Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી છાસવારે ડ્રગ્સ પકડાય છે. ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો બિંદાલ બનીને યુવાધનને બરબાદ કરી રહ્યા છે. અને આજના યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડી પોતાની જીંદગીને ખાડામાં ધકેલી રહ્યા છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે સાથે બીજા અન્ય ડ્રગ્સનો પણ ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. મહત્વની વાત એ છે આ પેડલરો માત્ર યુવાનોને ટારગેટ કરી રહ્યા છે. પોલિસ સતત ડ્રગ્સ મામલે કડક વલણ અપનાવી રહી છે છતા પણ રોજ નવા નવા પેડલરો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાય છે. રુપિયા 11.82 લાખના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપ્યારાજ્યમાં ડ્રગ્સની દુષણને નાથવા માટે સ્થાનિક પોલિસ,…
Today Gujarati News (Desk)તુર્કીયેમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. તુર્કેઈ અને સીરિયામાં આજે 12 કલાકની અંતર બીજો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારતીય સમય મુજબ 4.00 વાગે ભૂકંપનો બીજો ઝટકો આવતા અફરાતફરી સર્જાઈ છે. બીજા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.6 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર એલ્બિસ્તાન હોવાના અહેવાલો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોનો મોત થયા છે. તુર્કેઈ અને સીરિયામાં અગાઉ 7.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો તો ફરી 7.6નો ભૂકંપનો આંચકો આવતા ભારે જાનહાની સર્જાઈ છે. ભૂકંપના કારણે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. હજુ…
Today Gujarati News (Desk)ગૌતમ અદાણી મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે નિશાન તાક્યું હતું. તેમનું કહેવું હતું કે પીએમ ઈચ્છતા નથી કે સંસદમાં આ મામલે ચર્ચા થાય. પણ દેશના લોકોએ એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે અદાણીને કોણ પીઠબળ આપી રહ્યું છે. સરકાર ચર્ચા કરાવવા માગતી નથી રાહુલ ગાંધીએ કહ્યું કે હું છેલ્લા 2-3 વર્ષથી અદાણીનો મુદ્દો ઊઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ કોઈ મારી વાત પર ધ્યાન આપવા તૈયાર નહોતું. રાહુલે કહ્યું કે સરકાર સંપૂર્ણ પ્રયાસ કરશે કે સંસદમાં અદાણી મુદ્દે કોઈ ચર્ચા ન થાય. સરકારે સંસદમાં આ મુદ્દે ચર્ચાની મંજૂરી આપવી જોઈએ. તેણે છટકવું ના જોઇએ. રાહુલે કહ્યું…
Today Gujarati News (Desk)ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. વડાપ્રધાન બેંગલુરુમાં ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’ (IEW)નું ઉદ્ઘાટન કરશે. આ સમારોહ 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે.પીએમ મોદીએ રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું કર્ણાટક જવા માટે ઉત્સુક છું. બેંગલુરુ પહોંચીને તેઓ ‘ઈન્ડિયા એનર્જી વીક 2023’માં ભાગ લેશે. આ સાથે જ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.વડાપ્રધાન કાર્યાલય દ્વારા મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમ પરંપરાગત, બિન-પરંપરાગત ઉર્જા ઉદ્યોગો, સરકારો અને શિક્ષણવિદોના નેતાઓને એકસાથે લાવશે અને તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે…
Today Gujarati News (Desk)વર્ષ 2023ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ કાર્યક્મ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વખત ભારતનો પરચમ લહેરાયો છે. બેંગલુરુ નિવાસી સંગીતકાર રિકી કેજે તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.તેમણે પોતાનો એવોર્ડ બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો છે. સંજોગોવશાત સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ શ્રેષ્ઠ ઈમર્સિવ ઓડિયો આલ્બમ શ્રેણીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છેજાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેજે પ્રથમ વખત વર્ષ 2015માં તેમના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સમસારા’ માટે આ એવોર્ડ જીત્યો હતો. 2015માં આ સન્માન મેળવ્યા…
