Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)ગુજરાત પોલીસમાં અચાનક ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કબૂતરબાજીના શંકાસ્પદ તપાસ કેસ અને અમદાવાદમાં મનપસંદ જિમખાના જુગારધામમાં પણ શંકાસ્પદ ભૂમિકા હોવાથી SMCના PI જી.એચ. દહીયાને ડીજીપી આશિષ ભાટીયાએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ ભરુચના બે પોલીસકર્મીઓને SPએ સસ્પેન્ડ કર્યા છે. તેમની પર સ્ટેટ મોનિટરીંગ સેલની જાસૂસી કરતા હોવાનો આરોપ છે. તે ઉપરાંત હજી વધુ પોલીસકર્મીઓ આ રડારમાં હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. SMCના PI જી.એચ. દહીયા સસ્પેન્ડજ્યારે ડીજીપી આશિષ ભાટિયા અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે SMCના PI જી.એચ. દહીયા તેમના રીડર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે પણ તેમની…
Today Gujarati News (Desk)વિશ્વના સૌથી ઝડપી દોડવીરમાંથી એક જમૈકાના ઉસેન બોલ્ટ અચાનક કંગાળ થઈ ગયા છે. તેમણે અત્યાર સુધીમાં કરેલી કમાણી અને નિવૃત્તિમાં મળેલા નાણાં ગાયબ થઈ ગયા છે. લંડનથી લઈને બીજિંગ ઓલમ્પિકમાં નવા રેકોર્ડો સર્જનાર ઉસેન બોલ્ટ સાથે જે થયું તે જાણીને હોંશ ઉડી જશે. ઓલમ્પિક રમતોમાં ઉસેન બોલ્ટ વિશ્વના દિગ્ગજ દોડવીરોને પાછળ છોડી 8 વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. હાલ તેઓ નિવૃત્તિ બાદ ફરી ચર્ચામાં છે. આ વખતે તેઓ રેકોર્ડેને લઈને નહીં પણ છેતરપિંડીના કારણે ચર્ચામાં આવી ગયા છે. અહેવાલો મુજબ ઉસેન બોલ્ટના ખાતામાંથી 98 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે.ઉસેન બોલ્ટના વકીલે કંપનીને લખ્યો પત્રઉસેન…
Today Gujarati News (Desk)મુકેશ અંબાણીના પુત્ર અનંત અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની સગાઈ આજે સાંજે મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં થશે. ગઈકાલે જ કપલે મહેંદી રસમ સેલિબ્રેટ કરી હતી. બંનેના રોકા 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં થયા હતા. રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે. રાધિકા આ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ…
Today Gujarati News (Desk)કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે તે રામ સેતુને રાષ્ટ્રીય વિરાસત સ્મારક ઘોષિત કરવાની પ્રક્રિયામાં છે અને તેના પર વિચાર કરી રહ્યાં છે. ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીની યાચિકા પર સુનાવણી કરતાં કોર્ટે યાચિકાકર્તાને નિર્દેશ આપ્યા છે, જેમાં તે જોડાયેલા અતિરિક્ત સબૂત મંત્રાલયને આપી શકે છે.રામ સેતૂ, તમિલનાડુનાં દક્ષિણ- પૂર્વ તટ પર પાબન દ્વિપ અને શ્રીલંકાનાં ઉત્તર પશ્ચિમી તટથી દૂર મન્નાર દ્વિપ વચ્ચે ચૂનાનાં પથ્થરોની એક લાઇન છે. તેને આદમનો પુલ પણ કહેવામાં આવે છે.ભાજપા નેતા સ્વામીએ કહ્યું કે તેઓ કેસનો પહેલો પડાવ જીતી ચુક્યા છે. જેના આધારે કેન્દ્ર સરકારે રામસેતુનાં અસ્તિતિવનો સ્વિકાર કર્યોં હતો. આ પહેલા કેન્દ્રિય…
Today Gujarati News (Desk)દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને એક કાર ચાલકે ગત રાત્રે 10-15 મીટર સુધી ઢસેડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે કાર ચાલકે તેમને કારમા બેસવા માટે કહ્યું અને તેમણે તેનો વિરોધ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નશામાં ધૂત એક કાર ચાલકે દિલ્હીમાં એઈમ્સ ગેટ નંબર બે ની સામે સ્વાતિ માલીવાલને 10થી 15 મીટર ઢસેડ્યા હતા. દિલ્હી પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ ઘટના સવારે 3:11 વાગ્યે બની હતી. AIIMSના ગેટ નંબર બેની સામે કાર ચાલકે સ્વાતિ માલીવાલને પોતાની કારમાં બેસવા કહ્યું. આ પછી જ્યારે માલીવાલ તેને ઠપકો આપી રહ્યા હતા ત્યારે કાર…
