Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)તાજેતરમાં મુખ્યમંત્રીએ બિલ્ડર્સ એસોસિએશન સાથે નવા જંત્રી દર મામલે ચર્ચા કરી હતી, જેમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે સમય પ્રમાણે સરકાર નિર્ણય કરશે. પરંતુ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રીના દરનું નોટિફિકેશન આવ્યા પહેલા તમામ ડોક્યુમેન્ટ જુના દર પ્રમાણે રહેશે અને ત્યારબાદ સ્ટેમ્પ કરવામાં આવ્યા હશે તે નવા દર પ્રમાણે રહેશે. 4 ફેબ્રુઆરી પહેલા જે લોકો સ્ટેમ્પ પેપર જમા કરાવ્યા હશે તેમને જુના દર પ્રમાણે જંત્રી કરવાનું રહેશે અને 4 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજો મુક્યાં હશે તો નવા જંત્રી પ્રમાણે દર ચૂકવાનો રહેશે. ત્યારે હવે આજે ફરીવાર સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સાથે બિલ્ડર્સ…
Today Gujarati News (Desk)યુપીમાં આજથી ત્રણ દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂઆત થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ યુપીમાં શરૂ થઈ રહેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સમિટમાં લગભગ 25 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેનાથી બે કરોડ રોજગારીની નવી તકો ઉભી થવાની પણ સંભાવના છે.ટાટા સન્સ યુપીના વિકાસમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પોતાના ભાષણમાં કહ્યું કે, યુપીમાં વિકાસની અતિ સંભાવનાઓ છે. કૃષિ ક્ષેત્રે રાજ્યએ પોતાની જાતને સાબિત કરી છે. અહીંની લગભગ 24 કરોડની વસ્તી રાજ્યની તાકાત છે. ભારતને પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં યુપી મોટો ફાળો આપી શકે છે.મુકેશ અંબાણીએ CM…
Today Gujarati News (Desk) પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓના લાભાર્થે એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. તા.12/02/2023 થી તા.16/02/2023 દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનાં આવેલા યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ” યોજાનાર છે.તા.12/02/2023 થી તા.16/02/2023 દરમિયાન અંબાજી માતા, ગબ્બર તથા 51 શક્તિપીઠની પરિક્રમાના દર્શન કરવાના લહાવો ગુજરાતના નાગરીકો લઈ શકે તે હેતુથી “અંબાજી દર્શન” નું આયોજન કરવાની બાબત વિચારણા હેઠળ હતી.જેના અનુસંધાને ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર કરવામા આવ્યો છે જે…
Today Gujarati News (Desk) ફેબ્રુઆરીનો મહિનો પ્રેમનો મહિનો પણ કહેવાય છે. આ મહિનો દુનિયાભરના કપલ્સની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. વેલેન્ટાઈન એટલે કે પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીએ મનાવામાં આવે છે, પણ એક અઠવાડીયા પહેલા જ પ્રેમને મજબૂત બનાવવા માટે આખા અઠવાડીયાને સેલિબ્રેટ કરવામાં આવે છે.પોતાની પ્રેમિકાને ગુલાબનુ ફુલ આપીને આઈ લવ યૂ કહેવું ખૂબ જ સરળ છે, પણ શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ પ્રેમીએ પોતાની પ્રેમિકા માટે ગુલાબનો આખો બગીચો બનાવી દીધો હોય, જી હાં ગાજિયાબાદમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા શ્રિયા માટે એક આવો જ ગુલાબનો બગીચો તૈયાર કર્યો છે.જે ફાર્મમાં આ ગુલાબનો બગીચો બનાવ્યો છે, તેને પર્યાવરણવિદ પ્રદીપ…
Today Gujarati News (Desk)ઈસ્લામિક સ્ટેટ (ખુરાસાન) યાની ISIL-K અફઘાનિસ્તાનમાં ભારત, ઈરાન અને ચીનના દૂતાવાસ પર આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી છે. આ આતંકી સંગઠન તાલીબાન અને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો વચ્ચેના સંબંધોમાં તિરાળ ઉભી કરવાના પ્રયાસોમાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે એક રિપોર્ટમાં આ હુમલા અંગેનો ખુલાસો કર્યો છે.ગુરુવારે UNએ ‘આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો’ વિષય પર એક બેઠક યોજી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIL (ખુરાસાન)એ પોતાને તાલિમાનના મુખ્ય વિરોધી ગણાવ્યું છે. તેનું કહેવું છે કે, તાલિબાનના લડવૈયા દેશને સુરક્ષા પૂરી પાડવામાં સક્ષમ નથી.આતંકી હુમલા અંગેનો UNનો ગંભીર રિપોર્ટ ?ગુટેરસે રિપોર્ટમાં વધુમાં…
