Author: todaygujaratinews

Today Gujarati News (Desk)વર્ષો બાદ માંડવી બંદરે કચ્છનું પ્રથમ મહાકાય બાર્જ જહાજ છેલ્લા એક વર્ષથી આકાર પામી રહ્યું છે. આ જહાજ 1000 ટન લોખંડમાં બની રહ્યું છે. ખાસ વાત એ છે કે આ જહાજમાં તમામ વસ્તુઓ મેડ ઈન ઇન્ડિયા વાપરવામાં આવી છે. 25 થી 30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી બની રહેલા આ જહાજને અનેક ખાસિયતો છે. જેમાં 46 ફૂટ પહોળાઇ, 50 ફૂટ ઊંચાઇ, 256 ફૂટ બાર્જની લંબાઇ, 600 હોર્સપાવરના બે એન્જિન, 3 હજાર ટન માલવાહન ક્ષમતા આમ તો લાડકાનાં મોટા જહાજમાં 1500 ટન માલ પરિહન થાય છે. પરંતુ આ મહાકાય જહાજમાં 2500 ટનથી 3000 ટન માલ પરિવન કરી શકશે. કચ્છમાં…

Read More

Today Gujarati News (Desk)બોલીવુડના પ્રખ્યાત સિંગર અરમાન મલિકે પોતાની સિંગિંગ દ્વારા હોલિવૂડમાં પણ પોતાનુ સ્થાન બનાવ્યુ છે. પરંતુ આ દિવસોમાં જ્યારે પણ યુઝર્સ અરમાન મલિકનું નામ સર્ચ કરે છે, ત્યારે સિંગરની જગ્યાએ જે યુટ્યુબ વ્લોગ અને બે પત્નીઓ માટે જાણીતા તે યુટ્યુબર અરમાન મલિકનું નામ આવે છે.સિંગર અરમાને ઠપકો આપતા ટ્વીટ કર્યું કે, “મીડિયામાં તેને અરમાન મલિક કહેવાનું બંધ કરો. તેમનું અસલી નામ ખરેખર સંદીપ છે. ભગવાન માટે મારા નામનો દુરુપયોગ કરવાનું બંધ કરો. મને સવારે ઉઠીને મારા નામ વિશેના આ પ્રકારના આર્ટીકલ વાંચવાથી મને નફરત થઇ ગઇ છે, આ પ્રકારના ન્યુઝથી મને ચીડ ચડે છે” અરમાન મલિકના આ ટ્વિટ પર…

Read More

Today Gujarati News (Desk)તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યા બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ દેશ વિદેશમાં ભૂકંપ વિશે આશંકા વ્યક્ત કરી છે. ભારતમાં પણ વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ ભારતમાં 20 વિસ્તારોમાં અનુમાન લગાવ્યું છે. અને તે પણ 8 તીવ્રતાથી વધારે રિકટર સ્કેલનો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જો 5 ની તીવ્રતા અથવા તેનાથી વધારેનો હોય તો મકાનો – બિલ્ડિંગો હલી જાય છે. તેથી જો 8 ની તીવ્રતાનો ભૂકંપ આવે તો આપણને કેટલું નુકસાન થાય તેની કલ્પના કરવી પણ અઘરી છે. તાજેતરમાં તુર્કીમાં આવેલ ભૂકંપની તીવ્રતા 7.9 ની હતી. જેનાથી કેટલી તબાહી મચી છે તે આપણી સામે છે.તુર્કી અને…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતમાં ફરીવાર સીએનજી વાહનચાલકોને હેરાનગતી થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં આગામી ત્રીજી માર્ચથી સીએનજીનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને આ નિર્ણય લીધો છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નહીં આવતાં હવે અચોક્કસ મુદ્દત સુધી સીએનજીનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રીજી માર્ચથી સીએનજીનું વેચાણ બંધપ્રાપ્ત વિગતો પ્રમાણે સીએનજીના વેચાણ માટેનું ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. આ માટે સરકારને અનેક પત્રો લખવામાં આવ્યાં અને મીટિંગો પણ કરાઈ છતાંય તેનું કોઈ નિરાકરણ નહીં આવતાં આજે ગુજરાતના સીએનજી ડીલર્સની મીટિંગ મળી હતી. આ મીટીંગમાં સર્વાનુમતે ત્રીજી માર્ચથી…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદ : વિનોદ અદાણી એક તરફ વિદેશમાં કંપનીઓ ધરાવે છે અને વિદેશી કંપનીઓના માધ્યમથી ભારતમાં અદાણી જૂથની કંપનીઓ સાથે સીધી નાણાકીય લેવડદેવડ પણ થઈ રહી છે. વિનોદ અદાણી જૂથની કંપનીઓમાં નાણા ઠાલવી રહ્યા છે તે છતાં ગૌતમ અદાણી તેની સાથે કોઈ સંબંધ નથી એવો બચાવ કરે છે તે બાબતે ચર્ચા જાગી છે. સેબીના દસ્તાવેજો પ્રમાણે ગૌતમ અદાણી, વિનોદ અદાણી અને રાજેશ અદાણી ‘અદાણી એન્ટરપ્રાઈઝ’ના માલિક અને પ્રમોટર છે. સાયપ્રસનો પાસપોર્ટ ધરાવતા વિનોદ અદાણી દુબઈમાં રહીને ભારત સ્થિત અદાણી જૂથને ફાયદો કરાવી રહ્યા છે અને હિન્ડનબર્ગે રજૂ કરેલા અહેવાલમાં એની ભૂમિકા સૌથી શંકાસ્પદ ગણાવાઈ છે.હિન્ડેનબર્ગમાં વિનોદ અદાણીના નામનો…

