Author: todaygujaratinews

Today Gujarati News (Desk)રાજકોટ: શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા નકલી નોટ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કમલેશ પુનાવાલાની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવશે. ત્યારે કઈ રીતે ચાલી રહ્યું હતું આંતરરાજ્ય નકલી નોટનું કૌભાંડ વાંચો વિગતવાર. રાજકોટના એડિવિશન પોલીસ દ્વારા ઉર્ફે કિશોર મેરામભાઇ બોરીચા, તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, ગુરુપ્રીત સિંગ ઘનશ્યામદાસ કારવાણી તેમજ મયુર બીપીનભાઈ થડેશ્વર નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. તો સાથે જ ગણતરીની કલાકોમાં કમલેશ પુનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે. હાલ કમલેશ પુનાવાલાને સ્થાનિક પોલીસે પોતાના સકંજામાં લીધો હોવાની વિગત સામે આવી છે. આ તમામ વ્યક્તિઓ ઉપર આરોપ છે કે, તેઓ…

Read More

Today Gujarati News (Desk)આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે 57મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયાની ઉપસ્થિતમાં પદવીદાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આજે કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.રાજ્યપાલ 147 ગોલ્ડ મેડલ એનાયત કરશેઆજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાશે. સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને 13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીને 147 ગોલ્ડ મેડલ એનાયત કરશે. આ પદવીદાન સમારોહ આજે 11 વાગ્યે શરુ…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવાના સ્થળે ખૂબ જ ઉત્સાહથી નિભાવવામાં આવી હતી, આ ઉપરાંત પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા શ્રીમતી નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતું એક પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.ગોળ ધાણા ગુજરાતીઓની પરંપરાગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે, જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરિત કરવામાં આવે છે. કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને…

Read More

Today Gujarati News (Desk)કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આયોજિત ભારત જોડો યાત્રા ગુરુવારે સાંજે જમ્મુમાં પ્રવેશ કરી ગઈ હતી. જોકે વરસાદી માહોલ વચ્ચે રાહુલ ગાંધી પ્રથમ વખત જેકેટ પહેરીને યાત્રામાં જોડાયા હતા. જમ્મુમાં પ્રવેશતાની સાથે જ પૂર્વ CM ફારુક અબ્દુલ્લાહે રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શંકરાચાર્ય પછી આવી યાત્રા કરનાર તે બીજી વ્યક્તિ છે. અબ્દુલ્લાહે એમ પણ કહ્યું કે આ રામ અને ગાંધીનો દેશ છે. સદીઓ પહેલાં શંકરાચાર્ય પગપાળા યાત્રા કરીને આવ્યા હતાઅહેવાલ અનુસાર ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે સદીઓ પહેલાં શંકરાચાર્ય અહીં આવ્યા હતા. તેમણે એવા સમયે પગપાળા યાત્રા કરી હતી જ્યારે વ્યવસ્થિત માર્ગો પણ નહોતા અને…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ છે. આગની આ ઘટનામાં એક વયક્તિનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની જાણ થતા જ ફાયરની 6 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આગની ઘટના પાછળનું કારણ ઘર કંકાસ બાદ પત્નીની હત્યા કરી જાણવા મળી રહ્યું છે.લોકો આગથી બચાવ માટે અગાસી પર ગયાઅમદાવાદમાં આજે ફરી એક વખત આગનો બનાવ બનવાની ઘટના બની હતી. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા…

Read More

Today Gujarati News (Desk) આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ગુજરાત કોંગ્રસ પ્રવક્તા હિરેન બેંકર કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ માંગ કરી હતી કે, સરકાર સત્વરે દેશની જનતાને રાહત આપવી જોઇએ. ભાજપ સરકાર દ્વારા પ્રજાની લૂંટ ચલાવી તિજોરી ભરવા મસ્ત છે.ઇન્ટરનેશનલ ભાવમાં ઘટાડો થવા છતાં સરકારે ભાવ ના ઘટાડ્યોઆંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો થયો હોવા છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવવધારાએ લોકોની કમર તોડી નાંખી છે. ‘અચ્છે દિન’ના વાયદા અને વચન આપનાર ભાજપે દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતુ…

