23થી 27 જાન્યુઆરી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થઈ જશે, ત્યારબાદ હવામાન ખુશનુમા જોવા મળશે.23થી 27 જાન્યુઆરી વચ્ચે સામાન્ય વરસાદનો તબક્કો શરૂ થશેખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ…

Read More

Today Gujarati News (Desk)કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અહીં જલંધર લોકસભા સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું યાત્રા દરમિયાન અચાનક એટેકથી નિધન થયું હતુ. આ ઘટના બાદ યાત્રાને મોકૂફ રાખવામાં આવી હતી. ફરી પછી યાત્રા લગભગ 30 કલાક પછી ગઈકાલે બપોરે જલંધરથી શરૂ થઈ હતી. આ યાત્રા પંજાબમાં આગામી ત્રણ દિવસ સુધી શરુ રહેશે. પરંતુ રાહુલ ગાંધી સામે આ યાત્રાને લઇ સૌથી મોટો પડકાર એ છે પાર્ટી વચ્ચેના મતભેદને દૂર કેવી રીતે કરી શકાય.પંજાબ કોંગ્રેસનું વિભાજન એ કોઈ નવી વાત નથી. પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ અને પાર્ટીના પૂર્વ રાજ્ય પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના એકબીજાના વફાદાર…

Read More

Today Gujarati News (Desk)ગીર-સોમનાથ જિલ્લામાં મોટો સમુદ્રકિનારો આવેલો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જિલ્લાનાં કેટલાક સમુદ્રકિનારાના બંદરો અને ગામો પર જોખમ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે, આગામી 50 વર્ષમાં કેટલાક બંદરો ડૂબી શકે છે…!! ત્યારે આ બાબતને લઈને ખૂબ ચિંતાજનક માહોલ બની ગયો છે. આ સાથે પોરબંદરથી જાફરાબાદ સુધીની દરિયાઈ પટ્ટી સિસ્મિક ઝોન 4માં આવે છે. તેથી અહીં ભૂસ્તરીય હિલચાલ પણ સતત થતી રહે છે.છેલ્લા 2 દાયકાથી દિન-પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં વિષમતા વધી રહી છે તો ઋતુચક્રમાં પણ બદલાવ આવી રહ્યો છે. વિશ્વનાં મોટા ભાગનાં દેશો આ બાબતે ચિંતિત છે. જો આપણાં દેશની જ વાત કરીએ તો તાજેતરમાં…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદના ગોતામાં ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતાં લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. હાલમાં આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયાં છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની કોઈ જાણકારી હજી સુધી મળી નથી. આસપાસના લોકોમાં આ આગને કારણે નાસભાગ મચી ગઈ છે. એમેઝોન ફન પાર્કમાં કોઈ કારણોસર ભીષણ આગએસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે આવેલા એમેઝોન ફન પાર્કમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. આગને કાબુમાં લેવા માટે પહેલા બે ફાયર ફાયટર રવાના થયાં હતાં અને ત્યાર બાદ બે વધુ ફાયર ફાયટરો રવાના થયાં…

Read More

Today Gujarati News (Desk)દિલ્હીમાં શિયાળાના વેકેશન બાદ ઘણી જગ્યાએ શાળાઓ ખુલી રહી છે. એક તરફ સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. આ ઉપરાંત મોદી આજે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ ભાગ લેવાના છે. રાજધાની દિલ્હીમાં પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધી આ રોડ શો યોજાશે જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ રોડ શો યોજાઈ રહ્યો છે. રોજ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે.ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો આજે પીએમ નરેન્દ્ર મોદીના રોડ…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે રોડ અકસ્માતમાં બચી ગયા છે. બક્સરથી પટના પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. કારકેડમાં દોડી રહેલી કોરાનસરાય પોલીસ સ્ટેશનની કાર ડુમરાવના મઠીલા-નારાયણપુર માર્ગના રોડ પુલની કેનાલમાં પલટી ગઈ હતી. મંત્રીની ગાડી તેમની પાછળ જ આગળ વધી રહી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની તેમની ઈનોવા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરની બુદ્ધિમત્તાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. આ અકસ્માત રવિવારે રાત્રે સર્જાયો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.આ માર્ગ અકસ્માતમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસ વાહનના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. આ તમામ કેન્દ્રીય મંત્રીની સુરક્ષામાં સામેલ હતા. બે પોલીસકર્મીઓને…

