Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)नगर निगम चुनाव के 80 दिन बाद दिल्ली को नया मेयर मिल गया है। आम आदमी पार्टी की शैली ओबेरॉय को मेयर चुना गया। शैली को 150 वोट मिले। उन्होंने भाजपा की रेखा गुप्ता को 34 वोटों से हराया।दिल्ली को 10 साल बाद महिला मेयर मिली है। 2011 में भाजपा की रजनी अब्बी आखिरी महिला मेयर थीं। इसके बाद 2012 में शीला दीक्षित सरकार में दिल्ली नगर निगम को 3 हिस्सों में बांटा गया था। 2022 में इन हिस्सों को मिलाकर फिर एक कर दिया गया। इसके बाद यह MCD का पहला चुनाव था।वहीं, AAP के आले…
Today Gujarati News (Desk)મહીસાગરના લુણાવાડામાં કરુણાંતિકા સર્જાઇ છે જ્યાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. જેના કારણે સાત લોકોના મોત નીપજ્યાના છે. જ્યારે 35થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો.આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જઇ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 35 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા…
Today Gujarati News (Desk) ડુંગળીએ ફરી ખેડૂતોને રડાવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડૂંગળીના નજીવા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને એક કિલો ડુંગળીમાં માત્ર અઢી રૂપિયાથી આઠ રુપિયા જેટલા જ ભાવ મળતા ખેડૂતોને રડાવ્યા છે. ખેડૂતોને મળી રહેલા આ ભાવમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળતો નથી. રાત દિવસ ખેતરમાં મહેનત કર્યા બાદ પણ આ હાલ થાત ખેડૂતો નિરાશ થયા છે.તો બીજી બાજુ હળવદના ખેડૂતની પરિસ્થિતિની વાત કરીએ તો, ભલગામડાના ખેડૂતે 100 વીઘાની ડુંગળી પર રોટોવેટર ફેરવી નાંખ્યું છે. ગરીબોની કસ્તુરી ખેડૂતોને પાયમાલ કરી રહી છે. હળવદના ખેડૂતને ડુંગળીના ઉભા પાક પર રોટોવેટર ફેરવવું પડ્યું હતુ. જે ડુંગળી તૈયાર થઈને માર્કેટ પહોંચી તેમાં…
Today Gujarati News (Desk)રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય રહે તે માટે હવે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ દાખલ કરવા માટેનો કાયદો બનાવવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારે ગુજરાતી ભાષા ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત ગુજરાતી ભાષા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું. જે મામલે રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇકોર્ટે પર લાલ આંખ કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે હવે કાયદો બનાવવા જઈ રહી છે.આ કાયદા…
Today Gujarati News (Desk) લુણાવાડામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબક્યો છે. જેના કારણે પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ટેમ્પોમાં 50 જેટલા જાનૈયાઓ લગ્ન માણવા માટે જઇ રહ્યા હતા. ત્યારે જ આ ખુશીનો માહોલમાં માતમ છવાઇ ગયો હતો.મૃતઆંક વધવાની આશંકાઆ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિસાગરના લુણાવાડા પાસે જાનૈયાઓથી ભેરેલો ટેમ્પો લગ્નમાં જઇ રહ્યો હતો. આ ટેમ્પો લગ્નની જાન લઇને ગઠાથી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક…
Today Gujarati News (Desk)અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યારાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર આવેલા રસુલપુર નજીક આ અકસ્માતની ઘટના બની હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.…
Today Gujarati News (Desk)મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જવાબદાર લોકોને કડક સજા કરવાની માંગઆજે સુનાવણી દરમિયાન બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેમને ઝડપથી ન્યાય મળે. તે ઉપરાંત એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ. બીજી તરફ ઓરેવા કંપનીના…
Today Gujarati News (Desk)દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFCએ ફિકસ્ડ ડિપોઝીટ પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. HDFC બેંકે 2 કરોડ રૂપિયા સુધીની FD પર વ્યાજ વધાર્યું છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધાર્યા બાદ મોટાભાગની બેંકોએ FD પર વ્યાજ વધાર્યું હતું અને હવે આ યાદીમાં HDFC બેંકનું નામ પણ સામેલ થઈ ગયું છે. HDFC બેંકના નવા દરો 21 ફેબ્રુઆરી 2023થી અમલમાં આવ્યા છે. HDFC બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેંક સામાન્ય લોકોને 3%થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 7.60% સુધી વ્યાજ ઓફર કરે છે. કઈ કેટેગરીમાં સૌથી વધુ વ્યાજ ?HDFC બેંક સામાન્ય લોકોને 15…
Today Gujarati News (Desk)તુર્કેઈ અને સીરિયામાં આવેલા ભયંકર ભૂકંપોથી થયેલી તબાહી અને તેના પહેલા ઉત્તરકાશીમાં પડેલી તિરાડોના કારણે ભારતમાં સિસ્મોલોજીસ્ટ સતર્ક થઈ ગયા છે. હૈદરાબાદ સ્થિત એનજીઆરઆઈના પ્રમુખ વૈજ્ઞાનિક અનુસાર ભારતીય પ્લેટ સરકવાના કારણે હિમાલયના વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધી રહ્યુ છે. નેશનલ જિયો ફિજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હિમાલય ક્ષેત્રમાં ટૂંક સમયમાં મોટો ભૂકંપ ત્રાટકી શકે છે. ડૉ. પૂર્ણચંદ્ર રાવનું કહેવું છે કે હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગ અને ઉત્તરાખંડમાં ભયાવહ ભૂકંપની શક્યતા છે. તેની તીવ્રતા પણ ૮થી વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે તૂર્કેઈમાં એવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે મોટાપાયે જાનહાનિ થઇ અને લાખો લોકોએ બેઘર થવાનો…