Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા ફેબ્રુઆરીમાં ગુજરાતથી શરૂઆત થશે અને 2 મહીના સુધી ચાલશે. આ હાથ સે હાથ જોડો યાત્રાનો કોંગ્રેસે લોગો લોન્ચ કર્યો છે. કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રામાં દેશના તમામ ગ્રામ પંચાયત અને મતદાન મથક વિભાગોને આવરી લેશે. દેશમાં મળતી નફરતની રાજનીતિ દૂર કરવા ભાઇચારાની ભાવના અને દેશની અખંડિતતા માટે કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કર્યું છે.ભારત જોડો યાત્રા બાદ હાથથી હાથ જોડો યાત્રાદેશમાં કોંગ્રેસ દ્રારા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા ચાલી…
Today Gujarati News (Desk)સુરત શહેરમાં સાયકલ ટ્રેકનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને તેના અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત મહાનગરપાલિકા, સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં પહેલીવાર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે વહેલી સવારે કડકડતી ઠંડીમાં દસ હજારથી વધુ લોકો સાયકલ લઈને સાયક્લોથોન ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. ભારે ઉત્સાહભેર આવેલા સાયકલ સવારોએ મ્યઝુમકના સથવારે સાયકલની સવારી કરી હતી. આ સાયક્લોથોનમાં પાલિકા કમિશનરે પણ સાયકલ ચલાવી હતી.રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને નવસારીના સાંસદ- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીલી ઝંડી આપ્યા બાદ સુરતની પહેલી સાયક્લોથોન થઈ હતી. આજે સવારે…
Today Gujarati News (Desk)આગામી તા. 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટને હાઈઍલર્ટ કરવામાં આવ્યો છે. મોટા ભાગે 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના આ રાષ્ટ્રીય તહેવારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી હંમેશા એરપોર્ટ હાઈઍલર્ટ કરવામાં આવે છે. જેથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે અમદાવાદ એરપોર્ટને હાઈઍલર્ટ કરવામાં આવ્યો છે. જેથી રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જેથી કરીને આજથી આગામી 30 જાન્યુઆરી સુધી અમદાવાદ એરપોર્ટને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે.એરપોર્ટ પર ટર્મિનલમાં ડોગ સ્ક્વૉડની ટીમ પણ તૈનાત કરી દેવાશેઅમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને 30મી સુધી હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે. જેથી હવે બહારથી આવતા મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર બે વાર ચેકિંગ કરવામાં આવશે.…
Today Gujarati News (Desk)રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એવી અપેક્ષા હતી કે ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ આજે કોઈ નિર્ણય લઈ શકે છે. તેમણે આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કુસ્તી સંઘની એક કાર્યકારી બેઠક બોલાવી હતી. જો કે આજે અચાનક આ બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રમત મંત્રાલયના પ્રતિબંધને કારણે બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બેઠક 4 અઠવાડિયા સુધી નહીં થઈ શકે. આજે નક્કી થયેલી બેઠકમાં બ્રિજભૂષણ કારોબારી સભ્યો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાના હતા. આ બેઠક રદ્દ થવા અંગેની માહિતી બ્રિજ ભુષણ સિંહે પોતાના સોશિયલ સાઈટ પરથી આપી હતી.શું હતો મામલો? જંતર-મંતર…
Today Gujarati News (Desk)અમેરિકામાં (America) વારંવાર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની હત્યાના સમાચાર આવતા રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર અમેરિકામાં એક ગુજરાતીની (Gujarati) હત્યા થયાનું સામે આવ્યુ છે. મૂળ કરમસદના પીનલ પટેલની અમેરિકાના એટલાન્ટામાં ગોળી વાગતા મોત થયુ છે. ઘરમાં લૂંટ કરવા આવેલા 3 શખ્સોએ ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના એટલાન્ટા સીટીમાં રહેતા મૂળ કરમસદના યુવકની કરપીણ હત્યા થઈ છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો હતો. પરિવાર જ્યારે બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે…
