Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)ગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર, એમાઝોન, માઈક્રોસોફ્ટ, મેટા સહિતની ટોચની કંપનીઓની સાથે હવે અગાઉ જાહેર કર્યા અનુસાર ગૂગલની પેરન્ટ આલ્ફાબેટે 12,000 નોકરીઓ કાપવાનો નિર્ણય કર્યો છે. 12,000 કર્મચારીઓની સંખ્યા કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના 6 ટકા કરતા પણ વધારે છે.ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ શુક્રવારે એક ઈમેલમાં કર્મચારીઓને જણાવ્યું હતું કે, “આ સ્થિતિએ પહોંચવા બદલ તમામ જવાબદારીઓ હું સ્વીકારૂં છું. આ છટણી વૈશ્વિક સ્તરે અને દરેક સેગમેન્ટમાં અસર કરશે. આલ્ફાબેટ આ છુટ્ટા કરાયેલા કર્મચારીઓને અમેરિકામાં…
Today Gujarati News (Desk)મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હવે ચર્ચામાં આવ્યાં છે. ત્યારે જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે. આ કેસની એફઆઇઆરમાં જયસુખ પટેલનું નામ નથી. જો કે પોલીસ ગણતરીના દિવસોમાં કોર્ટના સમગ્ર ઘટનાક્રમ સાથે ચાર્જશીટ દાખલ કરવાની છે.આ કેસમાં ધરપકડથી બચવા માટે જયસુખ પટેલ કોર્ટના આગોતરા જામીન અરજી દાખલ કરી છે. કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈહાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પુલોના ઈન્પેક્શન માટે સરકારે કામગીરી હાથ ધરી છે.…
Today Gujarati News (Desk)શું તમે અરોરા વિશે સાંભળ્યું છે. આ ભાગ્યે જ આકાશમાં દેખાતી એક ખગોળકીય ઘટના છે. આ એક પ્રાકૃતિક પ્રકાશ સ્વરુપે આકાશમાં બનતી સુંદર ઘટના છે. અરોરા એ મુખ્યત્વે રાત્રે બનતી ઘટના છે અને તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો આસપાસ બનતી અલૌકિક ઘટના છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી માને છે કે જ્યારે સુર્ય હવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સાથે સંપર્કમાં આવે છે ત્યારે અરોરા બને છે. જો કે આવુ બીજા ગ્રહોમાં પણ બને છે. અરોરા એ પ્રકૃતિની અતિસુંદર ઘટના છે. આ ઘટનાને અંગ્રેજીમાં Northern Lights તરીકે ઓળખવામાં આવે છે.3 જાન્યુઆરી 2023ના રોજ રાત્રીના સમયે આકાશ લીલા રંગનું જોવા મળ્યુંહમણાં જ…
Today Gujarati News (Desk)માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા આજે સરકારી વાહનોને લઈ મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. આમાં જણાવાયું છે કે, પહેલી એપ્રિલથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની માલિકી હેઠળના 15 વર્ષ જૂના થઈ ગયેલા વાહનો તેમજ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો હેઠળના 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરી દેવાશે અને સ્ક્રેપ કરી દેવામાં આવશે. નોટિફિકેશનમાં એમ પણ જણાવાયું છે કે, દેશના સંરક્ષણ ક્ષેત્રે, કાયદો વ્યવસ્થા હેઠળના અને આંતરિક સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા વિશેષ હેતુવાળા વાહનો (આર્મર્ડ અને અન્ય વિશેષ વાહનો) પર આ નિયમ લાગુ થશે નહીં.જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે, મોટર વાહન (રજીસ્ટ્રેશન અને વાહન સ્ક્રેપિંગ કાર્ય) નિયમો-2021…
Today Gujarati News (Desk)બનાસકાંઠામા પહેલી વાર મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા ચલાવવામા આવી રેહલી વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે મહિલા વ્યાજખોરો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસકાંઠાના ભરત વણઝારાએ ખેડબ્રહ્મામાં રહેતી વર્ષા નામની મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અંબાજી ખાતે રહેતા ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી. મળતી માહિતી અનુસાર મહિલા વ્યાજખોરે ભરત વણઝારાને માસિક પાંચ ટકાના ઊંચા વ્યાજ દરે નાણા…
