Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ગઈકાલે વહેલી સવારે કેલિફોર્નિયાના એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતકોમાં 6 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ હુમલા અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે. પોલીસે આ હુમલાને ટારગેટેડ હુમલો ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યુ હતું કે ગઈકાલે વહેલી સવારે 3:30 વાગ્યે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં તુલારે સાન શહેરમાં બે વ્યક્તિઓએ એક ઘર પર ગોળીબાર કર્યો હતો.પોલીસ આવી ત્યાં સુધીમાં હુમલાખોર ફરાર થઈ ગયાપોલીસના જણાવ્યા અનુસાર સવારે પાડોશીઓએ ફોન કર્યો હતો અને હુમલાની ઘટનાની માહિતી આપી…

Read More

Today Gujarati News (Desk)હાલ પાકિસ્તાનમાં આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનમાં હાલ કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે. રોજિંદા જીવની વસ્તુઓ પણ લોકોને મળી શકતી નથી. તે કારણોસર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થાનિક લોકોમાં શાહબાઝ સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે. લગભગ દરેક વિસ્તારોમાં લોકોએ ગઈકાલે હાઈવે બ્લોક કરી અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમુક જગ્યાએ આ દેખાવ તીવ્ર હતા જેમકે, કેટલી જગ્યાઓએ ટાયરો સળગાવી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને બરફવર્ષા વચ્ચે લોટની સપ્લાય માટે સરકારનો વિરોધ કરતા…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ સમાચારની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે જાહેરાત કરવામાં આવી હતી. આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે. અમિત ચાવડા કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે. કોંગ્રેસમાં અદરોઅંદર નામની ઘણી ચર્ચા બાદ આખરે અમિત ચાવડાને પસંદ કરવામાં આવ્યા હતા.કોણ છે અમિત ચાવડા ?આજે જાહેર કરાયેલા વિપક્ષના નેતા એવા અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ પુરુ નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ…

Read More

Today Gujarati News (Desk)વડોદરાના સિંધરોડમાંથી ઝડપાયેલા 700 કરોડના ડ્રગ્સમાં આતંકવાદીઓ સાથેનું કનેક્શન હોવાની પણ શક્યતા હોવાથી સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. સિંધરોટના કરોડોના ડ્રગ્સ કાંડમાં વધુ કોઈ આરોપીઓની ભૂમિકા છે. આરોપીઓને અન્ય કોઈએમ મદદગારી કરી છે કે કેમ તે અંગે એજન્સીઓ વિગતવાર તપાસ ચલાવી રહી છે. વડોદરાના સિંધરોટ ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવવા મામલે ATSએ તપાસ કરી હતી. સયાજીગંજમાં ડ્રગ્સની ફેક્ટરી જ્યાં ધમધમતી હતી. ત્યાં આરોપીઓ રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારને સાથે રાખીને ATS અધિકારીઓએ તપાસ કરી. આનંદ એપાર્ટમેન્ટમાંથી કેમિકલના ડ્રમ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો ટ્રાવેલ્સ મારફતે મુંબઈ મોકલ્યો હોવાનું તપાસમાં…

Read More

Today Gujarati News (Desk)Pakistan Cricket Captain Babar Azam: પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં તેની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે ઘરેરૂ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજીતરફ સોશિયલ મીડિયા પર કેટલાક પર્સનલ વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો વ્યક્તિ બાબર આઝમ છે. તેનાથી બાબર આઝમના હની ટ્રેપમાં ફસાવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ તસવીરટ્વિટર પર @niiravmodi એકાઉન્ટ પરથી વીડિયો અને ફોટો શેર કરવામાં આવ્યા છે અને તે દાવો કરવામાં આવ્યો છે કે તેમાં જોવા મળતો વ્યક્તિ બાબર આઝમ છે…

Read More

Today Gujarati News (Desk)સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને ભુંગળા અપાવવાની લાલચમાં પાડોશી યુવાન લઈ ગયો હતો અને બાળકીને નિવસ્ત્ર કરી દીધી હતી .જોકે આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની સાવચેતીના પગલે આ માસુમ બાળકીને પીખે તે પહેલા જ પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને બાળકીને સહી સલામત રીતે પરિવારને સોંપી હતીપ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીના પિતા મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બાળકી તેના ઘર પાસે રમી રહી હતી, તે દરમિયાન ઘર નજીક રહેતો અરવિંદ નિશાદ ત્યાં પહોંચ્યો હતો. અરવિંદે પોતાની નજર બગાડી હતી, આ બાળકી પર તેની નજર અટકી…

Read More

Today Gujarati News (Desk)Lord Shiva Stotra: ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ મળે છે. કહેવાય છે કે ભગવાન શિવની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની નકારાત્મક અસર ઓછી થાય છે. સાથે જ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક સ્ત્રોતોનું વર્ણન કરવામાં આવ્યું છે. મુખ્ય છે શિવ રુદ્રાષ્ટકમ સ્ત્રોત. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ સ્ત્રોતનો વિધિપૂર્વક પાઠ કરે છે, તે તેના દુશ્મનોથી મુક્તિ મેળવે છે. આ સાથે ભગવાન શિવના અપાર આશીર્વાદ વરસે છે.સ્ત્રોતનો જાપ કરવાની સાચી પદ્ધતિ જાણોશાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ શત્રુઓથી પરેશાન હોય તો આ સ્ત્રોતનો પાઠ મંદિર કે ઘરમાં કરી શકાય…

Read More

Today Gujarati News (Desk)ઈતિહાસમાં પ્રથમવાર અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ આફ્રીકાની ધરતી પર રમાઈ રહ્યો છે.14 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રીકા સામેની પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ, આજે પણ ભારતીય ટીમે યુએઈ સામેની મેચમાં જીત મેળવી હતી.આ મેચમાં ટોસ જીતીને યુએઈની ટીમે બોલિંગ પંસદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 219 રન બનાવ્યા હતા. 220 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યુએઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 97 રન જ બનાવી શકી હતી.ભારતીય ટીમ મહિલા વર્લ્ડ કપમાં 200 રન બનાવનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા વર્લ્ડ…

Read More

Today Gujarati News (Desk)રાજ્યમાં કોરોનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લ ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં 20,700થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 19 માર્ચ 2020 પછી રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ કોરોનાના શૂન્ય કેસ હતા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12 થઈ હતી. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા…

Read More

Today Gujarati News (Desk)પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીમાં છેલ્લા આઠ વર્ષથી પ્રમુખ પદે રહેલા દિનેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં દૂધ ઉત્પાદકો અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરને રાજીનામું સોંપી દીધું છે. આ પહેલાં વિધાનસભાની ચૂંટણી વખતે અપક્ષ ઉમેદવારી કરતાં હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું. દિનેશ પટેલની પ્રમુખ તરીકેની ટર્મ પુરી થવામાં 6 મહિનાનો સમય બાકી હતો. હવે તેમના રાજીનામા બાદ જી. બી. સોલંકીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોંપ્યુંપ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા દૂધ ઉત્પાદક સંઘ બરોડા ડેરીમાંથી અચાનક રાજીનામું ધરી દીધું છે. તેમણે ડેરીના બોર્ડ…

Read More