Author: todaygujaratinews

Today Gujarati News (Desk)જામનગરના મસીતીયા ગામે ધુળેટી પર્વત નિમિત્તે વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં આવી છે. છેલ્લા 125 વર્ષથી ઘૂળેટી પર્વ અને મસિતિયા ગામે આવેલ કમરૂદીન બાબાના ઉર્ષની સંયુક્ત રીતે ઉજવણી કરી અશ્વ દોડ અને ઊંટ ગાડી દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જામનગરના મસીતીયા ગામમાં વર્ષોથી અશ્વ દોડ અને ઊંટ ગાડી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ કાઠીયાવાડી ઘોડાએ રેસમાં ભાગ લીધો હતો. આ વર્ષે યોજાયેલી અશ્વ દોડ સ્પર્ધામાં મસીતીયા ગામના ઘોડાએ ઇનામ જીત્યું છે. આ વર્ષ 302 નબરના ઘોડો સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે.જો કે ગત વર્ષે બાદશાહ 307 પહેલા નંબર આવ્યો હતો. છેલ્લા…

Read More

Today Gujarati News (Desk)IMD Rainfall Alert, Weather Update: દેશભરના વિવિધ રાજ્યોમાં આ સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યાં છે તો ક્યારેક અચાનક વરસાદ આવી રહ્યો છે. પહાડી રાજ્યોને લઈને મેદાની વિસ્તાર સુધી, હવમાનમાં આ દિવસોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી છે અને જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 થી 11 માર્ચ એટલે કે ત્રણ દિવસ સુધી પૂર્વ ભારતમાં ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આ સિવાય પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, આ સિવાય પશ્ચિમ…

Read More

Today Gujarati News (Desk)અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ ટૂંક સમયમાં પોતાનું પદ છોડી દેશે. વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત પ્રમાણે ભારતીય-અમેરિકી વેદાંત પટેલ હવે વચગાળાના પ્રવક્તાનો ચાર્જ સંભાળશે. પટેલ હાલમાં ઉપ પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન વિભાગની દૈનિક પ્રેસ બ્રીફિંગ શરૂ કરવા માટે બ્લિન્કને પ્રાઈસના વખાણ પણ કર્યા હતા. બ્લિન્કને કહ્યું કે કાર્યભાર સંભાળ્યા પછી પ્રાઈસે 200થી વધારે પ્રેસ બ્રીફિંગ કર્યુ અને આ દરમિયાન તેમણે સંવાદદાતાઓની સાથે સાથે પોતાના સહકર્મચારીઓ અને દરેકની સાથે સન્માનજનક વ્યવહાર કર્યો.બાઈડેન પ્રશાસને હજુ સુધી નેડ પ્રાઈસની જગ્યાએ બીજા કોઈના નામની જાહેરાત કરી નથી. જોકે વેદાંત પટેલને…

Read More

Today Gujarati News (Desk)પ્રાંતિજ નનનપુર ગામમાં જમીનમાંથી ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું તો પાણીના ટેન્કરો વડે છટકાવ કર્યો હતો અને ધુમાડા બંધ થયા બાદ જેસીબી વડે ખોદકામ કર્યું હતું જેને લઈને તંત્ર અને પંચાયતે આગળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી જો કે મહિલા ખુલી જગ્યા ઉપર લાકડા વીણવા ગઈ હતી તે દરમિયાન જમીનમાં પગ ધસી પડતા પગ દાજયો હતો બાદમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી જોકે ધુમાડો વધુ પ્રસરતા ગામના સાનિકો ના ટોળેટોળા એકઠા થયા હતા.સ્થાનિકોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર…

Read More

Today Gujarati News (Desk)ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે 4 વિકેટ ગુમાવીને 255 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ શાનદાર રમત રમતા સદી ફટકારી છે.ઉસ્માન ખ્વાજાએ પોતાની સદી પૂરી કરી લીધી છે. ખ્વાજાએ 246 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ખ્વાજાની ટેસ્ટ કારકિર્દીની 14મી અને ભારત સામે પ્રથમ સદી છે.ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતોઓસ્ટ્રેલિયાનો…

Read More

Today Gujarati News (Desk)એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આજે કોનવોકેશન સમારો હ અને આપવાની બાકી માર્કશીટો લઈને કરાયેલા આંદોલનમાં તોડફોડ થઈ હતી મળતી વિગતો પ્રમાણે abvp ના કાર્યકરો દ્વારા આજે બપોરે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો જેના પગલે વિજિલન્સ અને સિક્યુરિટી દ્વારા વિદ્યાર્થીઓને દૂર ખસેડવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાનમાં ભારે ધક્કા મૂકી અને ઝપાઝપી પણ થઈ હતી. હેડ ઓફિસના મુખ્ય દરવાજેથી વીસીને લઈ જવા શક્ય નહોતા જેથી વીસીને વિજિલન્સની ઓફિસમાંથી માંડ માંડ હેડ ઓફિસની અંદર પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાનમાં ધક્કા મૂકી અને ગરમીના કારણે એબીપીની એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને સારવાર મળે…

Read More