Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)અમદાવાદઃ જાન્યુઆરીના મધ્યમાં આકરી ઠંડી પડ્યા પછી હવે રાજ્યના હવામાનમાં ધીમે-ધીમે ફેરફાર થઈ રહ્યો છે. આમ છતાં રાતના સમયે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ભારે ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી, હવામાન વિભાગે રાજ્યનું હવામાન મોટા ફેરફાર વગરનું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં રાતના તાપમાનમાં પણ આગામી સમયમાં ધીમે-ધીમે વધારો થવાની પણ શરુઆત થશે. ઠંડી હજુ ફેબ્રુઆરી મહિના સુધી રહેશે અને તે પછી તાપમાનમાં વધારો થવાની શરુઆત થઈ જશે.વધુમાં મોનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, “હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી…
Today Gujarati News (Desk)અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીના SAE નિરમા કોલેજિયેટ ક્લબ દ્વારા ટીમ સ્ટેલિયન્સ એ 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2023 વચ્ચે કોઈમ્બતુર ખાતે ફોર્મ્યુલા ભારત 2023 સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ટીમ સ્ટેલિયન્સ ઓવરઓલ બીજા નંબરે તથા પ્રથમ રનર-અપ રહી હતી.આ સ્ટેલિયન્સ ટીમમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગના 33 મેમ્બરોની એક મજબૂત ટીમ બનાવવામાં આવી હતી. જેમણે કમ્બશન વ્હીકલ કેટેગરીમાં નિરમા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ટીમે અનુકરણીય કામગીરી દર્શાવી હતી. તથા નિરમા યુનિવર્સિટી માટે ઓવરઓલ બીજી પોઝિશન એટલે કે પ્રથમ રનર-અપ, બેસ્ટ એક્સિલરેશન, બેસ્ટ સ્કીડપેડ, એન્જિનિયરિંગ ડિઝાઇનમાં…
Today Gujarati News (Desk)મહારાષ્ટ્રમાં અમૂલે ફરી એક વાર સામાન્ય લોકોને ઝટકો આપતા તેમના ઘરનું બજેટ બગાડી નાખ્યું છે. અમૂલે દૂધના ભાવમાં ફરીથી વધારો કર્યો છે. જો કે આ ભાવ વધારો ગુજરાતમાં લાગૂ કર્યો નથી. તેથી ગુજરાતની જનતા માટે થોડી રાહત થશે. હવે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયાની જગ્યાએ 66 રૂપિયા પ્રતિ લીટર પર આપશે. ભેંસના દૂધમાં પ્રતિ લિટરે 5 રૂપિયાનો વધારો કરતા 65 રૂપિયાની જગ્યાએ 70 રૂપિયા પ્રતિ લીટર કરી દીધું છે. અમૂલ દહીં અને અન્ય પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.ગુજરાત ડેરી સહકારી અમૂલે તાજા દૂધના ભાવમાં રૂ. 3/લીટર સુધીનો તાત્કાલિક વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ ગોલ્ડની…
Today Gujarati News (Desk)મહેસાણા: આજે વહેલી સવારે સ્કૂલ બસમાં આગ લાગી (Mehsana school bus fire) હોવાની ઘટના સામે આવી છે. બસ બાળકોને લઇને સ્કૂલ જઇ રહી હતી ત્યારે અચાનક જ બસમાં આગ લાગી હતી. આ ઘટના બની ત્યારે બસમાં બાળકો સવાર હતા. જેના કારણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આગ લાગવાને પગલે સ્કૂલમાં જઈ રહેલા બાળકોને ત્વરિત નીચે ઉતારી લેવાયા હતા. આગની ઘટના મહેસાણા બસ સ્ટેન્ડ પાસે બની હતી.મહેસાણા બસ સ્ટેન્ડ પાસે ડીવાઇન ચાઈલ્ડ સ્કૂલ વોટરપાર્કની બસમાં આગ લાગી હતી.આગ લાગવાને પગલે સ્કૂલમાં જઈ રહેલા બાળકોને ત્વરિત નીચે ઉતારી દેવાયા હતા.નગરપાલિકા ના ફાયર ફાયટરે ત્વરિત ઘટના સ્થળે પહોંચી આગ પર…
