Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા.2જી ફ્રેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. આ સમારંભમાં 48,881 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવનાર છે. ત્યારે GTUના પૂર્વ કુલપતિ અને વર્તમાન રજિસ્ટ્રારનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. તેમણે 2022ના પદવીદાનમાં GTUના પૈસે પોતાની પત્નીઓને સાડી અપાવી હોવાનો RTIમાં ખુલાસો થયો છે. RTIના જવાબમાં પર્દાફાશ થવા પામ્યોઆ પદવીદાન સમારંભમાં યુનિવર્સીટીના પદાધિકારીઓ સહિત ફેકલ્ટી, ડીનની અલગ ઓળખ માટે ડ્રેસકોડ આપવામાં આવતો હોય છે. તેમાં પુરુષોને કોટી કે કોટ તેમ જ મહિલાઓને સાડી આપવામાં આવતી હોય છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પદાધિકારીઓમાં પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરે તેમની ધર્મપત્નીઓને પણ મોંઘીદાટ સાડીઓ…
Today Gujarati News (Desk)સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને નિરીક્ષણ ક્ષમતા તથા યુદ્ધ ક્ષમતાને મજબૂત કરવા 130 આધુનિક ડ્રોન સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે જ આર્મી સૈન્ય સહાયક ઉપકરણોની સાથે 100 રોબોટિક મ્યૂલ પણ ખરીદશે. આ હથિયાર ભારતીય સૈન્યમાં સામેલ થતાં જ આપણા જવાનો તમને ‘Iron Man’ની જેમ સરહદે ઉડતા પણ જોવા મળશે. ચીન સાથેની ખેંચતાણ બાદથી આર્મી સરહદે ચોક્સાઈ વધારવા અનેક પ્રયાસો કરી રહી છે. ફાસ્ટટ્રેક પ્રક્રિયા હેઠળ ખરીદાશે અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટીથર્ડ ડ્રોનને બાય ઈન્ડિયન કેટેગરીમાં ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ ઈમરજન્સી પર્ચેઝ હેઠળ ખરીદાઈ રહ્યા છે. આ કેટેગરી હેઠળ 48 જેટપેક…
Today Gujarati News (Desk)કેન્દ્ર આગામી બજેટમાં મુક્તિ વિના નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જેમાં ઘણી દરખાસ્તોની તપાસ કરવામાં આવી રહી છે તેમાંથી વધુ સ્લેબ ઉમેરવાનો છે જેથી દરેક સ્લેબમાં આવકની સીમા સાંકડી હોય એવું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.કેન્દ્ર તેની આસપાસ અનેકવાર ચર્ચાઓ કરી રહ્યું છે. આ બાબતનાં જાણકાર એક વ્યક્તિએ છાપાને જણાવ્યું હતું કે, “વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, અને સુધારેલી યોજના માટે બજેટની રાહ જોવી પડશે.” ચર્ચાઓ મોટે ભાગે બે પાસાઓની આસપાસ ફરતી હતી. એક, આવકવેરાની નવી વ્યવસ્થા પર, જે તેને સરળ રાખીને વધુ સ્વીકાર્ય છે. બીજું, મોટી સંખ્યામાં વ્યક્તિઓનો બદલાવ મહેસૂલ-તટસ્થ હોવો જોઈએ.”સૌ…
Today Gujarati News (Desk)હાલ વિદેશોમાં ગુજરાત અને ગુજરાતીઓની ભારે બોલબાલા છે, મોદીનું ગુજરાત ઘણી બધી વસ્તુઓ માટે જાણીતું છે અને તેમાય ખાસ કરીને જયારે વિવિધ વાનગીની વાત નીકળે તો તેમાં પણ ગુજરાતી ડીશોએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અને સાથે જ ગુજરાત ખાસ વિદેશીઓને હોલી ડે માટે પણ આકર્ષે છે., ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર ખાસ ગુજરાતમાં ખાસ ટ્રાય કરવા જેવી ડીશનુ અને જોવા લાયક સ્થળોનું રેકમન્ડેશન માંગ્યું હતું. ‘અતિથી દેવો ભવ:’ એ ભારતની સંસ્કૃતિનો એક મોટો ભાગ છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત તેની એક આગવી ઓળખ…
Today Gujarati News (Desk)ભારતે પૂર્વ લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ પોઈન્ટ પર પકડ જ ગુમાવી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના રિપોર્ટમાં આ ચિંતાજનક ખુલાસો થયો છે. એક અહેવાલ અનુસાર લદ્દાખના મુખ્ય શહેર લેહના પોલીસ સુપ્રીન્ટેડન્ટ પી.ડી. નિત્યાએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે હાલમાં કારાકોરમકારાકોરમ પાસથી ચુમુર સુધી 65 પીપી(પેટ્રોલિંગ પોઈન્ટ) છે જ્યાં ભારતીય સુરક્ષાદળ(આઈએસએફ)એ નિયમિત રીતે પેટ્રોલિંગ કરવાની જરૂર હતી. ગત અઠવાડિયે પોલીસ અધિકારીઓના વાર્ષિક સંમેલનમાં આ રિપોર્ટ રજૂ કરાયો હતોમાહિતી અનુસાર 65 પીપીમાંથી 26 પીપી(એટલે કે પીપી નંબર 5-) પર આપણી હાજરીનો અંત આવી ગયો છે. 5-17, 24-32, 37 પર ભારતીય સુરક્ષાદળો દ્વારા કોઈ પેટ્રોલિંગ ન કરાતા આવી…
