Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk) પેપર લીકની ઘટનાના પડઘા આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટનામાં આરોપીઓના તાર અન્ય રાજ્યો સાથે પણ સંકળાયેલા હોવાની વાત સામે આવી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ઉચ્ચ સ્તરિય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યાલય પર અધિકારીઓ પહોંચ્યા છે. અને સંભવિત સાંજે 3 વાગ્યાની આસપાસ એક પત્ર પરિષદ યોજાઈ શકે છે. જેમાં નવી પરિક્ષાની તારીખ, ઉચ્ચ સ્તરીય કમિટી અને તપાસ સહીતની બાબતો પર માહિતી આપવામાં આવી શકે છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જવાબદારોને છોડવામાં નહીં આવે. પરીક્ષા રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં…
Today Gujarati News (Desk)આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે જાતજાતની મહેનત કરતા હોય છે. કોઇ જીમાં જાય છે તો કોઇ ડાયટ ફોલો કરીને વજન ઉતારે છે. જો કે હેલ્થને સારી રાખવા માટે વજન ઉતારવું ખૂબ જરૂરી છે. જો તમે વધતા વજન પર પ્રોપર ધ્યાન આપતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. વધેલું વજન ઉતારવા માટે શરીરને અનેક ઘણી મહેનત પડે છે. આમ, તમને જણાવી દઇએ કે તમારું વજન વધારે છે અને તમે ઘટાડવા ઇચ્છો છો તો આ ડ્રિંક્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ડ્રિંક્સ તમે પીઓ છો તો વધેલું વજન ફટાફટ ઉતરી જાય છે.હેલ્થશોટ્સની…
Today Gujarati News (Desk)કેપ્ટન પાઈપ્સના શેર તે મલ્ટીબેગર શેરોમાંથી એક છે, જેમણે ગત વર્ષે એક વર્ષમાં મલ્ટીબેગર વળતર આપ્યું છે. આ સ્મોલ-કેપ શેર ગત એક વર્ષમાં 1,000 ગણો વધી ગયો છે. પરંતુ લાંબાગાળાના રોકાણકારો માટે તો ખુશખબરી બાકી છે. સ્મોલ-કેપ કંપની તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી બેઠકમાં બોનસ શેર બહાર પાડવા અને શેર વિભાજન પર વિચાર કરવા જઈ રહી છે. કંપનીના ડિરેક્ટરોએ 27 જાન્યુ,2023ના રોજની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.શુક્રવારે 27 જાન્યુ, 2023ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક થઈ હતી, જે બાદ મલ્ટીબેગર સ્મોલ-કેપ કંપનીએ બોનસ શેર આપવા માટે ભારતીય બજારોને સૂચના આપી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે,…
Today Gujarati News (Desk)અમદાવાદ: રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ માવઠાને લીધે પાકને મોટું નુકસાન પહોંચવાની પણ ભીતિ સેવાઇ રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.પાટણ જિલ્લામાં મોડી રાતથી માવઠાની શરૂઆત થઈ હતી. જિલ્લાના 7 તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાધનપુરમાં સૌથી વધુ 28એમએમ, સાંતલપુરમાં 8, શંખેશ્વરમાં 7એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાટણ અને સરસ્વતી તાલુકામાં 4 એમએમ, ચાણસ્મામાં 2 અને હારીજમાં 1 એમએમ વરસાદ નોંધાયો હતો.રાજકોટના ગોંડલમાં મધરાતે કમોસમી વરસાદ પડ્યો…
Today Gujarati News (Desk)શાહરુખ ખાન હાલ તેની રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’ની સફળતાથી ખૂબ જ ખુશ છે. ફિલ્મ રીલિઝ થઈ ત્યારથી તે સતત કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. અબજોની કમાણી વચ્ચે, ગઈકાલે સાંજે શાહરૂખ ખાન ફરી એકવાર ટ્વિટર પર આવ્યો અને હેશટેગ #AskSRK સેશન શરૂ કર્યું. આ દરમિયાન કિંગ ખાને ઘણા ચાહકોના સવાલોના જવાબ આપ્યા.#AskSRK સેશન દરમિયાન ચાહકોએ કિંગ ખાનને ઘણા પ્રશ્નો પૂછ્યા. તે હજારો પ્રશ્નોમાંથી કેટલાક નસીબદાર ચાહકોના કિંગ ખાને જાતે જવાબ આપ્યા હતાં. એક ફેનએ સવાલ કર્યો, “પઠાણ કેવું લાગ્યુ જીમ સાથે અથડામણથી?” જેના પર કિંગ ખાને જવાબ આપ્યો, “જીમ ખૂબ જ સૉલિડ છે યાર…બહુ માર્યુ તેણે…ઉફ્ફ! સદનસીબે…
