Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ થયો છે. વરસાદ થતા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ભરબપોરે શિયાળામાં માવઠું થતા સમૂહ લગ્નમાં નાસભાગ મચી ગઈ હતી.શહેરના ઈસનપુર વિસ્તારમાં યોજાયેલા સમૂહ લગ્નમાં વિવિધ તૈયારીઓ ચાલી રહી હતી અને જેમાં વરરાજા અને દૂલ્હનને તૈયાર કરવા સહિતની કામગીરી લગ્નમાં જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. આવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને લોકો કશું સમજે તે પહેલા તો તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું.શરુઆતમાં તો લગ્નમાં આવેલા મહેમાનો વરસાદથી બચવા માટે ઝાડ નીચે અને મંડપ નીચે ઉભા રહ્યા હતા પરંતુ…
Today Gujarati News (Desk)શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરા પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી અને ભોગ બનનારનો સંપર્ક પબજી ગેમ રમતા થયો હોવાનું સામે આવ્યું છે. હાલ સગીરા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સગીરાને તેના ઘરેથી હોટલમાં લઈ ગયો હતોશહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરા તેના પરિવારજનો સાથે રહે છે. આ સગીરાનો સંપર્ક થોડા સમય પહેલા એક યુવક સાથે થયો હતો. જે યુવક અને સગીરા વચ્ચે પબજી ગેમ રમતા રમતા સંપર્ક થયો હતો. બાદમાં બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન આ યુવક અમદાવાદ આવ્યો હતો.…
Today Gujarati News (Desk)કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે. ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં અમૃત મહોત્સવની થીમને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે. ક્યારથી ખુલશેઅમૃત ઉદ્યાનનું ઉદ્ધાટન 29 જાન્યુઆરી રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવશે અને 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે. આ ઉદ્યાન ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસના પ્રાંગણમાં આવેલ છે અને તેને મુગલ અને બ્રિટિશ શૈલીનું એક સુંદર મિશ્રણ માનવામાં આવે છે.હજારો પ્રજાતિના ફુલ15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ફુલોની અસંખ્ય પ્રજાતિઓ આવેલી છે અને વર્ષમાં…
Today Gujarati News (Desk)દુનિયાભરમાંથી કટોરો લઈને ભીખ માંગી રહેલા કંગાળ પાકિસ્તાનને તેના નજીકના મુસ્લિમ મિત્ર દેશ સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતે મોટો ઝટકો આપ્યો છે. હાલના દિવસોમાં આ બંને દેશોએ પાકિસ્તાની સરકારને સ્પષ્ટ કહ્યું છે કે, તે કાશ્મીરને ભૂલી જાય અને ભારત સાથે દોસ્તી કરીને વિવાદને ખતમ કરે. એટલું જ નહીં કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના નિર્ણયને લઈને પાકિસ્તાન જે રીતે રઘવાયું થયું છે, તેના પર પણ સઉદી અરબ અને યૂએઈએ શહબાઝ સરકારને મૌન ધારણ કરી લેવા કહ્યું છે. યૂએઈએ તો પાકિસ્તાનના વાંધાઓને સાઈડમાં કરતા કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.પાકિસ્તાની અખબર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના પત્રકાર કામરાન યુસુફના રિપોર્ટમાં…
Today Gujarati News (Desk)વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાય રહ્યા છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણ કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર ,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ પણ થયો છે.રાજ્યના વાતાવરણ પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણની અસર કૃષિ પાક પર પડી રહી છે. શિયાળામાં વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ચિંતા સતાવી…
Today Gujarati News (Desk)ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલશે. પૂર્વમાં બદરીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ 27 એપ્રિલે જાહેર કરવામાં આવી ચૂકી છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આ જાણકારી આપી છે.કપાટ ખુલવાની તારીખોના એલાન બાદ શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે વસંત પંચમીના અવસરે ઉત્તરાખંડના નરેન્દ્ર નગરમાં થયેલી બેઠકમાં પંચાંગ ગણના બાદ વિધિ-વિધાન સાથે બદ્રીનાથના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.બદ્રીનાથ ધામના કપાટ ખુલવાના 15 દિવસ પહેલા ગાડુ ઘડા તેલ કળશ યાત્રા કાઢવામાં આવશે, જેની તારીખ 12 એપ્રિલ 2023 જણાવાઈ રહી છે. બદ્રીનાથ ધામના કપાટ…
Today Gujarati News (Desk)ચારેબાજુ BBC ડોક્યુમેન્ટરીની ચર્ચા અને વિવાદ બંને થઇ રહ્યો છે. તો ક્યારેક કોઇ આ ડોક્યુમેન્ટરીને લઇને વિવાદિત નિવેદન આપી રહ્યું છે. બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનની એક ડોક્યુમેન્ટ્રી પર આ દિવસોમાં દેશમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટરીને વાંધાજનક અને પ્રોપેગેન્ડા ગણાવીને કેન્દ્ર સરકારે દેશમાં તેની લિંક શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ દેશની ઘણી યુનિવર્સિટીઓમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો બીબીસીની આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હંગામો મચાવી રહ્યા છે.આ ડોક્યુમેન્ટરીને લઇને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું છે, કે તેમણે…
Today Gujarati News (Desk)રાજકોટ મેડિકલ કોલેજના PSM વિભાગના વડા ડો, શોભા મિશ્રાનો ઘરમાંથી મૃતદેહ મળી આવતાં તંત્ર દોડતું થયું છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પ્રાથમિક રીતે તેમનું હૃદય રોગના હૂમલાને કારણે અવસાન થયુ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પરંતુ સાચુ કારણ તેમનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. મેડિકલ કોલેજનો સ્ટાફ પણ દોડી આવ્યોપ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ મેડિકલ કોલેજના PSM વિભાગના વડા ડો. શોભા મિશ્રાને તેમની ગોધરા રહેતી દીકરીએ અનેક ફોન કર્યાં હતાં પરતુ તેમણે ફોન રીસીવ કર્યો નહોતો. ત્યાર…
Today Gujarati News (Desk)ગુજરાતમાં કાતિલ ઠંડીએ લોકોને થથરાવી નાંખ્યાં છે. જનજીવન પણ ખૂબજ પ્રભાવિત થયું છે. ઠંડીના કારણે અરવલ્લી જિલ્લામાં વધુ એક ખેડૂતનું મોત થયાની ઘટના સામે આવી છે. માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત નીપજ્યું છે. ગત રાત્રે પતી-પત્ની ખેતરમાં પાણી વાળવા ગયા હતાં. ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું. હવે ખેડૂતો દિવસે વીજળી આપવા માંગ કરી રહ્યાં છે. બે દિવસમાં બે ખેડૂતોના ઠંડીને કારણે મોતમોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાત્રિના સમયે આ ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે…
Today Gujarati News (Desk)રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણની 1111મી જયંતિ સમારોહમાં પીએમ મોદી સામેલ થયા હતા. આ અવસરે પીએમએ કહ્યું કે અહીં કોઈ પીએમ નથી આવ્યો, હું મારા ભક્તિભાવથી એક યાત્રી તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું. હાલ મને યજ્ઞશાળામાં પૂર્ણ આહુતિ આપવાનો સૌભાગ્ય મળ્યો છે જે મારા માટે આ સૌભાગ્યનો મામલો છે કે મારી જેવી સામાન્ય વ્યક્તિને આજે તમારી વચ્ચે આવીને ભગવાન દેવનારાયણને આશીર્વાદ લેવાનું પુણ્ય મળ્યું. પીએમએ કહ્યું – પરિવર્તનને અપનાવવાની જરૂર તેની સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારત ફક્ત એક ભૂભાગ નથી પણ આપણી સભ્યતાની, સંસ્કૃતિની, સદભાવનાની, સંભાવનાની એક અભિવ્યક્તિ છે. દુનિયાની અનેક સભ્યતાઓ સમયની સાથે સમાપ્ત થઈ ગઈ, પરિવર્તનો…