Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)શહેરનાં દશરથ વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠંડીમાં તાપણું કરીને સૂઇ ગયેલા દંપતીનું ગુંગળાઇ જવાને કારણે મોત નીપજ્યું છે. આ અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરનાં કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા 49 વર્ષનાં વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે. તેઓ આ ઘરમાં પણ અવરજવર કરતા હોય છે.વિનોદભાઇ અને તેમના પત્ની ઉષાબેન ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં સૂવા માટે આવ્યા હતા. જ્યાં તેમને ઘણી ઠંડી લાગી રહી…
Today Gujarati News (Desk)આજકાલ બાળકોના અપહરણની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે, ત્યારે સુરતમાં એક આવી જ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટના બની છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મહિધરપુરા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલ રુવાલા ટેકરા પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. બાળકીનું પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે…
Today Gujarati News (Desk)ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 3 એપ્રિલ 2023 ને સોમવારે ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાય છે. ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 3 એપ્રિલ, 2023 સોમવારના રોજ ગુજકેટ (GUJCET 2021) ની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાનો સમય 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC…
Today Gujarati News (Desk)ભરૂચ LCBના બે કોન્સ્ટેબલો દ્વારા જાસૂસીકાંડનો મામલો હવે નવા નવા વળાંકો લઈ રહ્યો છે. ગુજરાત પોલીસનો આ સૌથી મોટો જાસૂસીકાંડનો રેલો ક્યાં જઈને અટકશે. કારણ કે, આ થકી અનેક અધિકારીઓ અને કર્મચારીઓના પગ તળે રેલો આવી શકે છે. ત્યારે જાસૂસીકાંડમાં મોટો ખુલાસો થયો છે. છેલ્લા દોઢ વર્ષથી કોન્સ્ટેબલ મયુર અને અશોક લોકેશન કઢાવતા હતા. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને કોન્સ્ટેબલોએ પોલીસે મોબાઈલ કંપનીઓ પાસેથી કોના કોના લોકેશન કઢાવ્યા તેની વિગતો માંગી હતી. બંને કોન્સ્ટેબલોએ અત્યારસુધી લોકેશન કોના કોના કાઢ્યા એ ડેટા પણ ડિલીટ કરી નાંખ્યા છે. જેથી સાપ જતો રહે પણ લિસોટા પણ ન મળે…
Today Gujarati News (Desk)બજેટ સત્રની શરૂઆત પહેલા મોદી કેબિનેટમાં કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. કયા ચહેરાઓને સ્થાન મળશે અને કયા બાકાત રહેશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે.. જો કે કોને સ્થાન આપવું અને કોને બાકાત કરવા આ અંગે હાલમાં પીએમ મોદી અને અમિત શાહ સિવાય જેપી નડ્ડા કે બીએલ સંતોષ જાણતા હશે. પરંતુ વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકારમાં જે મંત્રીઓની ઉંમર વધી છે. તેને બાકાત કરાય તો કોઈ નવાઈ નહીં. મોદી સરકારમાં 75 વર્ષની ઉંમરને આધાર ગણવામાં આવી રહી છે. હાલમાં આવા 10 થી વધુ મંત્રીઓ છે જેમની ઉંમર 70 વર્ષથી…
Today Gujarati News (Desk)ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની અંતિમ મેચ ઈંદોરમાં રમાશે. 24 જાન્યુઆરીના રોજ રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયા નેટ્સ પર ખૂબ પ્રેક્ટિસ પણ કરતી નજર આવી રહી છે.ન્યુઝીલેન્ડ સામે 3 વન ડે મેચોની સિરીઝમાં સૂર્યકુમાર યાદવ પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. આ દરમિયાન મેચના એક દિવસ પહેલા એટલે કે, 23 જાન્યુઆરીના રોજ સવારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સહિત બોલર કુલદિપ યાદવ અને વોશિંગ્ટન સુંદર ઉજ્જેનના બાબા મહાકાલ મંદિરે પહોંચ્યા હતા. ત્રણેયે બાબા મહાકાલનો જળ અભિષેક કર્યો ભગવાન મહાકાલ મંદિર ગર્ભગૃહમાં ભસ્મ આરતી દર્શન બાદ ત્રણેયે મહાકાળનો જળ અભિષેક કર્યો. ત્યાં હાજર પંડિતોએ હર હર મહાદેવનો જય…