Today Gujarati News (Desk)પેપરલીકને કારણે રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જોકે, સરકારે થોડા જ કલાકોમાં 15 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, એટીએસની ટીમે રાત્રે 2.14 કલાકે આ લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આ બંને ડિરેક્ટર મૂળ બિહારનાં વતની છે.હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીકમળતી માહિતી પ્રમાણે, આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીની ઇન્સ્ટૂટ્યૂટમાંથી લીક…
Today Gujarati News (Desk)ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રવિવારે સવારે 11 વાગ્યાથી યોજાવાની હતી. પેપર લીકની માહિતી સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે ગુજરાત રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.ગુજરાત સરકારની ટીકા કરતા કેજરીવાલે એક પત્રકારના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું કે, ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે. એનું કારણ શું છે? પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયુ છે. જુનિયર ક્લાર્કનું આ પેપર લીક થવા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવે રવિવારે એક અખબારી નિવેદન…
Today Gujarati News (Desk)પાકિસ્તાનના કરાચીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રવિવારે વહેલી સવારે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક તેજ રફ્તાર પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ખાઈમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું છે. બસ સ્પીડમાં હતી અને ડ્રાઈવરના કાબુ બહાર જતા આ અકસ્માત સર્જાયો હતો. ખાઈમાં પડ્યા બાદ બસમાં આગ લાગી ગઈ હતી. 18 સ્થાનિક લોકોના મોતની પુષ્ટિ કરતા બેલા આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું કે, બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાથી કરાચી જઈ…
Today Gujarati News (Desk)આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ્દ થતા હજારો ઉમેદવારો રઝળી પડયા હતા. રાજ્યમાં પરીક્ષાનુ પેપર ફૂટવાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા અને ઉમેદવારોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પરીક્ષા રદ્દ થતા ઉમેદવારો દ્રારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર પરીક્ષાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે દ્વારા સરકાર પર તિખા પ્રહાર કર્યા હતા. આજે પેપર ફૂટવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.પરીક્ષા રદ્દ મુદ્દે કોંગ્રેસના કિરીટ પટેલે આપી પ્રતિક્રિયાઆજે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા…
Today Gujarati News (Desk)પીએમ મોદીએ દેશમાં મતભેદો વધારવા અને વિભાજન પેદા કરવાના પ્રયાસો પ્રત્યે દેશવાસીઓને સચેત કરતા વિશ્વાસ અપાવ્યો કે આ પ્રકારના પ્રયાસો ક્યારેય સફળ થવાના નથી. દિલ્હીની છાવણીના કરિયપ્પા મેદાનમાં એનસીસીની એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે એકતાનો મંત્ર જ ભારત માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.દરેક યુવાને સપનું સાકાર કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયાસ વડાપ્રધાન મોદીએ ક્હ્યુ કે આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે. તે માટે સૌથી મહત્વની બાબત તમે બધા યુવાનો છો, ભારતના યુવાનોના કારણે આખી દુનિયાની નજર આપણી ઉપર છે. વડાપ્રધાને કહ્યુ કે આજનું ભારત દરેક યુવા સાથીઓને એક વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ…