Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)ડાયરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 બાદ હવે ટૂંક સમયમાં જ તમને બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 થિયેટરમાં જોવા મળશે. બ્રહ્માસ્ત્રના પાર્ટ 1 માં રણબીર કપૂરે શિવાનો લીડ રોલ નિભાવ્યો હતો. જેની પાસે અગ્નિની શક્તિ હોય છે. રણબીરે ફિલ્મ માટે 25-30 કરોડ રૂપિયા ફી લીધી હતી. આ વખતે રણબીર કપૂરે પોતાની ફી વધારી દીધી છે. આ વખતે રણબીર કપૂર આ ફિલ્મના પાર્ટ 2 માટે 40 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે પહેલા પાર્ટમાં ઈશાનો રોલ નિભાવ્યો હતો જે શિવાની સ્પાર્ક એટલે કે લાઈટ છે તેમનુ જીવન, તેમની ગર્લફ્રેન્ડ છે. આ સાથે જ રણબીર કપૂર અને આલિયા…
Today Gujarati News (Desk)હાલમાં ડબલ સિઝનને કારણે અમદાવાદ શહેરમાં છેલ્લા દસ દિવસમાં સરકારી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો, બળતરા તેમજ ન્યુમોનિયા સહિતના અનેક કેસ નોંધાયા છે. ડોક્ટર જણાવ્યા મુજબ શહેરમાં હાલ 30 ટકા સુધીથી વધુ અલગ-અલગ બીમારીના કેસમાં વધારો નોંધાયો છે. તો આ બાજુ ગરમી શરૂ થતા ટાઈફોડના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા દસ દિવસમાં સરકારી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો, બળતરા તેમજ ન્યુમોનિયા સહિતના અનેક કેસ નોંધાયા છે. જેમા શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપેલ માહિતી પ્રમાણે છેલ્લા દસ દિવસમાં જનરલ ઓપીડીના કુલ 33,323 દર્દીઓએ સારવાર લીધી છે. જ્યારે તેમાંથી 3145 દર્દીને દાખલ કરીને…
Today Gujarati News (Desk)કરાઈ પોલીસ એકેડેમીમાં 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. એવો આક્ષેપ થતાં જ સરકારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ…
Today Gujarati News (Desk)હોળીથી પહેલા ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને મોટો આંચકો આપતા એલપીજી ગેસના ભાવમાં વધારો ઝિંક્યો છે. કોમર્શિયલ અને ઘરેલુ બંને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં 8 મહિના પછી વધારો કરાયો છે. હવે ઘરેલુ ગેસ સિલિન્ડર તમને 50 રૂપિયા વધારે મોંઘુ પડશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 350 રૂપિયા સુધી વધારાયા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને ગેસના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર તાજેતરના મહિનાઓમાં સસ્તું થઈ રહ્યું હતું. જ્યાં સુધી રાંધણ ગેસની કિંમતોનો સવાલ છે 6 જુલાઈ 2022 બાદથી જ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર હતા. હવે બે મહિના બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં…
Today Gujarati News (Desk)ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપ સંગઠનમાં ફેરફારના થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આજે ત્રણ જિલ્લાના અને એક શહેર ભાજપ પ્રમુખે રાજીનામાં આપ્યા છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ પ્રમુખોના રજીનામાં સ્વીકારી લીધા છે. ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખે ત્રણ જિલ્લાના પ્રમુખો અને એક શહેર પ્રમુખ પાસેથી રાજીનામાં સ્વીકારી લીધા છે. આજે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખનુ પણ રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યુ છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં…
