Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આજથી રણશિંગૂ ફુંકાઈ ચુક્યુ છે. ચૂંટણી પંચ આજે એટલે કે, બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી રહ્યા છે. તેના માટે પ્રેસ કોન્ફ્રેન્સ પણ બોલાવી છે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે માર્ચમાં ખતમ થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આ રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જશે. ચૂંટણી સંબંધિત મહત્વની અપડેટ માટે અમારી સાથે જોડાયેલ રહો.મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે જણાવ્યુ છે કે, નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે ચૂંટણી યોજાશે. તેમણે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું છે કે, ત્રિપુરામાં…

Read More

Today Gujarati News (Desk)મુનાફ બકાલી, જેતપુર: રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટના ઉપલેટામાં આવેલા સેવંત્રા ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજૂબર બન્યા છે. શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા પછી લાંબા સમયથી નવા ઓરડા બન્યા નથી, જેના કારણણે બાળકોએ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. સ્કૂલમાં CCTV અને કમ્પ્યુટરની સુવિધા છે પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી.સેવંત્રા ગામના સરપંચ, પોલાભાઈ બારૈયા આ વિશે વાત કરતા જણાવે છે કે, શાળાના જે રૂમ જર્જરિત થઈ ગયા હતા તેને પાડી નાખવામાં આવ્યા છે, જ્યાર નવું કામ પ્રોસેસમાં છે. જો આપણને ઠંડી લાગે તો નાના બાળકોને કેટલી ઠંડી…

Read More

Today Gujarati News (Desk)આ વર્ષે મૌની અમાસ 21 જાન્યુઆરી, 2023 શનિવારના રોજ છે. આ વખતે મૌની અમાસ પર શનિદેવનો અનોખો સંયોગ સર્જાઈ રહ્યો છે. કહેવાનો અર્થ એ છે કે મૌની અમાસ શનિવારે આવતી હોવાથી આ દિવસને શનિ અમાસ પણ કહેવાય છે. આ દિવસે પ્રયાગરાજના સંગમ પર સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે, ઉપરાંત હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા અને નાસિકમાં ગોદાવરીમાં મૌની અમાસમાં સ્નાન કરવાથી તમને ‘અમૃતના ટીપાં’નો સ્પર્શ મળશે. ટૂંકમાં પાપ ભૂંસાઈ જશે અને મોક્ષની પ્રાપ્તિ થશે.મૌની અમાસ પર શનિ અમાસશ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડૉ. મૃત્યુંજય તિવારી જણાવે છે કે આ વર્ષે મૌની અમાસ અને શનિ અમાસ…

Read More

Today Gujarati News (Desk)બેંગલુરુ : થોડા દિવસ પહેલા દિલ્હીના કંઝાવાલામાં મહિલાની સ્કુટીને ટક્કર મારીને તેને ૧૩ કિલોમીટર સુધી ઢસેડવાનો મામલો સામે આવ્યો હતો. કર્ણાટકની રાજધાની બેંગલુરુનો આવો જ એક કરુણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં, વૃદ્ધ સ્કુટી સાથે લટકેલો છે, પરંતુ તેમની ચિંતા કર્યા વિના ચાલક તેમને ૧ કિલોમીટર સુધી ખેંચી જાય છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં વૃદ્ધને સ્કુટી સાથે લટકેલો જોઈ શકાય છે. જ્યારે ક્રુર સ્કુટી ચાલક વૃદ્ધના જીવની ચિંતા કર્યા વિના તેમને ઢસડી રહ્યો છે. એક રીક્ષાચાલકે તેની રીક્ષા સ્કુટીની સામે ઊભી કરી દેતા ક્રુર ચાલકને રોકાવાની…

Read More

Today Gujarati News (Desk)ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા જુદી જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવામાં આવતી હોવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આ જ પ્રકારના વધુ એક બનાવવામાં વડોદરાના એક બેંક મેનેજર એ એમબીબીએસ માં એડમિશનના નામે 30.70 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નથી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ઠગ ટોળકીય બોગસ વેબસાઈટ બનાવીને બીજા પણ અનેક લોકોને ફસાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.બેંક મેનેજરને એમબીબીએસના એડમિશન માટે ઓફર મળીવડોદરાની સયાજીગંજ બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતા લલિત કુમાર અદલખા (ફેધસૅ સ્કાયવીલા, સન ફાર્મા રોડ) પોલીસને કહ્યું છે કે ગઈ તા પહેલી નવેમ્બરે મને સરસ્વતી…

