Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થાને વર્તમાન 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈ બાદ મોંઘવારી ભથ્થામાં વધારાની પ્રથા ચાલુ છે. સરકાર વર્તમાન મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં સીધો 4 ટકાનો વધારો થશે.કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધશે તો 42 ટકા થશે!કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ કર્મચારીઓ…
Today Gujarati News (Desk)થોડા દિવસો પહેલાં જ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. જોકે માત્ર 9 દિવસમાં જ પ્રચંડની નવી સરકારમાં રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે. PM પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાંથી ગઠબંધમાં સામેલ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)એ બહાર નિકળવાનો નિર્ણય કર્યો છે. રવિવારે યોજાયેલી પક્ષની બેઠકમાં રબી લામિછાનના નેતૃત્વવાળી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ સરકારમાંથી સમર્થન પાછું ખેચવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી 19 સાંસદો સાથે ગઠબંધનમાં જોડાનાર ચોથી સૌથી મોટી પાર્ટી છે. RSPએ રવિવારે એક બેઠક યોજી હતી, જેમાં સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાનો મોટો નિર્ણય લેવાયો છે.ગૃહ મંત્રાલય ફરી પક્ષને સોંપવા RSPની…
Today Gujarati News (Desk)વધતી જતી ટેકનોલોજી સાથે તેનો ઉપયોગ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાથી લઈને ગ્રૂમિંગ માટે ઓનલાઈન સર્વિસ બૂક કરવા એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સવારની ટૂથપેસ્ટથી લઇને કપડા, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કે પછી ઘર માટે ફર્નીચર સુધીની ઓનલાઈન ખરીદી વધી રહી છે. એવામાં ઓનલાઈન ફ્રૉડ અને છેતરપિંડી પણ સતત વધી રહી છે. જો કે ઓનલાઈન ફ્રોડને પકડવા માટે સાઈબર ક્રાઇમ સેલ છે પરંતુ ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ઓનલાઈન ફ્રોડ કરનાર અપરાધીઓ પણ રોજે રોજ ચાલાક થઇ રહ્યા છે. જેમ જેમ…
Today Gujarati News (Desk)ખુદા હાફિઝ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોય અને દ્રશ્યમ 2 ના ડાયરેક્ટર અભિષેક પાઠક પણ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 ના ડાયરેક્ટર અભિષેક પાઠક પણ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શિવાલિકાની સાથે ગોવામાં 8-9 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે. અભિષેક પાઠક અને શિવાલિકા ઘણા સમયથી એકબીજાને જાણે છે. બંનેની પહેલી મુલાકાત ખુદા હાફિઝ ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. લાંબો સમય ડેટ કર્યા બાદ શિવાલિકા અને અભિષેકે 24 જુલાઈ 2022એ સગાઈ કરી હતી. અભિષેકે શિવાલિકાને તુર્કીમાં રોમાન્ટિક અંદાજમાં લગ્ન માટે…
Today Gujarati News (Desk)વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જયપુર મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં શરુ થયેલા ખેલ આયોજનો અને ખેલ મહાકુંભનો સિલસિલો એક મોટા પરિવર્તનનો પરિચાયક છે. રમતના મેદાનથી ક્યારેય કોઈ ખેલાડી ખાલી હાથ પાછો નથી ફર્યો. રાજસ્થાનની ધરતી તો યુવાઓના જોશ અને સામર્થ્ય માટે વખણાય છેપીએમ મોદીએ કહ્યું કે આજના આ સમારોહમાં એવા અનેક ચહેરા હાજર છે જેમણે રમતના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કર્યું છે. ખેલાડીઓને સંબોધતા તેમણે કહ્યું કે રાજસ્થાનની ધરતી તો યુવાઓના જોશ અને સામર્થ્ય માટે વખણાય છે. ઈતિહાસ સાક્ષી છે કે આ વીર ધરાની સંતાનો રણભૂમિને તેના શૌર્યથી રમતનું મેદાન બનાવી દે…