Today Gujarati News (Desk)ભગવાન શિવને સમર્પિત તહેવાર મહાશિવરાત્રિ આ વર્ષે 18 માર્ચ 2023ના રોજ છે. મહાશિવરાત્રિના થોડા દિવસો પહેલા ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 09.21 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવ પહેલેથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શનિ અને સૂર્યનો સંયોગ બનશે. 15 માર્ચ 2023ના રોજ સવારે 06:13 કલાકે સૂર્ય કુંભ રાશિમાં રહેશે અને પછી તે મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિ અને સૂર્યનો સંયોગ કેટલીક રાશિઓની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. જાણો કુંભ રાશિના બે ગ્રહોના જીવનમાં કઈ રાશિઓ લાવશે ખુશીઓ-મેષઃ- મેષ રાશિના લોકો માટે કુંભ રાશિમાં બનેલો સૂર્ય અને શનિનો…
Today Gujarati News (Desk)એક અહેવાલ અનુસાર ઈઝરાયલમાં એક એરપોર્ટ પર વિચિત્ર ઘટના બની હતી. એરપોર્ટ પર આવેલા એક દંપતી વચ્ચે બાળકની ટિકિટ અલગથી ખરીદવા મામલે ઝઘડો થઈ જતાં બંનેએ પોતાના બાળકને એરપોર્ટના ચેક ઈન કાઉન્ટર પર જ તરછોડી દીધો હતો. આ ઘટના તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર બની હતી. અહેવાલ અનુસાર બંને ફ્લાઈટમાં પણ સવાર થઇ ગયા હતા આ દંપતી બેલ્જિયમના પાસપોર્ટ પર બ્રુસેલ્સ જઈ રહ્યું હતું. તેમણે બાળકની ટિકિટ અલગથી લીધી નહોતી. તેઓ એરપોર્ટ પર મોડા આવ્યા હતા. જ્યારે આ મામલે વિવાદ થયો તો બંને એરપોર્ટ પર જ બેબી સ્ટ્રોલરમાં બાળકને મૂકીને પાસપોર્ટ વેરીફેકશન માટે આગળ વધી ગયા હતા. એવી…
Today Gujarati News (Desk)હિન્ડેનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ અદાણી ગ્રૂપ માટે એક પછી એક મુશ્કેલી સર્જી રહ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. NSE તરફથી અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સના શેરોને વોચ લિસ્ટમાં મૂક્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝિસના સ્ટોકને હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર કાઢવાની તૈયારી કરાઈ છે. 7 ફેબ્રુઆરીથી આ પ્રક્રિયા શરૂ થશે આ માહિતી યુએસ માર્કેટ દ્વારા આપવામાં આવી છે.7 ફેબ્રુઆરીથી કાર્યવાહી કરાશે અમેરિકી સ્ટોક એક્સચેન્જે S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને દૂર કરવાની જાહેરાત કરી હતી. તેના પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપો લાગ્યા છે. ઇન્ડેક્સની જાહેરાત જણાવે છે કે S&P…
Today Gujarati News (Desk)સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. ફરી એકવાર અદાણી મામલે બંને ગૃહોમાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેના બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ વિપક્ષી દળોના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી. મોદી-શાહ દૂધ નહીં પીતા હોય પણ બાળકો માટે તો જરૂરી : અધીર રંજન ચૌધરી અદાણી મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતાં લોકસભાની કાર્યવાહી બપોરના ર વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ…
પ્રતિકાત્મક તસવીર Today Gujarati News (Desk)ધ્રુવ પરમાર,ઈન્ટરનેશનલ નેશનલ ડેસ્ક /તાજા મળતાં સમાચારો જોઈએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન અબુધાબી થી કાલિકટ જઈ રહ્યું.જોકે કોઈ યાંત્રિક ખામી સર્જાતા આ વિમાનના એંજીનમાં અચાનક આગ લાગી હતી.જોકે વિમાનના કેપ્ટન દ્વારા પ્રવાસીઓ નાં જીવન બચાવવા ત્વરિત નિર્ણય લેવાયો હતો .અને આ યાત્રી વિમાનને પરત અબુધાબી હવાઈ અડ્ડા પર લઈ જઈ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.આમ અબુધાબી થી ટેકઓફ થયા બાદ નાં થોડાક જ સમયમાં આ પ્રવાસી વિમાનમાં અકસ્માતે એન્જિન માં આગ લાગતાં તેનું પરત તુરત અબુધાબી માં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર ઈન્ડિયા એક્સપ્રેસે માહિતી આપી હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું છે અને…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878