Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારના ભાઈ શાલિગ્રામ ગર્ગની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ છતરપુર પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે શાલિગ્રામ ગર્ગની છતરપુર જિલ્લામાંથી જ ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી તેમની ધરપકડનું દબાણ વધતાં આખરે પોલીસને કાર્યવાહીની ફરજ પડી હતી. શાલિગ્રામ ગર્ગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં શાલીગ્રામ દલિત પરિવારના ઘરમાં ઝઘડો કરતી વખતે હંગામો મચાવી રહ્યો હતો. આ પરિવારમાં દીકરીના લગ્ન હતા આ દરમિયાન બાગેશ્વર ધામ સરકારનો નાનો ભાઈ નશાની હાલતમાં લગ્નમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવવા લાગ્યો હતો.આ દરમિયાન શાલિગ્રામ ગર્ગે પરિવારના સભ્યો સાથે મારપીટ પણ કરી હતી. શાલિગ્રામના…
Today Gujarati News (Desk)જિલ્લાના રાજુલામાં નવો બની રહેલો નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આ ઘટના બની છે. બ્રિજ તૂટતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. પ્રત્યક્ષદર્શીએ આ બ્રિજ તૂટવાનો વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે બ્રિજ તૂટતા અનેક સવાલ ઊભા થયા છે કે, હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો છે? કામગીરી ચાલુ હતી તો બ્રિજ કેવી રીતે તૂટી શકે? બ્રિજ તૂટ્યો તો હવે જવાબદાર કોણ? અનેક સવાલ ઊભા થયા છે. નવો બ્રિજ શરૂથાય તે પહેલાં જ ધરાશાયી થઈ ગયો છે. એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આ દાંતરડી બ્રિજ તૂટવા મામલે…
Today Gujarati News (Desk)અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરુઆત સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારથી અઠવાડિયાના અંત સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની વચ્ચે વરસાદ થવાથી ડબલ ઋતુના બદલે ટ્રિપલ ઋતુનો અનુભવ લોકોને થઈ શકે છે.અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, “4,5 અને 6 તારીખે વરસાદ થઈ શકે છે, મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. મોટાભાગે રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ…
Today Gujarati News (Desk)નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં એક નવો ઈતિહાસ રચાયો છે. રાજ્યમાં પહેલી વાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાતી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાનીને ભાજપ અને એનડીપીપી ગઠબંધન ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે લોજપાની અજેતો ઝિમોમીને 1536 વોટથી માત આપી છે. આ ઉપરાંત એનડીપીપી અને ભાજપ ગઠબંધનની એક અન્ય મહિલા ઉમેદવાર સલહૂતુનૂ ક્રુસેએ પશ્ચિમી અંગામી સીટથી જીત નોંધાવી છે. તેમણે અપક્ષ ઉમેદવાર કેનેઝાખો નખરોને 12 વોટથી મામૂલી અંતરથી હરાવ્યા છે.રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી હતી. હેકાની તેમાંથી એક હતી. ચૂંટણી દરમિયાન હેકાનીનો પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી નેફ્યુ રિયો…
Today Gujarati News (Desk)CNG પંપ ચાલકોની હડતાળની જે ચર્ચા હતી તેના પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. પંપ ચાલકો દ્વારા હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સીએનજી પંપ પર અગાઉ હડતાળ મૂકવાની જાહેરાત કરી હતી. કમિશન વધારવાની માંગ સાથે આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જોકે, હવે શુક્રવારથી હડતાળ પર જવાનો પ્લાન મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ચોક્કસ સમયમાં નિર્ણય નહીં લેવાય તો ફરી એકવાર હડતાળની જાહેરાત કરવામાં આવી શકે છે.સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો જોકે, તેના કમિશનમાં વધારો કરવાની માંગ અને રજૂઆતો બાદ નિર્ણયના લેવાતા રાજ્યના સીએનજી સંચાલકો દ્વારા હડતાળ પર ઉતરી…