Read More

Today Gujarati News (Desk)દુનિયાભરમાં મોટાભાગની કંપનીઓ દ્વારા જ્યારે છટણીનો દોર ચલાવાઈ રહ્યો છે ત્યારે માઈક્રોસોફ્ટે પણ હવે તેની વર્કફોર્સમાં હજુ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ટેક દિગ્ગજ કંપનીઓ કપરી આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકે છે. માઇક્રોસોફ્ટ કંપનીમાં 2,20,000થી વધુ કર્મીઓ કામ કરી રહ્યા છે એક અહેવાલ પરથી જાણવા મળે છે કે, માઈક્રોસોફ્ટ તેના એન્જિનિયરિંગ ડિવિઝનમાં છટણી જાહેર કરી શકે છે. માઇક્રોસોફ્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપનીએ આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરતાં માત્ર તેને અફવા જ ગણાવી હતી. આ મામલે ઉદ્યોગ ટ્રેકર્સ કહે છે કે આ કંપનીમાં 2,20,000થી વધુ કર્મીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ ગત વર્ષે 2 વખત…

Read More

Today Gujarati News (Desk)આજે દિલ્હીમાં કેન્દ્રિય કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક મોટા નિર્ણયો લઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકમાં જે.પી નડ્ડાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના તરીકેનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. બધાની નજર આ બેઠક પર છે.ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ હવે દેશની રાજધાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરવાના છે. તેઓ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે પીએમ મોદી અને જે.પી.નડ્ડાના નેતૃત્વમાં ભાજપ…

Read More

Today Gujarati News (Desk)રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલી ધોરણ આઠની વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપાડયા બાદ તેણીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તરુણીને સારવાર અર્થે રાજકોટ શહેરની દોશી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે ત્યાં તેણીનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ-8 માં અભ્યાસ કરતી રિયા નામની તરુણી આજરોજ સવારના સાડા સાત વાગ્યાની આસપાસ પોતાની સ્કૂલે ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ પ્રાર્થના ખંડમાં પ્રાર્થના પણ કરી હતી. પ્રાર્થના પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિની પોતાના ક્લાસમાં પહોંચી હતી. ત્યારે ક્લાસમાં પ્રવેશ્યા…

Read More

Today Gujarati News (Desk) શહેરમાં પૈસાની લેતીદેતીમાં એક યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પિતા-પુત્રએ હુમલો કરતા યુવકના બંને હાથ કપાઈ ગયા હતા. જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તે માથાભારે શખસ હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 4 હજાર રૂપિયાની લેતીદેતીમાં બોલાચાલી થતા મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યારે યુવક રોની પર તલવાર વડે હુમલો કરતા તેના કાંડા કપાઈ ગયા હતા. જેને લઈને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી પ્રમાણે, રોનીના મિત્ર કોમલ ઢક્કનના રૂપિયા બાબતે રોની અને રાહુલ વડાપાઉં વચ્ચે રકઝક થઈ હતી. તેની…

Read More

Today Gujarati News (Desk)મહેસાણા: રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગની દોરીને લઇને અનેક અકસ્માતો સર્જાયા છે. ઉત્તરાયણનો તહેવાર પૂરો થઇ ગયો છે, હજુ પતંગની દોરીઓ રસ્તાઓ પર, ઝાડ પર લટકેલી જોવા મળી રહી છે. આવામાં મહેસાણાના ખેરવામાં જીવદયા બચાવવા અનોખો પ્રયાસ કરાયો છે. કેકના વેપારી દ્વારા એક કિલો દોરીના ગૂંચળા સામે 500 ગ્રામ કેક નિશુલ્ક આપવાની જાહેરાત કરાઈ છે. દોરીના ગૂંચળા સામે 200 કિલો દોરી ભેગી કરાઈ છે. જેની સામે અત્યાર સુધી 100 કિલો કેક ગ્રાહકોને આપવામાં આવી છે. દોરીના ગૂંચળા આપી કેક લેવા માટે લોકોની લાઈનો લાગી રહી છે.મહેસાણામાં જીવદયા બચાવવા 1 કિલો દોરીના ગૂંચળા સામે 500 ગ્રામ કેક આપવાની જાહેરાત…

Read More