Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તેમાં ધોરાજીના યુવાનની ઓળખ થવા પામી હતી, જ્યારે અન્ય યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.આ અકસ્માતની વધુ વિગત પ્રમાણે ધોરાજીથી ટેમ્પોમાં ટમેટા ભરીને મોહસીન હાજી અને રફિકભાઈ મોતીવાલા રાજકોટ આવી રહ્યાં હતા. આ બંને યુવકો સાથે અન્ય બે યુવકો પણ સાથે આવી રહ્યા હતા. આ ટેમ્પો ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર બીલીયાળા ગામના પાટિયા નજીક પહોંચ્યો હતો ત્યારે ત્યાં ઉભેલા એક ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. આ અકસ્માત એટલો ગંભીર…

Read More

Today Gujarati News (Desk)ભારતમાં હોળીના પર્વનું અનોખું મહત્વ રહેલું છે. દેશના દરેક ગામના મોટા ભાગના ચોકે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીના તહેવાર પર સાંજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો જાહેર રસ્તા પર ખાડા ખોદી હોલિકા દહન કરતા હોય છે, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે AMC દ્વારા માટીની જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવશેજેને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, હોલિકા દહન સમયે જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જોઇએ. તેમજ હોલિકા દહન સમયે રોડ રસ્તાઓ પર ધૂળ કે માટી નાખી, ઇંટો મૂકી કરવું જોઇએ. કારણ કે રસ્તાઓ…

Read More

Today Gujarati News (Desk)પોલીસ ધરપકડ વોરંટ સાથે લાહોર સ્થિત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરે પહોંચી છે. ઈસ્લામાબાદ પોલીસ રવિવારે તોશાખાના કેસના સંબંધમાં ધરપકડ વોરંટ સાથે પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનના ઝમાન પાર્ક સ્થિત નિવાસસ્થાને પહોંચી છે. ઈમરાન ખાનના ઘરમી બહાર તેમના સમર્થકોનો ભારે જમાવડો છે. ડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈસ્લામાબાદમાં 28 ફેબ્રુઆરીએ પૂર્વ વડાપ્રધાન સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. 28 ફેબ્રુઆરીએ ઈમરાન ખાનને અનેક મામલામાં હાજર કરવામાં આવ્યા હતા. અલગ-અલગ કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી.તેમને ઘણી જગ્યાએથી રાહત પણ મળી છે. પરંતુ તોશાખાના કેસમાં તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. ઈમરાન ખાન 28 ફેબ્રુઆરીએ ચાર અલગ-અલગ…

Read More

Today Gujarati News (Desk)રાજ્યમાં ચર્ચાસ્પદ બોગસ PSI મયુર તડવી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગઈકાલે રાતોરાત 6 પોલીસ કર્મીઓને સસ્પેન્સ કરવામાં આવ્યા છે. PSI ભરતીનું વેરિફિકેશન કરનાર SRPના ચાર પોલીસમેન સસ્પેન્ડ થયા છે. આ કેસની તપાસ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે. બોગસ PSI કેસમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિગ લઈ રહ્યો હતો. આ મામલે હવે તંત્ર દ્વારા રાતોરાત કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં 4 ADIને અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિવાદ મામલે જવાબદાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં…

Read More

Today Gujarati News (Desk)દિલ્હી પોલીસે દિલ્હી સરકારની એક સ્કૂલ સામે ગેટ પર આઈ લવ મનીષ સિસોદિયાનું બેનર લગાવવા બદલ કેસ નોંધ્યો છે. શનિવારે પૂર્વોત્તર દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં સ્થાનિકોએ બેનર લગાવવાનો વિરોધ કર્યો હતો. તેના પછી લોકોએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. આ મામલે શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં દિલ્હી સંપત્તિ વિરુપણ નિવારણ એક્ટની કલમ ૩ હેઠળ કેસ દાખલ કરાયો છે. ફરિયાદી દિવાકર પાંડેએ કહ્યું કે ૩ માર્ચે સવારે 8.30 વાગ્યે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર શાસ્ત્રી પાર્કમાં સરકારી સ્કૂલના ગેટની ઉપર એક બેનર લગાવી રહ્યા હતા. સૌથી પહેલા તેમણે સ્કૂલમાંથી એક ડેસ્ક લીધું અને તેને બહાર લાવી તેના…

Read More

Today Gujarati News (Desk)વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેન્દ્રીય તપાસ એજન્સીઓના સતત દુરુપયોગનો આરોપ મૂક્યો છે. પત્રમાં વિપક્ષના આ નેતાઓએ સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓના દુરુપયોગ બદલ ભાજપની આકરી ટીકા પણ કરી હતી. પત્રમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા સામે પણ નિશાન તાક્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું છે કે વિપક્ષના જે નેતા ભાજપમાં જોડાઈ જાય છે તેમની વિરુદ્ધ પણ તપાસ લગભગ ઠપ થઇ જાય છે. સાથે જ રાજ્યપાલના કાર્યાલય પર ચૂંટાયેલી લોકશાહી સરકારોના કામમાં દખલ કરવાનો આરોપ મૂકાયો હતો. દાવો કરાયો કે રાજ્યપાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વધતા મેતભેદોનું મુખ્ય કારણ બની ગયા છે.વિપક્ષના નેતાઓએ કહ્યું…

Read More