Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)અમદાવાદ શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે. આજે ફરીવાર આ ડબલ ડેકર બ્રિજ પરથી એક આધેડ મહિલાએ ઝંપલાવ્યું છે. છેલ્લા એક મહિનામાં બ્રિજથી ઝંપલાવવાની ચોથી ઘટના બની છે. અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મહિલાને મહિલાને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ હતી.ગઈકાલે 23 વર્ષિય યુવતીએ CTM બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અગાઉ 6 ફેબ્રુઆરીએ પણ એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો…
Today Gujarati News (Desk)કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રાના ત્રીજા રથને લીલીઝંડી બતાવી રવાના કર્યો. આ અવસરે રેલીને સંબોધતા અમિત શાહે પૂર્વોત્તરના રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પર આકરા ચાબખાં માર્યા હતા. તેમણે કહ્યું કે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય ત્રણેય જગ્યાએ કોંગ્રેસનો સુપડો સાફ થઈ ગયો. હાર્યા તો હાર્યા પણ એવા હાર્યા કે હવે દૂરબીનથી પણ નથી દેખાતા અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપની એન્ટ્રી સામે સવાલો ઊઠ્યા હતા પણ ત્યાં બીજી વખત ભાજપ અને એનડીએની સરકાર બની રહી છે. તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે તમારી હાજરી જણાવે કે કર્ણાટકમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર રચાવાની છે. બુધવારે ચંપરાજનગર જિલ્લાના…
Today Gujarati News (Desk)ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મોંઘવારીનો પ્રશ્ન ગાજ્યો છે. વિધાનસભામાં અગાઉ નકલી PSI અને બટાકા ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે આજે વિધાનસભાની કામગીરીના પ્રારંભ પુર્વે કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી, ગેસના ,તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગેસનો સિલિન્ડરને ખભે લઈને સંકુલ બહાર ફર્યા હતા. ધારાસભ્યોએ બેનરો દેખાડીને સુત્રોચ્ચાર કર્યો હતો. દરમિયાન વિધાનસભા સંકુલની બહાર ઊભેલી પોલીસે તમામ કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા. કોંગ્રેસના સભ્યોને કાર્ડ અને સિલિન્ડર સાથે પ્રવેશ આપ્યો ન હતો. ભાજપ તારો કે એવો ખેલ, સસ્તો દારૂને મોંઘુ તેલ આ સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા વિધાનસભા…
Today Gujarati News (Desk)સુરતના ચોકબજાર પોલીસ મથકના પંડોળમાં આજે મળસ્કે અઠવાડીયા અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ફરી થયેલા ઝઘડામાં ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો કરતા બે ના મોત નીપજ્યા હતા. ચોકબજાર પોલીસે હુમલો કરનાર ચારની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા પંડોળ ખાતે પરપ્રાંતીય શ્રમજીવીઓ રહે છે. તેમની વચ્ચે અઠવાડીયા અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાની અદાવતમાં આજે મળસ્કે ચાર શ્રમજીવીએ અન્ય ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તે પૈકી બે ના મોત નીપજ્યા હતા. જયારે ત્રીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડબલ મર્ડરની જાણ થતા દોડી ગયેલી ચોકબજાર…
Today Gujarati News (Desk)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે મોટી ટિપ્પણી કરી છે. તેમણે ગ્રંથો અને પરંપરાઓની સમીક્ષાની વાત કરી છે. ભાગવતે કહ્યું કે હિન્દુ ધર્મ વિજ્ઞાન અનુસાર ચાલે છે. વિજ્ઞાનમાં અત્યાર સુધી થયેલા રિસર્ચમાં અત્યાર સુધી આપણા પૂર્વજોએ કરેલું કંઈક ને કંઈક સામેલ છે. જોકે તે મૌખિક પરંપરાથી ચાલીને આવ્યું. પછી અમુક સ્વાર્થી લોકોએ ગ્રંથોમાં થોડું-થોડું ઉમેર્યું જે એકદમ ખોટું છે. નાગપુરમાં સરસંઘચાલકે કહ્યું કે હિન્દુ ધર્મ જીવનને સંતુલિત કરતો ધર્મ છે. આપણો ધર્મ વિજ્ઞાન અનુસાર ચાલે છે. વિજ્ઞાન માનવી માટે લાભદાયી થાય તે માટે ધર્મની જરૂર છે એટલા માટે વિજ્ઞાન સામે લાવવાની જરૂર છે. આપણી પરંપરાઓમાં,…