Today Gujarati News (Desk)બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારત પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાથી 100 રન પાછળ છે. પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા 56 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. કે.એલ. રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 177 રન પર સમેટાઈ હતી.રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધીરવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી. પહેલા ટેસ્ટમાં ભારતની પકડ મજબૂતપહેલા ટેસ્ટના બીજા સેશનમાં ટી બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટ ગુમાવીને 174 રન થયો.અશ્વિને 450 ટેસ્ટ…
Today Gujarati News (Desk)ગુજરાતમાં OBC કમિશનની કાયમી ધોરણે નિમણૂંક માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા આ અરજી બાબતે આજે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. OBC કમિશનની કાયમી ધોરણે નિમણૂંક માટે હાઈકોર્ટે સરકારને સવાલ કરતા કહ્યુ હતુ કે, શા માટે કાયમી ધોરણે OBCની સ્થાપના કરવામાં આવી નથી. વધુમા હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યુ હતુ કે નિવૃત જજની એપોઈમેન્ટ એ કમિશનની રચના ના ગણાય. કમિશનની સ્થાપના બાબતે સરકારે ઠોસ પગલા ઉઠાવે તેવી તાકીદ કરી હતી. અને રાજ્ય સરકારને 2 માર્ચ સુધી હાઈકોર્ટે જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. OBC કમિશનની સ્થાપના બાબતે સરકાર ઠોસ…
Today Gujarati News (Desk)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે ચર્ચાઓ ચાલી રહી છે, તે ચર્ચામાં સામેલ થઈ હું આદરણીય રાષ્ટ્રપતિનો આભાર માનું છું. સંબોધન દરમિયાન વિપક્ષોએ સૂત્રોચ્ચાર કરતા PM મોદીએ વિપક્ષોને ‘ગુલાલ’થી વળતો જવાબ આપ્યો હતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નહેરુ પરિવારની પેઢીને નહેરુ નામ રાખવામાં વાંધો કેમ છે. બંને ગૃહનો સંબોધતા રાષ્ટ્રપતિએ વિકસિત ભારતનો રોડમેપ રજુ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઈ-ભાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ પીએમ મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન…
Today Gujarati News (Desk)મુંબઇ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણને પડકારતી ગોદરેજ એન્ડ બોયસ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને દેશને તેની જરૂર છે. જસ્ટિસ આર.ડી. ધાનુકા અને એમ.એમ. સથાયેની બેન્ચે આજે આ આદેશ સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું – કોઈ હસ્તક્ષેપ કરવાની જરુર નથી બેન્ચે તેના આદેશમાં કહ્યું કે પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે અને તેની સાથે લોકોનું હિત જોડાયેલું છે. તેમાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર જ નથી. કંપનીને આપવામાં આવેલા વળતરમાં કોઈ ગેરકાયદેસરતા પકડાઈ નથી. અરજદારોએ અમારા માટે અમારી વધારાની ન્યાયિક શક્તિઓનો પ્રયોગ કરવાનો મામલો બનાવ્યો જ નથી. આ સામૂહિક હિતમાં છે…
Today Gujarati News (Desk)પ્રણવ પટેલ, અમદાવાદ: ભારત 2023માં G20 સમિટનું આયોજન કરી રહ્યું છે. G20 પ્રેસિડેન્સી હેઠળ U20 સમિટનું આયોજન અમદાવાદમાં 9મી અને 10મી ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. U20 સંમેલનનો ઉદ્દેશ્ય વિશ્વ દ્વારા સામનો કરવામાં આવતી અનેક શહેરી સમસ્યાઓને સુનિશ્ચિત કરવાનો છે. 9મી ફેબ્રુઆરીના રોજ સવારે 6.30 કલાકે વિવિધ દેશો અને શહેરોના પ્રતિનિધિઓને યોગ સત્ર માટે ગોટીલા ગાર્ડનમાં લઈ જવામાં આવ્યા હતા.ક્રિષ્ના કુમારી જાડેજા અને રેખા જૈન સત્રના યોગ ટ્રેનર હતા. સત્રની શરૂઆતમાં, પ્રતિનિધિઓને યોગની પ્રાચીન માન્યતાઓ અને મૂળ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ આપણને માત્ર શારીરિક રીતે તંદુરસ્ત બનાવે છે, તે આપણને માનસિક રીતે પણ સાજા કરે…