Today Gujarati News (Desk)વિશ્વ ક્રિકેટ ઈતિહાસને નવા આયામ આપનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે નવા આયામ સર કરવા જઈ રહી છે. પુરૂષ IPLની ભવ્ય સફળતા બાદ હવે ભારતમાં મહિલા IPLના મંડાણ થઈ રહ્યાં છે. વિશ્વ ક્રિકેટની શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓ હવે ભારતમાં મેચ રમતા જોવા મળશે. BCCIએ મહિલા IPLની ટીમોના ઓક્શનનું પરિણામ જાહેર કર્યું છે.𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.The combined bid valuation is INR 4669.99 CrA look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH— BCCI (@BCCI) January 25, 2023 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લાંબી રાહ જોયા બાદ આખરે મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગની જાહેરાત કરી છે.…
Today Gujarati News (Desk)ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ મુજબ વિવિધ કાયદાની જોગવાઈ છે. જેમાં પુર ઝડપે વાહન હંકારવુ, વગર કારણે જોર જોરથી હોર્ન વગાડવું, ગાડીના કાગળ, પીયુસી વગેરે બાબતે ચોક્કસ નિયમોની જોગવાઈ છે. ભારત સરકાર દ્વારા કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક નિયમો બનાવેલ છે. ભારતીય મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચાલકે વાહનના કાગળો સાથે રાખવા તેમજ વાહન ચાલકે પીયુસી, વીમાના કાગળો સાથે રાખવા કાયદાની જોગવાઈમાં દર્શાવેલ છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન બાબતે ચોક્કસ નિયમોની જોગવાઈ છેભારતીય મોટર વ્હીકલ એક્ટ મુજબ પુર ઝડપે વાહન હંકારવુ, જોર જોરથી હોર્ન વગાડવું, ગાડીના કાગળ સાથે રાખવા, પીયુસી વગેરે બાબતે ચોક્કસ નિયમોની જોગવાઈ…
Today Gujarati News (Desk)પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા નિમાયેલી રાષ્ટ્રીય કડકાઈ સમિતિએ હવે દેશના લોકોને જ ડામ આપવાનું શરૂ કર્યું છે. સરકારની આ સમિતિએ સરકારી કર્મચારીઓના પગારમાં જ ૧૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.મંત્રી અને સલાહકારોની સંખ્યા પણ ૩૦ કરી દેવાશે તેની સાથે જ મંત્રાલય અને ડિવિઝનનો ખર્ચ પણ 15% ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. ફેડરલ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને સલાહકારોની સંખ્યા પણ ૭૮થી ઘટાડીને ૩૦ સુધી લાવી દેવામાં આવશે. આ ભલામણો અંગે અહેવાલ તૈયાર કરીને સમિતિ તેને વડાપ્રધાન શાહબાઝ શરીફને મોકલી શકે છે. જે અંગે વડાપ્રધાન જ નિર્ણય લેશે. આઈએમએફથી વધુ એક હપ્તો ઈચ્છે છે પાકિસ્તાનમાહિતી અનુસાર જે મંત્રીઓને…
Today Gujarati News (Desk)ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)માં મહામારી વિજ્ઞાન અને ચેપી રોગોના પૂર્વ પ્રમુખ ડૉ. રમન ગંગાખેડકરે કહ્યું છે કે કોરોના વાઈરસ અને તેના સ્વરુપો અંગે વર્તમાન પુરાવાઓને જોતા કોરોનાવિરોધી વેક્સિનના ચોથો ડૉઝ આપવાની જરૂર નહીં પડે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ કોરોનાના બે ડૉઝ અને બુસ્ટર ડૉઝ પણ લઈ લીધો છે તો તેનો અર્થ એ છે કે તેની ટી-શેલ પ્રતિરોધક સિસ્ટમને ત્રણ વખત ટ્રેનિંગ અપાય છે. એટલે કે હવે તેને ચોથો ડૉઝ આપવાની જરૂર નહીં પડે. મુખ્ય વાઈરસ એટલો બદલાયો નથીતેમણે કહ્યું કે મુખ્ય વાઈરસ એટલો બદલાયો નથી કે એક નવા વેક્સિન ડૉઝની જરૂર પડે એટલા…