Read More

Today Gujarati News (Desk)છેલ્લા ઘણા સમયથી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. દિલ્હીની કેજરીવાલ સરકાર સતત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સહિતના આરોપોનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની 8 કલાક પુછપરછ કરાયા બાદ ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ તેમના રિમાન્ડ પણ મંજુર થઈ ગયા હતા, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું છે.આ સાથે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે. ધરપકડ બાદ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે.દરમિયાન દિલ્હી લિકર પોલીસી મામલે પૂછપરછ દરમિયાન સહયોગ ન કરવા બદલ રવિવારે CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ…

Read More

Today Gujarati News (Desk)સાઉથ ઈસ્ટ દિલ્હી જિલ્લાના કાલિંદી કુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી મૂળની એક મહિલાનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો 23 ફેબ્રુઆરીનો છે. મ્યાનમાર મૂળની એક મહિલાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી અને ઓટો ડ્રાઈવર સહિત તેના અન્ય ચાર સાથીદારો પર અપહરણ અને રેપનો ગંભીર આરોપ લગાવ્યો છે.પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર પ્રમાણે ગેંગરેપની ઘટના રવિવારે બની હતી જ્યારે એક ઓટો ડ્રાઈવરે મ્યાનમાર મૂળની મહિલાને તેની ઓટોમાં બેસાડી અને પછી તેના નાક આગળ કપડું નાખ્યુ જેના કારણે તે બેહોશ થઈ ગઈ. હોશમાં આવ્યા બાદ પીડિતાએ જોયુ તો એક રૂમમા હતી જ્યાં ઓટો ડ્રાઈવર…

Read More

Today Gujarati News (Desk)ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે યોજાયેલ ઈન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, સ્થિરતા લાવવામાં વ્યવસાયની પ્રાથમિક ભૂમિકા રહે છે. ભારત અને યુરોપ બહુપક્ષીય, ભૌગોલિક રાજકીય અને સુરક્ષા ચિંતાઓ ક્ષેત્રે એકબીજા સાથે સંકળાયેલા છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, યુરોપ ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે. એસ. જયશંકરે ભારતના અર્થતંત્રની વાત કરતા કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ભારત એકમાત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે.ભારત યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ આજથી 1 માર્ચ, 2023 સુધી…

Read More

Today Gujarati News (Desk)ગુજરાતની રાજ્યભરની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દ્વારા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજીયાત કરવામાં આવશે. આજે આ માટે ગાંધીનગરમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ છે. એક બેઠક સવારે યોજાશે જ્યારે બીજી બેઠક બપોરે યોજાશે. ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓતમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી ભણાવવું ફરજિયાત પ્રથમ વખત નિયમના ભંગ બાદ રૂ. 50,૦૦૦નો દંડબીજી વખત નિયમના ભંગ…

Read More

Today Gujarati News (Desk)રાજકોટના ચર્ચાસ્પદ મયૂરસિંહ રાણા પર હૂમલા કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આ ઉપરાંત તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે જામીન આપવામાં આવ્યા છે. આજે હાઈકોર્ટે જામીન મંજુર થયા છે. આજે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર થયા હતા. રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના આ CCTV ફૂટેજ સામે આવ્યા હતા જેમાં દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ કારમાં આવે છે અને એકાએક ધોકા સાથે ઉતરી મયુરસિંહ રાણા નામના યુવાન પર બેફામ માર મારે છે. અચાનક આસપાસના લોકો એકઠા થતા તેઓ નાસી છૂટ્યા હતા અને ઈજાગ્રસ્ત…

Read More