Today Gujarati News (Desk)અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ને NISAR સેટેલાઈટ સોંપી દીધું છે. તેને રિસીવ કરવા માટે ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથ ખુદ જેટ પ્રોપેલ્શન લેબોરેટરી પહોંચ્યા હતા. હવે આ સેટેલાઈટને ભારત લવાશે. આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટઆ સેટેલાઈટ એવો છે જે જોશીમઠ જેવી ઘટનાઓ બને તે પહેલાથી જ એલર્ટ મોકલી આપશે. આ સેટેલાઈટને તૈયાર કરવા પાછળ આશરે 10 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. તેને જીએસએલવી-એમકે2 રોકેટથી લોન્ચ કરાશે. NISAR સેટેલાઈટથી આખી દુનિયાને મોટો ફાયદો થવાનો છે. તે દુનિયાને કુદરતી આપત્તિઓથી બચાવવામાં મદદ કરશે. આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ ભારત અને અમેરિકા વચ્ચેનું સૌથી…
Today Gujarati News (Desk)હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે માઠું નુકસાન સહન કરનાર અદાણી ગ્રૂપ હવે વિશ્વ સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે ઉત્તરપ્રદેશથી તેના માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ (MVVNL)એ નક્કી દર કરતાં 40 ટકા વધારે ભાવ હોવાનો હવાલો આપી અદાણી ગ્રૂપને આપેલો સ્માર્ટ પ્રીપેડ મીટરનો ટેન્ડર રદ કરી દીધો છે. ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશનની અન્ય કંપનીઓ જેમ કે પશ્ચિમાંચલ, પૂર્વાંચલ અને દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમોમાં પણ હવે આવા ટેન્ડર રદ થવાની શક્યતા વધી ગઈ છે. હવે દરેક જગ્યાએ ટેન્ડર રદ કરવા અંગેનો નિર્ણય સેન્ટ્રલ સ્ટોર પરચેઝ કમિટી જ કરશે. કોર્પોરેશનના ચેરમેન એમ.દેવરાજે કહ્યું કે હાલ…
Today Gujarati News (Desk)સમગ્ર રાજ્યમાં અમલમાં મુકાયેલી સુરક્ષા સેતુ સોસાયટી યોજનાના ભાગરુપે વડોદરામાં તમામ સ્કૂલોમાં ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. ડીઈઓ કચેરી દ્વારા આ યોજના લાગુ કરવા માટે તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, સેલ્ફ ડિફેન્સની તાલીમનુ સુપરવિઝન અને સંચાલન શહેર પોલીસ કમિશનરની કચેરી દ્વારા થઈ રહ્યુ છે.સ્કૂલોને આ યોજનાના અમલ માટે સહકાર આપવા ડીઈઓ કચેરીએ જણાવ્યુ છે.સેલ્ફ ડિફેન્સની તાલીમનો આદેશ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને લાગુ પડશે.તાલીમ આપવાનો હેતુ વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવવાનો છે.જેથી તેઓ છેડતીખોરોનો પ્રતિકાર કરી શકે અથવા ગમે તેવી વિપરિત સ્થિતિનો સામનો કરી શકે.તાલીમ દરમિયાન મહિલા પોલીસ પણ હાજર રહેશે તથા…
Today Gujarati News (Desk)એમ.એસ.યુનિવસિટીનુ તંત્ર જાણે દીશાહીન બની ગયુ હોય તેમ લાગે છે.યુનિવર્સિટીએ વર્ષ પૂરુ થવા આવ્યુ પણ હજી સુધી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામનુ આયોજન કર્યુ નથી.પીએચડી કરવા માંગતા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ પહેલા પાસ કરવી પડતી હોય છે અને એ પછી તેમનુ રજિસ્ટ્રેશન થતુ હોય છે. આ એક્ઝામ લેવા માટે યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક પ્રો.સી એન મૂર્થિની નિમણૂંક કરી હતી.જોકે ડિસેમ્બરમાં તેઓ નિવૃત્ત થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ આ પરીક્ષા લેવા માટેના કો ઓર્ડિનેટર તરીકે અન્ય કોઈ અધ્યાપકની નિમણૂંક કરી નથી.આમ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની તારીખો બહાર પાડવામાં આવી નથી અને ઉમેદવારોના ફોર્મ ભરવાની પણ શરુઆત થઈ નથી.૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં વિવિધ ફેકલ્ટીમાંથી…
Today Gujarati News (Desk)જે ગ્રાહકોને વધારે ડેટાની જરુર પડે છે તેવા લોકો માટે BSNLનો આ પ્લાન મહત્વનો સાબિત થશે. કારણ કે આ વખતે BSNLના નવા પ્લાનમાં રોજ 5 જીબી ડેટાવાળો પ્લાન સાથે 84 દિવસની વેલિડીટી પણ આપવામાં આવી છે. ટેલીકોમ ક્ષેત્રે રોજ નવી નવી જાહેરાતો જોવા મળતી હોય છે. દરેક કંપનીઓની હરિફાઈ ચાલી રહી છે. કંપની તેના ગ્રાહકો આર્કષવા માટે નવા નવા પ્લાન રજુ કરતી હોય છે. ઘણીવાર ગ્રાહકો પણ કન્ફ્યુજનમાં આવી જાય છે કે કઈ કંપનીનો પ્લાન ખરીદવો. તો આજે આપણી ભારતીય ટેલીકોમ કંપનીના નવા પ્લાન વિશે વાત કરીએ. કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે ફ્રી મિનિટ આપવામાં સાથે રોજ 5GB…