Author: todaygujaratinews

Today Gujarati News (Desk)સુપર સ્ટાર શાહરુખ ખાનની પઠાણે ઓપનિંગ ડે પર બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. આ મૂવીએ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે સુનામી લાવી દીધી છે. દરમિયાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને પઠાણ ફિલ્મની સફળતા અંગે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.સુહાના ખાને ઈન્સ્ટા સ્ટોરી પર પૂજા દદલાણીના ઈન્સ્ટાગ્રામ પોસ્ટને બીજીવાર શેર કરી છે. જેમાં પઠાણના કલેક્શનની જાણકારી છે. ફિલ્મના પોસ્ટરની સાથે લખ્યુ છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ, પઠાણ ફિલ્મના પહેલા દિવસે વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 106 કરોડ રૂપિયા. સુહાના ખાને આ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં આંખોમાં આંસુવાળી ઈમોજી શેર કરી છે. આ રીતે સુહાનાએ હિંટ…

Read More

Today Gujarati News (Desk)અંડર-19 મહિલા વર્લ્ડકપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે પોચેફસ્ટ્રમના સેનવેસ પાર્કમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કચડી નાખ્યું. હવે ફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલમાં જીતનાર ટીમ સાથે થશે. ભારતીય ટીમને જીત માટે 108 રનનું લક્ષ્ય મળ્યું હતું ભારતીય ટીમને જીત માટે 108 રનનું લક્ષ્ય મળ્યું હતું જેને તેણે 14.2 ઓવરમાં પ્રાપ્ત કરી આ વિજય પ્રાપ્ત કર્યો હતો. શ્વેતા સેહરાવતે ફરી એકવાર દમદાર ખેલ બતાવતા ૪૫ બોલમાં અણનમ 61 રન કર્યા હતા જેમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સૌમ્યા તિવારીએ 22 રનની ઇનિંગ રમી હતી.…

Read More

Today Gujarati News (Desk)ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય L-1નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં કરવા જઈ રહ્યું છે. આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસક્રાફટ મોકલવામાં આવશે. ISROના વડા ડૉ. એસ. સોમનાથે તાજેતરમાં આ જાહેરાત કરી હતી. હાલના તેને લઇ માહિતીમાં બીજી મહત્વપૂર્ણ બાબત એવી છે કે સ્પેસક્રાફટ માટે પેલોડ વિઝિબલ લાઇન એમિશન કોરોનાગ્રાફ ISROને આપવામાં આવ્યો. આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલુ છે. VELCએ આ સૂર્યયાનનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક પેલોડ છે. VELCને બનાવવામાં 15 વર્ષથી વધુ સમયગાળો લાગ્યા છે. તે માટે આને ખૂબ જ જટિલ પેલોડ ગણવામાં આવે છે.આ મિશનનું નામકરણ કેવી રીતે થયું ભારતના આ સૂર્યયાન મિશનમાં…

Read More

Today Gujarati News (Desk)એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઈફસાયન્સ લિમિટેડનો આઈપીઓ 19 જાન્યુઆરી સુધી દાવ લગાવવા માટે ઓપન હતો. જે રોકાણકારોએ આ આઈપીઓ માટે બિડ લગાવી હતી, તેઓ હવે લિસ્ટિંગ તારીખની રાહ જોઈ રહ્યા છે. 30 જાન્યુઆરીએ આઈપીઓ લિસ્ટ થાય તેવી શક્યતા છે. જાણકારી અનુસાર, આ કંપનીના શેર એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.ગ્રે માર્કેટમાં શું ચાલી રહ્યો છે ભાવ?શેરબજાર જાણકારોના પ્રમાણે, Aristo BioTechના શેર ગ્રે માર્કેટમાં 51 રૂપિયાના પ્રીમિયમ ભાવ પર ઉપલબ્ધ છે. તેની ઈશ્યૂ કિંમત 72 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ હિસાબથી 123 રૂપિયા પર શેરોની લિસ્ટિંગ થઈ શકે છે. એટલે કે પહેલા દિવસે જ રોકાણકારોને 70.83 ટકાનો નફો…