Read More

Today Gujarati News (Desk)શું તમને ખબર છે કે હોકી વર્લ્ડ કપ ભારતમાં 13 જાન્યુઆરીથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને રાઉરકેલા શહેરમાં શરૂ થઈ ગયો છે. ભારતમાં ક્રિકેટના ઓવર ડોઝ વચ્ચે લોકોને ખબર જ નથી કે દેશની રાષ્ટ્રીય રમત તરીકે આપણે હોકીને માનીએ છીએ અને તેનો વર્લ્ડકપ આપણા જ દેશમાં ચાલી રહ્યો છે. ભારતીય ટીમને પૂલ-ડીમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનની સાથે સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલા ભારતીય ક્રિકેટરો જેમ કે, વિરાટ કોહલી, સચિન તેંડુલકર, મયંક અગ્રવાલ, વીવીએસ લક્ષ્મણ, હાર્દિક પંડ્યા વગેરેએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.તમામ ચાહકોની સાથે સાથે ક્રિકેટના ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયાને હોકી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવી…

Read More

Today Gujarati News (Desk)આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. વિશ્વ બેંક પાસેથી મદદની અપેક્ષા રાખતા પાકિસ્તાનને ફરી એક ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને વિશ્વ બેંક તરફથી મળતી રાહતમાં વિલંબ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશ્વ બેંકે પાકિસ્તાનને આપવામાં આવતી લોન આગામી નાણાકીય વર્ષ માટે મોકૂફ રાખી છે. આ વર્ષે પાકિસ્તાનને વર્લ્ડ બેંક પાસેથી 1.1 અરબ ડોલરની લોન મળવાની હતી, પરંતુ વિશ્વ બેંકની નાણાકીય સહાય જૂન 2022 થી અટકી પડી છે, પરંતુ એપ્રિલમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.UAEથી રાહતઆર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને દુનિયાભરમાંથી મદદની માંગ કરી છે. આવી સ્થિતિમાં તે વર્લ્ડ બેંક, IMF સહિત…

Read More

Today Gujarati News (Desk)ગૂગલને સુપ્રીમકોર્ટ તરફથી પણ મોટો આંચકો અપાયો છે. કોર્ટે CCI દ્વારા લગાવેલ 1338 કરોડ રૂપિયાના દંડ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે કોર્ટે CCIના આદેશના પાલનની સમયમર્યાદા વધુ એક સપ્તાહ લંબાવી છે, તેની સાથે જ આ મામલો ફરી એકવાર NCLATને મોકલવામાં આવ્યો છે. 31 માર્ચ સુધીમાં સીસીઆઈના નિર્ણય સામેની અપીલનો નિકાલ કરવા નિર્દેશNCLATને 31 માર્ચ સુધીમાં CCIના નિર્ણય સામેની અપીલનો નિકાલ કરવા નિર્દેશ અપાયો છે. સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગૂગલને પૂછ્યું હતું કે શું તમે ભારતમાં પણ તે જ સિસ્ટમ…

Read More

Today Gujarati News (Desk)ઝારખંડના ગોડ્ડા જિલ્લાના મહાગામા અનુમંડળ હેઠળ આવતા લલમટિયા ક્ષેત્રના તાલઝારી ગામમાં ગુરુવારે પોલીસ તંત્ર અને ગ્રામીણો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેના પછી પોલીસે ગ્રામીણો પર લાઠીચાર્જ કરી દીધો હતો. જ્યારે ભીડને વેર-વિખેર કરવા માટે હવાઈ ફાયરિંગ પણ કરાયું હતું. પોલીસે કડક વલણ અપનાવ્યુંતાલઝારી મોજામાં કોલસા ખનન માટે સંપાદિત જમીનના સીમાંકનનો ગ્રામીણો વિરોધ કરી રહ્યા હતા. જેના પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. બુધવારે પોલીસ તંત્રએ સંયમથી કામ લીધું પણ ગુરુવારે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. ડીસી જિશાન કમર અને એસપી નાથુ સિંહ મીણા પણ ઘટનાસ્થળે કેમ્પ કરી રહ્યા છે. ગ્રામીણો તરફથી તીર-ધનુષ વડે પોલીસ ટુકડી પર હુમલો…

Read More