Author: todaygujaratinews

Today Gujarati News (Desk)રાજકોટ: રાણો રાણાની રીતે ફેઇમ દેવાયત ખવડ દ્વારા વચગાળાના જામીનની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન કોર્ટમાં વચગાળાની અરજી કરવામાં આવી હતી. જેમાં 25 દિવસ માટે જામીન સેશન કોર્ટમાં માગવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલો કરાઈ હતી.દેવાયત ખવડના વકીલ દ્વારા 25 દિવસ માટે જામીન સેશન કોર્ટમાં માગવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન સરકારી વકીલ દ્વારા દલિલો કરવામાં આવી હતી અને જે બાદ સમગ્ર મામલે કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માંગવામાં આવ્યો…

Read More

Today Gujarati News (Desk)नई दिल्ली: गुजरात दंगों पर बनी BBC की डॉक्यूमेंट्री के साथ-साथ भारत में BBC के काम पर रोक लगाने की हिंदू सेना की याचिका सुप्रीम कोर्ट ने खारिज कर दी. सुप्रीम कोर्ट ने कहा कि ये याचिका पूरी तरह गलत है. हम ऐसा आदेश कैसे दे सकते हैं? जस्टिस संजीव खन्ना और जस्टिस एम एम सुंदरेश की बेंच ने याचिका खारिज करते हुए कहा कि इस याचिका में कोई मेरिट नहीं है. याचिकाकर्ता की ओर से वकील पिंकी आनंद ने कहा कि BBC पूरी तरह भारत विरोधी और PM मोदी के खिलाफ अभियान चला रहा है. अदालत…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદ: હાલ રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. પરંતુ ફરી એક વખત ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને નવી આગાહી સામે આવી છે. જે અનુસાર, રાજ્યમાં 2 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો રહેશે. 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થશે. જ્યારે મહત્તમ તાપમાન ઊંચું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. વેસ્ટન ડિસ્ટર્બનની અસર વાતાવરણ પર જોવા મળશે. 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. બીજી…

Read More

Today Gujarati News (Desk)મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામમાં શિક્ષકને ચાલુ વર્ગમાં હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. ગુરુવારે શિક્ષક શાળામાં હતા ત્યારે બપોરના સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવી જતા મોત થઈ ગયું છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષકોના વર્તૂળમાં ભારે શોકનો માહોલ છે. તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.51 વર્ષના શિક્ષકે શાળામાં જ લીધા અંતિમ શ્વાસ!51 વર્ષના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા ગુરુવારે બપોરે જ્યારે શાળામાં હતા ત્યારે તેમને દોઢ વાગ્યે છાતીમાં…

Read More

Today Gujarati News (Desk) હિમાલય પર ચઢાણ કરવું હોય તો ભારે અડચણોને પાર કરીને આગળ વધવું પડતું હોય છે. આવામાં ઘણાં પોતાની તકલીફોના રોદણાં રડીને પાછી પાની કરી લેતા હોય છે. પરંતુ શિવાંગી ગોયલે પોતાની સામે આવેલી મુશ્કેલીઓ અને અડચણોને પાર કરીને સફળતાના શિખર પર પહોંચ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને શિવાંગી પાસેથી ઘણી પ્રેરણા મળશે અને તેમનો લક્ષ્ય તરફ આગળ વધવાનો ઉત્સાહ બમણો થશે. યુપીએસસી સીએસઈ 2021 પરીક્ષા પાસ કરીને શિવાંગી ગોયલની સ્ટોરી લોકો માટે પ્રેરણાદયી બની રહી છે, જેઓ પોતાના જીવનના મુશ્કેલ સમયને પાર કરીને સફળતાના શિખર પર પહોંચ્યા છે.ઉત્તરપ્રદેશના હાપુડના પિલખુવા કસ્બાના રહેવાસી શિવાંગી ગોયલે પોતાના…

