Author: todaygujaratinews

Today Gujarati News (Desk)માળીયા હાટીના કોર્ટ દ્વારા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહીત 4 લોકોને હુમલાની ઘટનામા 6 માસની સજા ફટકારવામાં આવી છે. 2010ના મારામારી કેસમાં ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા દોષિત જાહેર કરાયા છે. ત્યારે માળીયા કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 6 માસની સજા સંભળાવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત 4 લોકોને સજા ફટકારવામાં આવતા ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી લીધી છે.ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમાને માળીયા કોર્ટે 2010 ના મારામારીના કેસમાં દોષિત જાહેર કર્યાં છે. વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના શખ્સ પર હુમલો કરવાની ઘટના બની હતી. આ હુમલાની ઘટના હોલિડે કેમ્પ પાસે બની હતી.…

Read More

Today Gujarati News (Desk)આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઈન્સનું પરિણામ જાહેર કર્યુ હતું. આ પરિણામમાં અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. આ જાન્યુઆરીના સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામ NTAની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિક્ષા માટે 9 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ પરીક્ષા એન્જીનયરીંગમાં એડમિશન લેવામાં આવે છે.જાન્યુઆરીમાં લેવાયેલી JEE મેઈન્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ છે. આ પરિણામમાં અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ આગળ જઈને IIT બોમ્બેમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે. બંને વિદ્યાર્થીઓ હવે ધોરણ 12 સાયન્સ અને JEE એડવાન્સની પરીક્ષા…

Read More

Today Gujarati News (Desk)શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ કબૂલાત કરી છે કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડા કર્યા હતા. તેણે આ આરોપને છુપાવા ઘણા પ્રયત્નો કર્યા જેથી ખબર ન પડે કે લાશ શ્રદ્ધાની છે.આફતાબે કબૂલાતમાં એ પણ સ્વીકાર્યું કે, તેણે શ્રદ્ધાના શરીરના નાના-નાના ટુકડા કરી દીધા હતા અને તેને છતરપુર પાસે મેહરૌલીના જંગલોમાં ફેંકી દીધા હતા. તે પછી, તેણે સતત શ્રદ્ધાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એક્ટિવ રાખ્યું જેથી કોઈને શંકા ન જાય અને લોકોને એવું લાગે કે શ્રદ્ધા જીવિત છે. આજે પોતાની કબૂલાતમાં તેણે આ બધી બાબતોનો સ્વીકાર કર્યો હતો.તેણે પોતાના કબૂલાતમાં ઘણા ચોંકાવનારા ખુલાસા…

Read More

Today Gujarati News (Desk)વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરમપુર વ અને કપરાડામાં લગ્ન પ્રસંગમાં એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં આદિવાસી સમાજના લોકો તેમની જાતિ અનુસાર તેમની બોલીમાં કંકોત્રી છપાવે છે. વારલી, કુકણા કે ઢોડિયા પટેલ જાતિ તેમની જાતિની બોલીમાં કંકોત્રીઓ છપાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર અને કપરાડા તાલુકામાં રહેતા લોકોમાં જ્ઞાતિ અનુસાર અલગ-અલગ બોલી અને વાકછટા છે, તેમના શબ્દો, તળપદી ભાષા અને તેનો ઢાળ અન્ય ગુજરાતી ભાષા કરતા અલગ જ છે. જેથી જ તેમની પોતાની બોલીના શબ્દો એક પોતાપણું ઉપજાવી કાઢે છે. હાલમાં તેમની આ બોલીનો વારસો સચવાઈ રહે તેવા હેતુથી સ્થાનિક કક્ષાએ લગ્ન પ્રસંગે…

Read More

Today Gujarati News (Desk)આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વાહનોની સ્ક્રેપિંગ પોલીસી અંતર્ગત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં કુલ 204 ફિટનેસ સેન્ટરો શરૂ કરાશે. જેમાં ત્રણ સેન્ટરો હાલમાં ચાલુ છે. બાકીના 201 સેન્ટરો આગામી એપ્રિલ માસમાં શરૂ કરી દેવાશે. ફિટનેસ ટેસ્ટના સર્ટી પણ આપવામાં આવશેઋષિકેશ પટેલે જણાવ્યું કે, વર્ષ 2021માં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી હતી. વાહનોના ફિટનેસ ટેસ્ટના સર્ટી પણ આપવામાં આવશે. સરળતાથી ફિટનેસ ટેસ્ટના સર્ટી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર…