Today Gujarati News (Desk)માર્ચના પહેલા જ દિવસે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 2 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી-NCRના આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હીની આસપાસનું વાતાવરણ સવારે ખુશનુમા બન્યુ છે.દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે જ્યારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. મૌસમ વિજ્ઞાન ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આજે દિલ્હી-NCR અને તેની નજીકના યુપી અને હરિયાણાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.વામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 2 કલાક દરમિયાન દિલ્હી, NCR (હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ) કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા), હસ્તિનાપુર,…
Today Gujarati News (Desk)ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું કે, ગત વર્ષે બ્રિટને તેના કુલ વિઝામાંથી 25 ટકા વિઝા ભારતમાંથી જારી કર્યા હતા અને નવી દિલ્હીમાં પણ સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા નોંધાયા હતા. એલિસે ટ્વિટર પર જણાવ્યું કે, વર્ષ 2021માં સ્ટુડન્ટ વિઝામાં 73 ટકાનો વધારો થયો હતો અને ભારતે પણ વર્ક વિઝામાં સૌથી વધુ 130 ટકાનો વધારો નોંધાવ્યો હતો. 2022માં બ્રિટને 28,36,490 વિઝા જારી કર્યા હતા, જેમાંથી અન્ય દેશો કરતા સૌથી વધુ 25 ટકા મુસાફરો વિઝા હેઠળ ભારત ગયા…બ્રિટન ભારત માટે વર્ક તેમજ સ્ટુડન્ટ વિઝા વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, કારણ કે બ્રિટન સરકારે જાહેરાત કરી છે કે,…
Today Gujarati News (Desk)જો તમારે પૈસાની જરૂરિયાત છે અને તમે તમારી LIC Policy પુરી થયા પહેલા જ પોતાના પૈસા ઉપાડવા માગો છો, તો તમે હવે આ કામ સરળતાથી કરી શકશો. એ માટે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે LIC તરફથી તમને પોલિસી સરેન્ડર કરવાની સુવિધા આપવામાં આવે છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે તમે પોલિસી કઈ રીતે સરેન્ડર કરી શકો છો અને એમાં તમને કેટલા રૂપિયાનો ફાયદો થશે. જો તમે પણ LICની પોલિસી લીધી છે અને તમે તેને સરેન્ડર કરવા માગો છો, તો તે પોલિસી આપ સરળતાથી સરેન્ડર કરી શકો છો. પરંતુ તે માટે અમુક નિયમો ફોલો…
Today Gujarati News (Desk)Vitamin B12 Deficiency Symptoms: શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. તેમાં રહેલા વિટામિન્સ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે વિટામિન B12 આમાં સૌથી મહત્વપૂર્ણ વિટામિન છે. તે શરીરમાં એનિમિયાની ઉણપને દૂર કરવાનું કામ કરે છે, જેના કારણે ચેતા અને મગજ યોગ્ય રીતે કામ કરે છે. કૃપા કરીને જણાવો કે આપણું શરીર વિટામિન B12 ઉત્પન્ન કરતું નથી. એટલા માટે આપણે પોતે જ પરિપૂર્ણ કરવાનું છે. આ માટે આપણે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં વિટામિન B12 સારી માત્રામાં હોય. આવો, અમે તમને અહીં જણાવીશું કે વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે…
Today Gujarati News (Desk)હરિયાણાના ગુરૂગ્રામમાં G-20 સંમેલનને લઈને સુંદરતા વધારવા માટે લગાવેલા ફુલોના પોટ્સની ચોરી થઈ છે. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે એક મિનિટ 7 સેકેન્ડની આ વીડિયો ક્લિક ગુરૂગ્રામના શંકર ચોકનો છે. આ ક્લિકમાં કારની પાસે બે લોકો જોવા મળી રહ્યાં છે, જે એકબાદ એક ફુલ પોટ્સને ઉઠાવીને પોતાની ગાડીની ડેકીમાં રાખી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે આ કાર વીઆઈપી નંબર પ્લેટવાળી છે, જેની કિંમત 40 લાખ રૂપિયાની આસપાસ છે. ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઈઓ એસકે ચહલે આ મામલે કાર્યવાહી કરવાનું કહ્યું છે. ન્યૂContact…