Read More

Today Gujarati News (Desk)પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોટાભાગના પેટ્રોલ પંપોમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે, જેના કારણે રોજ-બરોજ આવન-જાવન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડૉનના અહેવાલો મુજબ દૂરના વિસ્તારોમાં ભયંકર પરિસ્થિ છે. અહીં એક મહિનાથી પેટ્રોલનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સરકાર દ્વારા પર્યાપ્ત પુરવઠાની ખાતરી અપાઈ છે તેમજ સંગ્રહખોરો સામે કડક પગલાં લેવાની ધમકીઓ પણ અપાઈ છે, તેમ છતાં પંજાબમાં પેટ્રોલની અછત યથાવત્ છે.PPDAએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જવાબદાર ઠેરવીબીજી તરફ પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (PPDA)એ પુરવઠો પુરો પડાવામાં નિષ્ફળ રહેવા બદલ, પંપોને ખાલી છોડવા બદલ, ડ્રાઇવરોને શહેરી વિસ્તારોમાં ગેસ માટે જવાની ફરજ પાડવા તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જવાબદાર ઠેરવી છે.પંજાબમાં…

Read More

Today Gujarati News (Desk)ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)એ પાકિસ્તાનને 1.7 અબજ અમેરિકી ડૉલરની બાકીની લોન મંજૂર કરવાનો ઈનકાર કરી દીધો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફના આગ્રહ બાદ IMFની ટીમ લગભગ 10 દિવસ સુધી પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા અને વિચારણા કર્યા બાદ વોશિંગ્ટન પાછી ફરી ગઈ હતી. 170 અબજ ડૉલરનું ટેક્સ લાદયુબીજી બાજુ IMFની ટીમ પરત ફરતા જ ભયંકર રોકડ સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે પહેલાથી જ બદહાલ પાકિસ્તાનીઓ પર 170 અબજ રુપિયાનું ભારે ભરખમ ટેક્સ લાદી દીધું છે. નવો ટેક્સ ચાર મહિનામાં જ વસૂલવામાં આવશે. જોકે એક અહેવાલ અનુસાર નાણામંત્રીએ દાવો કર્યો કે વૈશ્વિક લોનદાતા એટલે કે IMF સાથે વાતચીત સકારાત્મક રીતે…

Read More

Today Gujarati News (Desk)ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજે તેના સૌથી નાના રોકેટ ‘SSLV-D2’ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અવકાશમાં લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. SSLV-D2 ત્રણ ઉપગ્રહો સાથે અવકાશમાં ઉડાન ભર્યું, જેમાં અમેરિકન કંપની એન્ટારિસનો ઉપગ્રહ જાનુસ-1, ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસકીડ્ઝનો ઉપગ્રહ આઝાદીસેટ-2 અને ઈસરોનો ઉપગ્રહ EOS-07નો સમાવેશ થાય છે. આ ત્રણ ઉપગ્રહોને 450 કિલોમીટર દૂર ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશેISRO અનુસાર, SSLVનો ઉપયોગ 500 કિગ્રા સુધીના ઉપગ્રહોને નીચલા ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે થાય છે. તે માંગ પર રોકેટના આધારે સસ્તી કિંમતે ઉપગ્રહ પ્રક્ષેપણની સુવિધા પૂરી પાડે છે.…

Read More

Today Gujarati News (Desk)દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણાને જામીન આપ્યા છે. ચિત્રા રામકૃષ્ણ પર એનએસઈ કર્મચારીઓના ગેરકાયદેસર ફોન ટેપિંગ અને મની લોન્ડરિંગનો આરોપ છે.દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ જસમીતએ એનએસઈ કો-લોકેશન કૌભાંડમાં ગત વર્ષે ૧૪ જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરાયેલા ચિત્રાને જામીન આપ્યાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દલીલ કરી હતી કે ચિત્રા સમગ્ર કેસની માસ્ટરમાઇન્ડ હતી તેથી તેને જામીન ન આપવા જોઇએ. સપ્ટેમ્બર ૨૦૨૨માં તેમને સીબીઆઈ કેસમાં જામીન મળ્યા હતા પરંતુ ઈડી કેસમાં જામીન ન મળવાને કારણે તેણીને મુક્ત કરાયા નહોતા.ઈડીએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૯થી ૨૦૧૭ સુધી એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ રવિ નારાયણ રામકૃષ્ણ, એક્ઝિક્યુટિવ…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે એક્શન લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં GSTના અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયાની ઘટનાઓ વધી રહી CGSTમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશ્નર પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાની માહિતી સામે આવતા CBIએ તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન 1 કરોડની સંપત્તિ અને કરોડો રૂપિયાની સ્થાવર સ્થાવર-જંગમ મિલકતો મળી આવી હતી. 3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળીગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે CBIની ટીમે બાતમીને આધારે સર્ચ કરતાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી છે. અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો મળી…

Read More