Read More

Today Gujarati News (Desk)ઇન્ટરનેશનલ ડેસ્કઃ ધ્રુવ પરમાર ,તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. તુર્કીમાં છેલ્લા 36 કલાકમાં પાંચમી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુરોપીયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC) અનુસાર, પૂર્વીય તુર્કી ક્ષેત્રમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર 46 કિમી (28.58 માઇલ) ની ઊંડાઇએ હતું. આજે સવારે પણ મધ્ય તુર્કીમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપ આંચકા યથાવત રહેતાં ખતરો પણ યથાવત..વિડિયો સૌજન્ય -Insider news તુર્કી-સીરિયામાં ભૂકંપના આંચકાએ પુનઃ તબાહી મચાવી છે.તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા પણ તુર્કી અને સીરિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 7.8ની તીવ્રતાના ભૂકંપમાં બંને દેશોમાં હજારો લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ચાર…

Read More

Today Gujarati News (Desk) તમે ઘણી વખત લોકોના મોઢે સાંભળ્યું હશે કે વર્ષો પહેલા લોકોનો ખોરાક સારો હતો તેથી તેઓ વધતી ઉંમરે પણ સશક્ત રહેતા અને કોઈપણ જાતની બીમારી પણ થતી નહીં. વાત તો એકદમ સાચી છે આપણા દાદા કે નાના ના સમયમાં લોકો એવો ખોરાક લેતા કે જે તેમને વધતી ઉંમરે પણ સ્વસ્થ રાખી શકે. ભારતીય સમાજમાં વર્ષો પહેલા એક એવી લાઈફ સ્ટાઈલ પણ લોકો જીવતા કે જેનાથી સ્વાસ્થ્યને લાભ થતો. તેમાં એક આદત હતી કે લોકો રોજ સવારે જાગે એટલે ચા સાથે રાતની ઠંડી રોટલી ખાતા. આજના સમયમાં જો કોઈને વાસી રોટલી ખાવાનું કહેવામાં આવે તો તેનું મોં બગડી…

Read More

Today Gujarati News (Desk)ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી જેમાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ વિના પાકને પકવવામાં આવે છે. ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી વધારવા માટે સરકાર ધમપછાડા કરી રહી છે પણ ખેડૂતોને આ ખેતીમાં રસ ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યના રાજ્યપાલ આ મામલે અંગત રસ દાખવી રહ્યાં છે. અને રાજ્યમાં ઓર્ગેનિક ખેતી વધે એ માટે કાર્યક્રમો કરી રહ્યાં છે કે હાજરી આપી રહ્યાં છે પણ આ અહેવાલ સાબિત કરે છે કે ભલે ગુજરાતના રાજ્યપાલને રસ હોય પણ ગુજરાતના ખેડૂતોને આ ખેતીમાં રસ નથી. સજીવ ખેતીમાં ઓછા ઉત્પાદનને પગલે ખેડૂતોને આ ખેતી કરવી યોગ્ય લાગતી નથી. જેને પગલે જૈવિક ખેતીમાં…

Read More

Today Gujarati News (Desk)છાણ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી છે. છાણમાંથી બનતું દેશી ખાતર જમીન માટે ફળદ્રપ માનવામાં આવે છે. પરંતુ હવે આ છાણ વધુ ઉપયોગી સાબિત થશે. ગાયના છાણમાંથી વિજળીનું ઉત્પાદન થશે. તો આવો જાણીએ આ વિશેષ શોધ અંગે. ભારતમાં તો તમે ગાય અને છાણ વિશે દરેક પ્રકારની વાતો સાંભળી હશે. ગાયની સામાજિક અને ધાર્મિક ઉપયોગિતા વિશે ઘણી વાતો કરવામાં આવે છે. પરંતુ હવે બ્રિટનમાં પણ ગાય ચર્ચાનો વિષય બની છે. કારણ કે અહીંના ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી મળશે.છાણથી વીજળીની જરૂરિયાત પૂરી થશે-આ બેટરી બ્રિટિશ ડેરી કો-ઓપરેટિવ આર્લા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. બેટરી નિષ્ણાત GP Batteriesનો દાવો છે…

Read More