Today Gujarati News (Desk)માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. એલપીજીથી લઈને દૂધના ભાવ અને સરકારી વિભાગના ઘણા નિયમો બધું જ બદલાઈ ગયું છે. કેટલાક લોકો માટે ભારત સરકારે આ મહિનાની છેલ્લી તારીખ નક્કી કરી છે. તેમાંથી એક આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું છે. વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો PAN ધારકો 31 માર્ચ સુધી સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન નહીં કરે તો તેમના વ્યવસાય અને ટેક્સ સંબંધિત સુવિધાઓ કામ કરવાનું બંધ કરી દેશે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.જણાવી દઈએ કે કુલ 61 કરોડ પરમેનન્ટ…
Today Gujarati News (Desk) પ્રેમ પ્રકરણમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. વાંસદાની સગીરા સાથે મહુવાના 27 વર્ષે યુવકનો પ્રેમ સંબંધ હતો. કિશોરી સગીર વયની હોવાથી પિતાએ લગ્નની ના પાડતા યુવકે સગીરાના ઘરે જ પોતાની ઉપર જલનશીલ પ્રવાહી છાંટી સળગી આપઘાત કરી લીધો હતો. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સગીરાના પિતાએ યુવાનને બચાવવાનો પ્રયાસ કરતા સગીરાના પિતા પણ દાઝી જતા તેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વાંસદાની 16 વર્ષીય સગીર વયની તરુણી સાથે મહુવા તાલુકાના આંગલધારા ગામમાં 27 વર્ષીય રિતેશ ઠાકોરભાઈ પટેલનો પ્રેમ સંબંધ હતો. યુવાન તરુણીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. તરુણી સગીર વયની હોવાથી પરિવારે યુવાન…
Today Gujarati News (Desk)હોળી રંગોનો તહેવાર છે. આ વર્ષે આ તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો એકબીજાને ગુલાલ, પાણી અને પાક્કા કલર્સથી રંગે છે. આ રંગો બજારમાં સરળતાથી અને સસ્તામાં ઉપલબ્ધ છે પરંતુ તેમાં ખૂબ જ ખતરનાક કેમિકલ પણ હોય છે. बुरा न मानो होली है! આમ કહીને રંગોથી મોઢું રંગનારાઓ હવે સાવધાન થઈ જાઓ કેમ કે કેમિકલ કલરની આડ અસર જાણ્યા બાદ તમેજ લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરશો.બજારમાં ઉપલબ્ધ હોળીના રંગોમાં ઘણા કેમિકલ હોય છે. તેનાથી ત્વચા, વાળ અને આંખોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. આ કિસ્સામાં કુદરતી રંગનો ઉપયોગ શ્રેષ્ઠ છે. તમે તેને ઘરે પણ બનાવી…
Today Gujarati News (Desk)મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપની આ બેઠક પર કોંગ્રેસે લાંબા સમય બાદ જીતી હાંસલ કરી છે. ભાજપ પાસેથી ગઢ પર કબજો જમાવવો એ કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે. જ્યારે તમિલનાડુ અને પ.બંગાળમાં પણ કોંગ્રેસે એક એક બેઠક જીતી લીધી છે. મહારાષ્ટ્રની કસ્બા પેઠ અને ચિચવાડ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ બંને બેઠકોમાંથી ભાજપની ગઢ કહેવાતી કસ્બા પેઠ પર કોંગ્રેસ-NCP ગઠબંધને કબજો જમાવ્યો છે. આ બેઠકમાં 27 વર્ષથી ભાજપ પાસે હતી, જોકે હવે કોંગ્રેસની જીત થઈ છે. આ બેઠક પર રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ…
Today Gujarati News (Desk)ગાયિકા સોના મહાપાત્રા (Sona Mohapatra)નો બેધડક બોલવાનો અંદાજ જાણીતો છે. તે કોઈને કોઈ સેલિબ્રિટી વિશે વિવાદિત શબ્દો બોલીને ફસાઈ જાય છે. ત્યારે આ વખતે શહેનાઝ ગિલ તેના નિશાના પર છે.તાજેતરમાં જ સોના મહાપાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શહેનાઝ વિશે કેટલાક ટ્વિટ કર્યા હતા અને તેની પ્રતિભા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે ટ્વિટર પર શહનાઝને આટલું એટેંશન કેમ આપવામાં આવે છે? આ ઉપરાંત તે સાજિદ ખાનને સપોર્ટ કરવા બદલ હજુ પણ શહેનાઝથી નારાજ હોય તેવું લાગે છે.હાલમાં જ શહેનાઝ ગિલે એક કાર્યક્રમમાં નમાજ દરમિયાન ગાવાનું બંધ કરી દીધું હતું. આ વાત ખૂબ જ વાયરલ થઇ હતી.…