Today Gujarati News (Desk)પંજાબમાં બધુ ઠીક હોય તેવા સંકેત નથી મળી રહ્યા. પંજાબના મુખ્યમંત્ર ભગવંત માને ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત આશરે 40 મિનિટ સુધી ચાલી હતી. તેમાં પાકિસ્તાનથી થતી ડ્રગ્સની દાણચોરી અંગે ચર્ચા થઈ હતી. સાથે જ સરહદે મજબૂત સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય બનાવવા અંગે પણ ચર્ચા થઇ હતી. હવે એવી પણ માહિતી સામે આવી છે કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષાદળોની 50 કંપનીઓ પંજાબ મોકલવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓ ઝારખંડથી પંજાબ પહોંચશે. તેમાં સીઆરપીએફની 10, આરએએસફની 8, બીએસએફની 12, આઈટીબીપીની 10 અને એસએસબીની 10 કંપનીઓ સામેલ…
Today Gujarati News (Desk)ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટમાં જજના રુપમાં નિમણૂક માટે પાંચ ન્યાયિક અધિકારીઓ અને બે વકીલોના નામની ભલામણ કરી છે. આ ઉપરાંત ગુવાહાટી હાઈકોર્ટમાં જજના રુપમાં નિમણૂક માટે વરિષ્ઠ વકીલ કરકદ અટેના નામની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં 8 જજોની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફના કૉલેજિયમની ભલામણમાં બે વકીલો અને પાંચ નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કોલેજિયમની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે એડવોકેટ દેવાન મહેન્દ્રભાઈ દેસાઈ અને મોક્ષા કિરણ ઠક્કરને જજ તરીકે…
Today Gujarati News (Desk)અમદાવાદમાં 24 કલાકમાં જ હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. શહેરના નરોડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં એક કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યુ હતું. શહેરમાં ગઈકાલે એક BMW કાર ચાલકે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા. આ ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય થયો છે ત્યા ફરી એકવાર એક કાર ચાલકે એક યુવકને અડફેટે લેતા તે યુવકનું મોત નિપજ્યુ હતું. આ ઘટના નરોડા પાટીયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ઉલાળ્યો હતો. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ…
Today Gujarati News (Desk)लोकसभा चुनाव 2024 में प्रधानमंत्री नरेंद्र मोदी के विजयी रथ को रोकने के लिए विपक्षी पार्टियां पूरा जोर लगा रही हैं. इसके मद्देनजर कांग्रेस समेत तमाम सियासी दल विपक्ष को एकजुट करने की कोशिश में जुटे हुए हैं. माना जा रहा है कि अगर विपक्षी एकता अस्तित्व में आ जाती है तो बीजेपी के लिए सिरदर्द साबित होगी. हाल ही में सामने आए एक सर्वे में ये बात तकरीबन सच साबित होती भी लग रही है.टीवी9 भारतवर्ष और पोलस्ट्रैट के एक हालिया सर्वे के आंकड़े इशारा कर रहे हैं कि अगर 2024 से पहले विपक्षी एकजुटता बन…
Today Gujarati News (Desk)केंद्रीय मंत्री अनुराग ठाकुर ने कांग्रेस नेता राहुल गांधी पर पलटवार करते हुए कहा कि कल के नतीजे बताते हैं कि कांग्रेस का सूपड़ा साफ हो गया है. उन्होंने कहा कि ये नतीजे क्या आयेंगे, उन्हें पता था. बीजेपी नेता ठाकुर ने राहुल गांधी पर तंज कसते हुए कहा कि पेगासस उनके मोबाइल में नहीं उनके दिलो-दिमाग में बैठा हुआ है.अनुराग ठाकुर ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में दुनियाभर में भारत का मान-सम्मान बढ़ा है. उन्होंने राहुल गांधी को निशाने पर लेते हुए कहा कि इटली की प्रधानमंत्री ने क्या कहा, शायद उन्होंने (राहुल…