Read More

Today Gujarati News (Desk)ભારતની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે ફરી એક વખત છટણી કરી છે. પહેલા પોતાના ફેન્ટેસી ગેમિંગ પ્લેટફોર્મને બંધ કરીને 5% કર્મચારીઓની છટણી કરી હતી. હવે ફરી એક વખત છટણીનું એલાન કરવામાં આવ્યુ છે. આ વખતે લગભગ 600 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ છટણીમાં એવા કર્મચારીઓ સામેલ છે જે નોન-પર્ફોર્મર હતા. કંપનીની CEOએ એક ટાઉનહોલ રાખ્યો છે જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગળ જતા હજુ સખત નિર્ણય લેવામાં આવી શકે છે. શેરચેટ અને મોજ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માલિકી ધરાવતી કંપની મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડે તેના કર્મચારીઓમાં 20%નો ઘટાડો કર્યો છે. મતલબ…

Read More

Today Gujarati News (Desk)સુરત માંગરોળના પૂર્વ MLA રમણભાઈ ચૌધરીનું હાર્ટએટેક આવતા નિધન થયું છે. રમણભાઈ કોંગ્રેસના સક્રિય નેતા હતા. હજુ થોડા દિવસો પહેલા જ તેમણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવ્યુ હતું. આજે વહેલી સવારે તેમને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા માંગરોળનાં ઇસનપુર ગામે 1 વાગે નીકળશે.તેમની રાજકિય સફરરમણભાઈ ચૌધરીના રાજકારણની વાત કરીએ તો તેઓ પહેલા રાજપા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટણી લડયા હતા અને જીત્યા પણ હતા. આ બાદ તેઓ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2007માં તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા જો કે તે ચુંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત તે પંચાયત મંત્રી…

Read More

Today Gujarati News (Desk)દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં એકવાર ફરી ઠંડીનો પ્રકોપ વધવાની શક્યતા છે. ઠંડા પવનોની સાથે ગાઢ ધૂમ્મસ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડીને લઈને 6 દિવસનું એલર્ટ જારી કર્યુ છે. IMD અનુસાર દિલ્હી-એનસીઆરમાં આગામી 3 દિવસ ભીષણ ઠંડી રહેશે અને પછી 3 દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ રહેશે. આજે દિલ્હીના સફદરજંગમાં લઘુતમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ અને લોધી રોડ પર 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. દિલ્હીમાં 16 જાન્યુઆરીએ લઘુતમ તાપમાન સામાન્યથી 6 ડિગ્રી ઓછુ નોંધાયુ છે. જોકે, દિવસ આગળ વધતા તડકો નીકળ્યો છે. IMDએ દિલ્હીમાં સતત…

Read More

Today Gujarati News (Desk)રાજ્યવ્યાપી 1 હજારથી વધુ લોકો સાથે ઓનલાઈન કરોડની છેતરપીંડી કરનાર આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી instagram પર કપડાની પોસ્ટ અપલોડ કરી ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર લઈ પૈસા પડાવી લેતો હતો પૈસા પડાવ્યા બાદ માલના આપી ગ્રાહકોના મોબાઈલ નંબરો બ્લેક લિસ્ટમાં નાખી દેતો. સમગ્ર ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીનું કારસ્તાન સામે આવ્યું છે. આ બેજાબાજ ધોરણ 10 ભણેલો છે. ભેજાબાજે સુરત જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યમાં પણ લોકો સાથે ઓનલાઈન કરોડોની છેતરપિંડી કરી છે. 26 વર્ષીય આરોપી સુપિયાન સાજીદ રંગોલીવાલા શહેરના ગોપીપુરા ખાતે આવેલ મોમનાવાડ પાલ કોમ્પલેક્ષમાં રહે છે. આરોપીએ 1000 થી વધુ મહિલાઓ સાથે ઓનલાઇન…

Read More