Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. આ આરોપો વર્લ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટે લગાવ્યા છે. આ બાબતે ગઈકાલે ઘણા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ધરણા કર્યા હતા. આ ધરણા પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે. આ કુસ્તીબાજોએ પીએમ મોદીને મળવાની પણ માંગ કરી છે.ઓલિમ્પિક વિજેતાએ વિરોધ કર્યો ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ બજરંગ પુનિયા, રિયો ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવ્રત મલિક, જિતેન્દ્ર કિન્હા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા સુમિત મલિક કુસ્તીબાજો વિરોધમાં સામેલ છે આ કુસ્તીબાજોએ બેઠક કરી…
Today Gujarati News (Desk)કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે. કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. આજે સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું. વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ જ કચ્છમાં ભયાનક ભુકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભુકંપના આચકાથી સ્થાનિક લોકોએ 2001ના ભુકંપ જેવો અનુભવ કર્યો. ભુકંપના આચકાનો અનુભવ થતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.આ પહેલા પણ ભુજમાં ભુકંપ આવ્યો હતો.આ અગાઉ ભુજમાં 11મી જાન્યુઆરીએ ભુકંપ આવ્યો હતો. 11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે 2.9ની…
Today Gujarati News (Desk)ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ (IND vs NZ) ત્રણ મેચની વનડે સિરીઝના પહેલા મુકાબલામાં સિક્સ ફટકારવાની સાથે તેણે ભારતમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો નવો સિક્સર કિંગ બની ગયો છે. તેણે આ મામલામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni)પાછળ છોડી દીધો છે. ભારતીય ઓપનર રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે જ્યારે ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર કવરની ઉપરથી સિક્સ ફટકારી તો તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો. ધોનીએ ભારતમાં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 123 સિક્સ ફટકારી હતી, પરંતુ રોહિત શર્માએ પોતાના સિક્સની સંખ્યા 124 પર પહોંચાડી…
Today Gujarati News (Desk)વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ મુંબઈનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કા સહિત ઘણા વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનની મુલાકાત પહેલા દાદરના શિવસેના ભવન અને બાંદ્રા પૂર્વમાં કલાનગરમાં સ્થિત ઉદ્ઘવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર વડાપ્રધાન મોદી, સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના મોટા-મોટા કટઆઉટ્સ લગાવવામાં આવ્યા. તેને મુંબઈ મહાનગરપાલિકાએ હવે ઉતારવાનું શરૂ કરી દીધું છે. BMCએ શિવસેનાના બંને જૂથની વચ્ચે તણાવ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને આ કામ કર્યો છે.BMC તરફથી આ સુરક્ષાત્મક નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસના ઉત્સાહને લઈ શિંદે જૂથ અને ભાજપ તરફથી એક્શન…
Today Gujarati News (Desk)આગામી 20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે. જેને લઇને વેપારીઓ તેના વિકલ્પ અપનાવતા થઇ ગયા છે. આવો એક યુનિક વિકલ્પ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી ન્યુ લકી ટી સ્ટોલના માલીક રાહુલ મિશ્રાએ અપનાવ્યો છે. જેમાં માટીના કુલ્હડ ઉપરાંત સ્ટીલના ગ્લાસતો અપાય જ છે, પણ સૌથી અલગ કહી શકાય એવો વિકલ્પ વેફર કપનો છે. અને એ પણ જુદા જુદા ત્રણ પ્રકારના ફ્લેવર ધરાવતા વેફર કપ. જીહા, એવા વેફર કપ કે જેમાં ચા પી લીધા બાદ તે કપને તમે ખાઇ પણ શકો છો.શહેરમાં એકઠા થતા દૈનિક 25 લાખ પેપર ચા કપના…
Today Gujarati News (Desk)હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં શુભમન ગિલે ઈતિહાસ રચી દીધો છે. શુભમન ગિલે પોતાના વનડે કરિયરમાં પ્રથમ બેવડી સદી ફટકારી દીધી છે. ગિલે માત્ર 145 બોલમાં 200 રન પૂરા કર્યાં હતા. શુભમન ગિલ 149 બોલમાં 9 સિક્સ અને 19 ચોગ્ગાની સાથે 208 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે ગિલ વનડે ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. ગિલે 23 વર્ષ 132 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી છે. આ પહેલા ઈશાન કિશને 24 વર્ષ 145 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 26 વર્ષ…
Today Gujarati News (Desk)ગુજ્રરાત સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી –2023થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયોવધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.જનભાગીદારી થકી યોજાયેલ આ…
Today Gujarati News (Desk)વર્ષ 2023 અને 2024 ભારતીય રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્તમાન વર્ષમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાંથી 5 રાજ્યો બહુ મોટા છે. તે જ સમયે, આવતા વર્ષે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે નવા EVM મશીનો માટે ઓર્ડર આપ્યા છે. આ તમામ મશીનો સરકારી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે. આ માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ને આપવામાં આવ્યું છે. બંને કંપનીઓને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકારે ઈવીએમ મશીનો માટે 1,335 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે.આ એક મહત્વપૂર્ણ નિર્ણય છેમીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટે નવા…
Today Gujarati News (Desk)નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ બચાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે અને હવે તેમાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે અને જો તમે કર રાહત અંગે વિચારવાનું શરું કર્યું નથી તો હવે વહેલીતકે શરું કરી દો. અત્યારે સમય છે કે તમારે પગલા ઉઠાવી લેવા જોઈએ. મોટાભાગના લોકોને ટેક્સ રાહત માટે કાયદાની એક જ કલમ અંગે જાણકારી હોય છે જે અંતર્ગત કર રાહત મળે છે, આ છે કલમ 80સી જે તમારી ટેક્સેબલ આવકને ઓછી કરવામાં મદદરુપ થાય છે.આ માટે મોટાભાગના લોકો પીપીએફ, એલઆઈસી અને એનસીસી જેવી યોજનાઓમાં રોકાણ કરે છે અને કલમ 80સી અંતર્ગત…
Today Gujarati News (Desk)રાજકોટ: શહેરમાં એ.વી જસાણી શાળાની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણે શાળામાં જ મોત નીપજ્યું હતુ. આ મામલે સરકાર એક્શનમાં આવી ગઇ છે. પરિવારના આક્ષેપ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થિનીના મોતનો અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકાર પણ પોસ્ટમોર્ટમની રાહ જોઇ રહી છે જે બાદ જરૂરી કડક પગલાં લેવામાં આવશે. આ ઘટના બાદ જસાણી શાળાએ પોતાના સમયમાં ફેરફાર કર્યો છે. શાળાનો સમય 7:30 ના બદલે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, એટેકના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. જોકે, ફોરેન્સિક પી.એમનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.શાળામાં જ બેભાન થઇ હતી દીકરીઆ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટની એ.વી. જસાણી…