Today Gujarati News (Desk)બોલીવુડ સુપરસ્ટાર કરીના કપૂરે ‘બોયકોટ બોલીવુડ’ ટ્રેન્ડ મુદ્દે રવિવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, હું તેનાથી બિલકુલ સહમત નથી. કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, જે આવું થશે તો આપણે મનોરંજન કેવી રીતે કરીશું. તમારા જીવનમાં આનંદ અને ખુશી કેવી રીતે મળશે જે મને લાગે ત્યાં સુધી દરેકને જોઈએ છે. જો ફિલ્મો નહીં હશે તો મનોરંજન કેવી રીતે થશે. તેની આ ટિપ્પણી શાહરૂખ ખાનની આગામી રિલીઝ ફિલ્મ ‘પઠાણ’ના ગીતને લઈને બહિષ્કારના આહવાન વચ્ચે આવી છે. જેમાં ‘બેશરમ ગીત’ માં દિપીકા પાદુકોણને એક નારંગી રંગના કપડામાં બતાવવામાં આવી છે. જે ટિકાકારોના મતે હિંદુ ધર્મમાં પવિત્ર…
Today Gujarati News (Desk)ભારતીય નૌકાદળમાં સ્વદેશી નિર્મિત છ કલવરી ક્લાસ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત સામેલ કરવામાં આવશે. જેમની પહેલી ચાર સબમરીનનો ભારતીય નૌકાદળમાં સમવેશ કરી દેવામાં આવ્યો છે. પાંચમી કલવરી ક્લાસ સબમરીન ‘INS વાગીર’ આજે ભારતીય નૌકાદળમાં જોડાવા જઈ રહી છે. આ આયોજિત સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ સબમરીન ‘વાગીર’ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. તેનું નિર્માણ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.MDLએ નવેમ્બર 2022માં આ પાંચમી સબમરીન નૌકાદળને હસ્તે આપી હતી. કમાન્ડિંગ ઓફિસર જણાવ્યું હતુ કે, આ સબમરીન નૌકાદળ અને દેશની સુરક્ષા જરૂરિયાતોને સંતોષવા સંપૂર્ણ રીતે તૈયાર છે.…
Today Gujarati News (Desk)લદાખના સમાજ સુધારક સોનમ વાંગચુક દેશભરમાં જાણીતા છે. તેમના જીવનથી પ્રેરાઈને જ બોલિવૂડ ફિલ્મ ૩ ઈડીયટ્સ બનાવાઈ હતી જેમાં અભિનેતા આમિર ખાને ફુંગ સૂક વાંગડુનું પાત્ર ભજવ્યું હતું. સોનમ વાંગચુકે તાજેતરમાં વડાપ્રધાન મોદીને લદાખની સુરક્ષા સુનિશ્ચિત કરવા આગ્રહ કર્યો હતો કેમ કે કેટલાક અભ્યાસોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર વિલુપ્ત થવાની અણીએ પહોંચી ગયા છે તેવી ચેતવણી ઉચ્ચારાઈ હતી. સોનમ વાંગચુકે કહ્યું લદ્દાખને બચાવવાના પ્રયાસો જરૂરીએક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં સોનમ વાંગચુકે કહ્યું હતું કે જો આ રીતે જ બેદરકારી દાખવવામાં આવતી રહેશે અને લદાખને બચાવવાના પ્રયાસો નહીં કરાય તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. જેના લીધે…
Today Gujarati News (Desk) 7th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષ 2023 ખુબ મહત્વનું રહેવાનું છે. એક તરફ વર્ષની શરૂઆત તેના વધેલા મોંઘવારી ભથ્થા (Dearness allowance)થી થશે. તો આવનારા બજેટમાં તેના માટે બે જાહેરાત થઈ શકે છે. 31 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees)માટે મોંઘવારી ભથ્થાનો આંકડો (AICPI Index) આવી જશે. તેનાથી ખબર પડશે કે ડીએમાં કેટલો વધારો થશે. તો 1 ફેબ્રુઆરીએ જ્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Budget 2023) બજેટ વાંચી રહ્યાં હશે તો સરકારી કર્મચારીઓ માટે બે જાહેરાત થઈ શકે છે. પહેલી જાહેરાતથી તેને થોડી રાહત મળી શકે છે. જ્યારે બીજી જાહેરાત તેના પર ભાર વધારનારી હશે.…