Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)અમેરિકાના કેલિફોર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો છે. હકીકતમાં, લોસ એન્જલસના સ્થળ પર ચાઇનીઝ ચંદ્ર નવા વર્ષ પર એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન ફાયરિંગ થયું હતું જેમાં ઘણા લોકોને ગોળી વાગી હતી. ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.મળતી માહિતી મુજબ, આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવારે રાત્રે બનેલી ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવાલો સંભાળ્યો હતો. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જાણવા મળી રહ્યું છે કે ફાયરિંગ મોન્ટેરી પાર્કમાં આયોજીત ચીની ન્યૂ યર સમારોહની જગ્યાની આસપાસ રાત્રે 10 કલાક બાદ થઈ. આ પહેલા શનિવારના…
Today Gujarati News (Desk)બી-ટાઉનની ગલીઓમાં ફરી એકવાર શરણાઇઓ ગૂંજવા તૈયાર છે. બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના (KL Rahul) લગ્નના સમાચાર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ કપલ બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. તેમના લગ્નની તૈયારીઓ પણ પૂરજોશમાં કરવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આથિયા અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના (Sunil Shetty) ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર સાત ફેરા લેવાના છે. હવે આને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આથિયા અને કેએલ રાહુલનો ભવ્ય મંડપ સજાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)ઘર માટે મંદિર બનાવવા માટે વિવિધ પ્રકારની સામગ્રી અને શૈલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લોકો તેમના ઘરોમાં મંદિર બનાવવા માટે લાકડા, આરસ, ગ્રેનાઈટ વગેરેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, શું આ વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય છે? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સામગ્રી કેટલી યોગ્ય છે. ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર ઉત્તર-પૂર્વ ખૂણામાં મંદિર બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આ દિશામાં મંદિર બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા સ્થળની નીચે પથ્થરની સ્લેબ ન લગાવવી જોઈએ.વાસ્તુ અનુસાર, પૂજા સ્થળની નીચે પથ્થરનો સ્લેબ લગાવવાથી તમે દેવામાં ફસાઈ શકો છો. પથ્થરને બદલે, તમે લાકડાના સ્લેબ અથવા એક અલગ…
Today Gujarati News (Desk) આજે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટ્યું છે. 2022માં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણનો પ્રવાહ 90 ટકા ઘટીને રૂ. 459 કરોડ થશે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે.2021માં ગોલ્ડ ETFમાં રૂ. 4,814 કરોડ અને 2020માં રૂ. 6,657 કરોડનું રોકાણ આવ્યું હતું. જોકે, ગોલ્ડ ઇટીએફનો એસેટ બેઝ અને રોકાણકારોના ખાતા અથવા ફોલિયોની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીએ 2022માં વધારો થયો છે.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કારમાં પિસ્ટલ લઈને જતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે પૂછપરછ બાદ હોટલ માલિકનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે બે આરોપી સાથે પિસ્ટલ અને 5 જીવતા કાર્ટુસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સુરત પોલીસ પોતાની કાર્યવાહી હાથ ધરીસુરત શહેરમાં દિવસેને દિવસે હત્યાના ગુના વધી રહ્યા છે. સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત સુરતની sogપોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં એક યુવક પાસે પોસ્ટલ છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સરથાણા વિસ્તારના…
Today Gujarati News (Desk)શહેરમાં પાડોશી વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વિજય વાડીમાં પાડોશીએ ઠપકો આપતા આખા પરિવારે બાંધીને માર માર્યો હોવાની ઘટના બની છે. એક વ્યક્તિને બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.શહેરમાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હતો. દાવો છે કે, રિક્ષાચાલકે પાડોશમાં રહેતા દીપક નામના શખ્સને દારૂની પોટલીઓ ફળિયામાં ફેંકવા બાબતે ઠપકો આપ્યો હતો. જોકે, ત્યાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. દીપકનો પરિવાર એકઠો…
Today Gujarati News (Desk)નડિયાદ: સુરતમાં બનેલી ગ્રીષ્માકાંડની ઘટનામાંથી ટાઢક મળી નથી, ત્યાં ઉમરેઢમાં યુવતીની હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી. ગળું કાપીને ઘરને તાળું મારી યુવક ભાગી ગયો હતો. યુવતીએ બૂમો પાડતાં સ્થાનિકોએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં યુવતી બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી.આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ઉમરેઠની કાછિયાપોળમાં ગઈકાલે જ યુવક- યુવતી રહેવા આવ્યા છે, પરંતુ બન્ને વચ્ચે બપોરના સમયે અણબનાવ થતા યુવકે યુવતીના ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગળામાં ઘા મારી બાથરૂમમાં…
Today Gujarati News (Desk)એક રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી એક આરોપી કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ પકડાયેલી મહિલા આરોપી હેલ્થ કેર કંપનીની સીઈઓ અને કેટરિંગ ના વ્યવસાય સાથે જોડાયેલા આરોપી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી અન્ય ત્રણ વ્યાજખોરને પકડવા તજવીજ હાથ ધરી છે.પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણેય આરોપીઓ વાઈટ કોલર ક્રિમિનલ એટલે કે વ્યાજખોરો છે. જેઓએ ₹ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાનો હિસાબ બતાવી ફરિયાદી પાસેથી 13 કરોડ 31 લાખની…