Today Gujarati News (Desk)ઉત્તર પ્રદેશને નવા ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા અને વન ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને હાંસલ કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ, UPGIS-23 માટે વિવિધ રાજ્યોમાં રોડ શો માટે પહોંચેલી ટીમ યોગીને રોકાણકારોનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે. શુક્રવારે અમદાવાદના ક્રાઉન પ્લાઝા ખાતે યોજાયેલી B2G બેઠકોમાં સીએમ યોગીની છબિ અને તેમની ઔદ્યોગિક નીતિઓને લઈને ઉદ્યોગપતિઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.યોગી સરકારની યોગ્યતાઓની પણ પ્રશંસા કરીતેમણે યુપીને રોકાણના દૃષ્ટિકોણથી અપાર સંભાવનાઓ ધરાવતું રાજ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે છેલ્લા સાડા પાંચ વર્ષમાં યુપીમાં ઘણા સારા પરિવર્તનો આવ્યા છે. આવી સ્થિતિમાં યુપીમાં રોકાણની સાથે તેઓ તેને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં પણ…
Today Gujarati News (Desk) ભારતીય શેરમાર્કેટમાં 27 જાન્યુઆરીથી નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી સેટલમેન્ટની મુદ્દતમાં ઘટાડો થઈ જશે. અગાઉ 2003માં આ પ્રકારના ફેરફાર કરાયા હતા. ત્યારે T+2 સિસ્ટમ લાગુ કરાઈ હતી. હવે તેના બે દાયકા પછી એક નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવાની તૈયારી થઇ રહી છે.ભારતીય ઈક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશેભારતીય ઈક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. આ નિયમ લાગુ થયા બાદ સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે.સરળ શબ્દોમાં કહીએ તો…
Today Gujarati News (Desk)ગુજરાત વિકાસના પંથે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સતત આગળ વધી રહ્યું છે પણ આ સાથે સાથે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે. કહેવાય છે કે વિકાસ હોય તો દેવું થવાનું છે કારણ કે રૂપિયા વિના વિકાસ પણ શક્ય નથી. ગુજરાત સરકારનું દેવુ રૂપિયા ૩,૦૦,૯૬૩ કરોડને પાર થયુ છે અને એ જ રસ્તે હવે રાજ્યની ૧૫૭ નગરપાલિકાઓનો વહિવટ આગળ વધી રહ્યો છે. પાલિકાઓના પાણી અને વીજળી બીલનું બાકી લ્હેણું રૂપિયા ૧,૧૬૦ કરોડે પહોંચ્યુ છે. જો, ગુજરાત સરકાર દ્વારા પાલિકાઓને ચૂકવાતી સહાય બંધ કરી દેવાય તો આ સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ વણસી જશે. થોડા દિવસ પહેલાં જસદણ પાલિકાનું વીજકંપનીએ કનેક્શન…
Today Gujarati News (Desk)સરકારે સોશિયલ મીડિયા પર જાહેરાતો મામલે સરકારે નવી માર્ગદર્શિકા જાહે કરી છે. આ ગાઈડલાઈન ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ આ પ્રયાસ ગ્રાહકોને અયોગ્ય લલચાવનારી જાહેરાતોથી બચાવવા માટેનો છે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે સરકાર સેલિબ્રિટી અને Social Media Influencers માટે માર્ગદર્શિકા લઈને આવી છે.Social Media Influencers and Celebrities માટે આવી નવી ગાઈડલાઈન– પ્રોમીનેટ રીતે ડિસ્ક્લેમર આપવાનું રહેશે.- વીડિયો અને ઓડિયો બંનેમાં ડિસ્ક્લેમર આપવાનું રહેશે.- લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સતત ડિસ્ક્લેમર આપવાનું રહેશે.- સરળ અને સ્પષ્ટ ભાષા હોવી જોઈએ.- જાહેરાત, પેઇડ, સ્પોન્સર્ડ, પેઇડ પ્રમોશન વગેરે લખવાનું રહેશે.- જાહેરાત…
Today Gujarati News (Desk)ગાંધીનગરમાં થર્મલ પાવર સ્ટેશનમાંથી રખ્યા ઉડવાના કારણે આસપાસમાં રહેતા લોકોને તકલીફ વેઠવી પડે છે. હવે આ મામલે વારંવાર નજીકના સેક્ટરોમાં રહેતા લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન આવ્યું નથી. હવે આ મામલે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ દ્વારા જ પોતાની સરકારને લોકોને પડતી તકલીફ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમણે આ અંગે રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે.ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટા પટેલે પોતાના મતવિસ્તારમાં નાગરિકોને પડી રહેલી મુશ્કેલી મામલે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને રજૂઆત કરી છે. રીટા પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાંથી ધૂમાડો નીકળી…