Today Gujarati News (Desk)પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ક્વેટ્ટામાં એક ભીષણ વિસ્ફોટના અહેવાલ આવ્યા છે. આ વિસ્ફોટકમાં અનેક લોકો ઘવાયાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ એફસી મુસા ચેકપોઈન્ટની નજીક થયો હતો. એક અહેવાલ અનુસાર રવિવારે સવારે થયેલા આ બ્લાસ્ટમાં 5થી વધુ લોકો ઘવાયાની માહિતી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ ક્વેટા પોલીસ હેડક્વાટર્રની નજીકમાં સુરક્ષિત વિસ્તારમાં થયો હતો. જ્યાં આ વિસ્ફોટ થયો ત્યાંથી ક્વેટા કેન્ટોનમેન્ટનો ગેટ થોડાક જ અંતરે હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લગતા અફરાતફરીવાળા વીડિયો ફરતા થયા હતા. જોકે હજુ સુધી જાનહાનિ કે ઘાયલોનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.…
Today Gujarati News (Desk)પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટે તેની સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એન્ડ્રીયાએ વિનોદ કાંબલી પર દારૂના નશામાં તેની સાથે મારપીટ કરવાનો અને દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. વિનોદ કાંબલીની પત્નીએ મુંબઈ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે નશાની હાલતમાં વિનોદ કાંબલીએ રસોઈ બનાવવાની તપેલીનું હેન્ડલ તેના પર ફેંકીને મારપીટ કરી હતી જેના લીધે તેને માથામાં ઈજા થઈ હતી. એન્ડ્રીયાએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ આ ઘટના શુક્રવારે બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી. એન્ડ્રિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું…
Today Gujarati News (Desk)બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ શનિવારે એક અખબારી યાદી મારફત સ્પષ્ટતા કરી હતી કે બજારની સ્થિરતા અને વિશ્વસ્નિયતા જાળવવા તે કટિબદ્ધ છે. છે. શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બાદ આજે સેબીની આ સ્પષ્ટતા આવી પડી છે.પારદર્શી, યોગ્ય તથા સક્ષમ રીતે કામ કરવાનું પોતે ચાલુ રાખશે એમ અદાણી કટોકટી બાદ જારી કરેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું. લાંબા ગાળા સંદર્ભમાં જોવા જઈએ તો ભારતની બજારોને રોકાણકારોહકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ગયા સપ્તાહમાં એક વેપાર જુથના શેરભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી એમ તેણે અદાણીના નામનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું.પોતાનીજવાબદારીના ભાગરૂપ સેબી બજારનું સક્ષમ રીતે…
Today Gujarati News (Desk)ભારતમાં આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની તૈયારી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમનો સમાવેશ થાય છે. એટલા માટે જ વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિન્દેને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જાહેર સભામાં ખુલ્લો પડકાર ફેંક્યો #WATCH | I’ve challenged this unconstitutional CM (Eknath Shinde) to contest the Assembly elections against me. I will resign from my seat & he should resign from his seat, and let him contest from Worli against me: Shiv Sena leader Aaditya Thackeray #Maharashtra pic.twitter.com/pp0X39H7QE— ANI (@ANI) February 4, 2023 આદિત્ય ઠાકરેએ…
Today Gujarati News (Desk)ગત વર્ષે ઘઉંનું થયેલું ઓછું ઉત્પાદન અને રશિયા-યૂક્રેનના કારણે માંગ વધતા દેશમાં ઘઉંનો ભાવ સતત વધી રહ્યો છે. વર્ષભરમાં ઘઉંના ભાવ 16 ટકા વધ્યો છે અને હવે દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂપિયા 3000ને પાર થયા છે. બીજી તરફ પૂર્વ ભારતની APMCમાં ઘઉંનો સ્ટોક ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ઓછામાં ઓછા ટેકાના ભાવ (MSP)થી ઉપર ઘઉં વેચાઈ રહ્યા છે. ઘઉંની કિંમતો વધવાના કારણે ઘઉંના લોટનો ભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લોટનો ભાવમાં 19 ટકા જેટલો વધારો થતાં 35થી 40 રૂપિયે કિલો મળી રહ્યો છે.કેટલાક રાજ્યોમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ કિંમત…