Today Gujarati News (Desk)જો તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સરકારી કંપનીમાં એક મોટી તક છે. નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન, NHPC દ્વારા ટ્રેઇની એન્જિનિયર અને ટ્રેઇની ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. ભરતી માટે, શૈક્ષણિક લાયકાત તરીકે ઇજનેરી / BSC ડિગ્રીમાંથી સ્નાતક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાંથી ગ્રેજ્યુએશન / મેનેજમેન્ટમાં પીજી અને કાયદામાં સ્નાતકની ડિગ્રી માંગવામાં આવી છે. આવી સ્થિતિમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી સંબંધિત તમામ માહિતી અહીં જુઓ.જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 410 જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે. જેમાં ટ્રેઇની ઓફિસર અને ટ્રેઇની એન્જિનિયરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ…
Today Gujarati News (Desk)સુરતમાં 156 ગ્રામ સોનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીત્યા બાદ આ મૂર્તિ બનાવવામાં આવી છે. 15 થી 20 કારીગરોએ મહિનાઓની મહેનત બાદ આબેહૂબ લાગતી આ મૂર્તિ તૈયાર કરી છે. જેમાં તમામ વિગતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાધિકા ચેન્સ કંપનીમાં આ મૂર્તિ બની છે. જે લોકોને આકર્ષી રહી છે. 18 કેરેટ સોનામાંથી બનેલી આ મૂર્તિની કિંમત 11 લાખ જેટલી આંકવામાં આવી રહી છે.સુરતના આ કારીગરો સાત મહિના જેટલા સમયથી આ મૂર્તિ પર કામ કરી રહ્યા હતા. અને જ્યારે ડિસેમ્બરમાં સામે આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠકો જીતી…
Today Gujarati News (Desk)ડ્રામા ક્વીન રાખી સાવંત વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે અંબોલી પોલીસે તેની ધરપકડ કરી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ ટ્વિટર પર આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાખી સાવંત આજે બપોરે 3 વાગ્યે તેના પતિ આદિલ સાથે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી, તે પહેલા પોલીસે શર્લિન ચોપરા કેસમાં તેની ધરપકડ કરી છે.શર્લિન ચોપરાએ ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે નવેમ્બર 2022માં શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ…
Today Gujarati News (Desk)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈને 39 હજાર કરોડ રૂપિયાની ભેટ આપવા જઈ રહ્યા છે. તેમાં સૌથી મહત્વનું બે મેટ્રો લાઈન છે. આ મેટ્રો લાઈનની આધાર શિલા તેમણે વર્ષ 2015માં રાખી હતી. આ દરમિયાન મુંબઈમાં એક નેશનલ કોમન મોબિલિટી કાર્ડ અને તેના એપનું પણ લોકાર્પણ કરશે. આ પ્રકારે પ્રધાનમંત્રી મુંબઈ માટે 17 હજાર 200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ સંબંધમાં મહારાષ્ટ્ર સરકારે પણ તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.પ્રધાનમંત્રી આજે સવારે કર્ણાટકમાં છે અને સાંજ મુંબઈમાં પહોંચશે, જ્યાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી સાંજે 6.30 કલાકે…
Today Gujarati News (Desk)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને થયેલી ચર્ચા અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કનડગત સાંખી લેશે નહીં. તેના માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. હવે વ્યાજખોરોએ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે. 699ની ધરપકડ કરવામાં આવીઅનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરતા વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકાર મેગા ડ્રાઈવ ચલાવી રહી છે. તા. 5મી જાન્યુઆરીથી ચાલી રહેલી મેગા ડ્રાઇવના બે અઠવાડિયામાં એટલે કે તા.17 જાન્યુઆરી સુધીમાં 1077 વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે,…