Read More

Today Gujarati News (Desk)શાહરૂખ ખાનના (Shahrukh khan) ફેન્સ આખી દુનિયામાં છે. લોકો તેની એક ઝલક મેળવવા માટે તેના બંગલા મન્નતની બહાર કલાકો સુધી ઉભા રહે છે. તેની ફિલ્મ ‘પઠાણ’ રીલિઝ થઈ અને પહેલા જ દિવસે ફેન્સની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ ખુશીની ઉજવણી કરવા તે મન્નતની બહાર ભેગા થયા હતા. આ ભીડમાં ‘બિગ બોસ 16’ના એક્સ કન્ટેસ્ટન્ટ અબ્દુ રોજિક (Abdu Rozik) પણ જોવા મળ્યો હતો.પોતાને શાહરૂખનો ફેન ગણાવતો અબ્દુ તેની વિશલિસ્ટ નોટ પણ હાથમાં લઈને પહોંચ્યો હતો, જેમાં કિંગ ખાનને એકવાર મળવાની તેની ઈચ્છા લખેલી હતી. હવે અબ્દુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના…

Read More

Today Gujarati News (Desk) દેશમાં ટોચના નેતાઓની સુરક્ષા પાછળ વિવિધ એજન્સીઓ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે આમ છતાં તેમની સુરક્ષામાં ચૂકના કિસ્સા બનતા રહે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની છે. આ મામલો બન્યા બાદ ખળભળાટ મચી ગયો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પંજાબ અને કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પણ ચૂકના કિસ્સા બન્યા હતા.વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, આમ છતાં તેમના કાર્યક્રમના સ્ટેજ પાસે અચાનક ડ્રોન ઉડતું દેખાતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ મામલે તાત્કાલિક જરુરી કાર્યવાહી…

Read More

Today Gujarati News (Desk)રાજ્યકક્ષાના શિક્ષણ દ્વારા સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. અડાજણના રામ નગર ઝૂલેલાલ મંદિરની સામે અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગરીબોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવી રહ્યું છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ સુરતના જુલેલાલ મંદિર સામે રામનગર ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રમિકોને પાંચ રૂપિયામાં ગુણવત્તા યુક્ત પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. કોરોનાની મહામારીમાં આ યોજના બંધ થઈ હતી પરંતુ હવે ફરીથી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ સુરતમાં કરાવવામાં આવ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે સાથે રામનગર ખાતે ઇ-શ્રમ કાર્ડ…

Read More

Today Gujarati News (Desk)સામાન્ય માણસને મોંઘવારી મુદ્દે મોટી રાહત મળવાની આશા છે કેમ કે ઘઉંના ભાવમાં ઘટાડો થવાના અણસાર છે. સૂત્રો અનુસાર સરકારે ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાનો જે નિર્ણય લીધો છે તેનાથી ઘઉં અને ઘઉંના લોટની કિંમતોમાં 4થી 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો આવી શકે છે. રિપોર્ટ અનુસાર ઘઉં અને તેના લોટની વધતી કિંમતો પર નિયંત્રણ માટે સરકારે બુધવારે પોતાના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો. આ ઘઉંને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આગામી 2 મહિનામાં વિભિન્ન માધ્યમોથી વેચવામાં આવશે.લોટ મિલ માલિકોને ઘઉં વેચવામાં આવશેઆ ઘઉં લોટ મિલ માલિકોને ઈ-નિલામી દ્વારા…

Read More

Today Gujarati News (Desk)હાલમાં પણ યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ તેની લેપર્ડ-2 ટેન્ક મદદરૂપે યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી રશિયા ભડક્યો હતો. આ અહેવાલ આવતા જ રશિયાએ 25 અને 26 જાન્યુઆરીના રોજ યુક્રેનના શહેરો પર એકસાથે 55 મિસાઈલો ઝિંકી દીધી હતી. આ હુમલામાં 11 લોકો મૃત્યુ પામ્યા.5માંથી 47 મિસાઈલો તો નષ્ટ કર્યાનો યુક્રેનનો દાવો બીજી બાજુ યુક્રેનની એરફોર્સે દાવો કર્યો હતો કે અમે ૫૫માંથી 47 મિસાઈલો તો નષ્ટ કરી દીધી હતી. જોકે યુક્રેન સ્ટેટ ઈમરજન્સી સર્વિસ દાવો કરે છે કે 20 મિસાઈલોએ રાજધાની કીવને નિશાન બનાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે ખેરસોન,…

Read More

Today Gujarati News (Desk)વડાપ્રધાન મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’ 2023 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પરિક્ષા પે ચર્ચામાં 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. જેમાં કલા ઉત્સવ સ્પર્ધાના 80 જેટલા વિજેતાઓ અને દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી છે.માતાપિતાએ બાળકોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએદરેક માતા-પિતાએ તેમના બાળકોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ અને બાળકોમાં હીનતાની ભાવનાને પ્રવેશવા ન દેવો જોઈએ.સ્માર્ટ હાર્ડવર્ક કરોપહેલા કાર્યને સમજો. આપણે જે જોઈએ છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો મારે…

Read More