Today Gujarati News (Desk)અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં આવેલા જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા અથવા કોઈ ચીજ વેચતા અનેક બાળકો નજરે પડતા હોય છે. આવા બાળકો ભિક્ષાને બદલે શિક્ષા મેળવે એવા સ્વચ્છ આશયથી AMC સંચાલિત સ્કૂલ બોર્ડ, ગુજરાત હાઇકોર્ટના લીગલ સેલ ઓથોરિટી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે માર્ચ 2022 માં 10 સિગ્નલ બસ શરૂ કરાઈ હતી. શહેરના ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા બાળકો માટે શરૂ કરાયેલું આ અભિયાન રંગ લાવી રહ્યું છે. પરંતુ હજુ પણ અનેક બાળકો અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માગતા નજરે પડી રહ્યા છે. જે અંગે ઝી 24 કલાકે જુદા જુદા ટ્રાફિક સિગ્નલ પર હાલની સ્થિતિની કરી…
Today Gujarati News (Desk)ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં પવનની દિશા બદલાતા કાતિલ ઠંડીનો (Gujarat Winter Forecast) અહેસાસ ગુજરાતીઓને થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે. આ સિવાય ઠંડા પવન પણ ફૂંકાશે. બે દિવસ માવઠુ થઈ શકે છે. 23થી 29 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે.3-4 માર્ચથી ગરમી શરૂ થશેઅંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી…
Today Gujarati News (Desk)બાંકા: મુસ્લિમ છોકરાને એ જ ગામની હિન્દુ છોકરી સાથે પ્રેમ કરવો મોંઘો પડ્યો હતો. આ કેસમાં યુવતી અને તેના પરિવારના સભ્યો દ્વારા પ્રેમીની હત્યા કરવાના મામલે યુવતી સહિત તેના પિતા અને બે ભાઈઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઘટના બાંકા જિલ્લાના ધોરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહિલા ગામની છે.આ ઘટના 13મી જાન્યુઆરીની મોડી રાતની જણાવવામાં આવી રહી છે. આ પ્રેમી મોહમ્મદ તનવીરને તેના જ ગામના દિલીપ યાદવની પુત્રી સાથે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બંને સતત ફોન પર વાત કરતા હતા. આ વાતથી યુવતીના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. સગાંવહાલાં દ્વારા યુવતીના લગ્ન પણ અન્ય…
Today Gujarati News (Desk)રેસલિંગ ફેડરેશને યૌન ઉત્પીડનના આરોપો પર રમત મંત્રાલયને જવાબ મોકલ્યો છે. ખેલ મંત્રાલય પાસે દ્વારા 72 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો હતો. મંત્રાલયને મોકલવામાં આવેલા તેના જવાબમાં, કુસ્તી મહાસંઘે ખેલાડીઓના ધરણાને વ્યક્તિગત હિત અને વર્તમાન મેનેજમેન્ટને દૂર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ફેડરેશને એમ પણ કહ્યું છે કે, આ ફેડરેશન અને પ્રમુખને બદનામ કરવાનું ષડયંત્ર છે.યૌન ઉત્પીડનના આરોપો પર કુસ્તી મહાસંઘે લખ્યું કે, જે રીતે વિરોધીઓ અને કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, એવું લાગે છે કે કેટલાક કુસ્તીબાજો વ્યક્તિગત માટે ષડયંત્ર હેઠળ એસોસિએશનની છબી ખરાબ કરી રહ્યા છે. મેળવે છે અને તેઓ તેમના…
Today Gujarati News (Desk)મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં સૈનિક હોવાનો ઢોંગ કરીને પ્રવેશવા બદલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પીએમ મોદી ગુરુવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પહોંચવાના હતા. નવી મુંબઈનો આ 35 વર્ષીય વ્યક્તિ પણ ત્યાં હાજર હતો. આરોપીએ પોતાને આર્મીની ગાર્ડ્સ રેજીમેન્ટના નાઈક હોવાનો દાવો કરીને ઉચ્ચ સુરક્ષાવાળા VVIP વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને તેના પર શંકા હતી, પરંતુ પીએમ મોદી ત્યાં પહોંચે તેના લગભગ 90 મિનિટ પહેલા તે પકડાઈ ગયો હતો.આ માહિતી આપતા મુંબઈ પોલીસના ડીસીપી ગેડમ દીક્ષિતે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ રામેશ્વર મિશ્રા છે. 19 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યાની…