Today Gujarati News (Desk)
-કારમાંથી રોકડના કરોડો નાં બંડલો મળ્યા..
-રાજસ્થાન-માવલ ચેકપોસ્ટ પર કારમાંથી 3.95 કરોડ રૂપિયા મળી આવ્યા
– પાટણ નાં બે ઝડપાયેલ શખ્સો હવાલા વહેપરના કુરિયર
– ઉદેપુર થી હવાલા રકમ અમદાવાદ પહોંચાડવાની હતી .
( ધ્રુવ પરમાર ,ટુડે ગુજરાતી ન્યુઝ )
રાજસ્થાન અને ગુજરાતની આવેલી માવલ ચેકપોસ્ટ પર,રાજસ્થાન પોલીસે બાતમી આધારે હવાલા રેકેટ થી કરોડો ગુજરાતમાં ઘુસાડવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જેમાં બે ઇસમો ઉદેપુર થી કાર માં સવાર થઈ નોટોના બંડલો સાથે ઝડપાયા હતા. આ કારમાં ગેરકાયદેસર રીતે હવાલા કૌભાંડ મારફતે 3.95 કરોડ જેવી માતબર રકમ અમદાવાદ લઈ જવાનું ખૂલ્યું છે.જેમાં રાજસ્થાન ની માવલ પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.
ગુજરાત અને રાજસ્થાન ની સરહદે માવલ ચેકપોસ્ટ આવેલ છે.જે પંજાબ રાજસ્થાન ,મધ્યપ્રદેશ ની બોર્ડર થી ગુજરાતમાં આવતા વાહનોનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે .જેથી રાજસ્થાન નાં સિરોહી જિલ્લા એસપી મમતા ગુપ્તાએ આ સંવેદનશીલ બોર્ડર પર ખાસ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ રાખ્યું છે.જેમાં પોલીસ ને બાતમી મળી હતી કે ઉદેપુર થી હવાલા મારફતે મોટી રકમ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહી છે.જેથી પોલીસે નાકાબંધી કરી,તપાસ કરતા એક શકમંદ પંજાબ પારસિંગની કાર દેખાતાં પોલીસે તેને રોકી તપાસ કરતા ,તેના સીટ નીચે થી ભારતીય ચલણી નોટોના રું,3.95 કરોડમાં બંડલો મળ્યા હતા.આ કારમાંથી ઝડપાયેલ ઈસમો પાટણ નાં હતા .અને અમદાવાદની એક હવાલા કામ કરતી ઓફિસમાં 25 હજારના પગારદાર હતા .જેઓનું કામ હવાલા ની રકમ એક જગ્યાએ થી લઇ પોતાની ઓફિસ સુધી સુરક્ષિત પહોંચાડવાની હતી. આમ ઝડપાયેલ બન્ને કુરિયર બોય જેમ પોતાના શેઠ માટે કામ કરતા હતા.જેથી માવલ ની રિક્કો પોલીસે દ્વારા આ બન્ને ની અટકાયત કરી,આ સમગ્ર મામલે મુખ્ય હવાલા અપરાધીઓ ની શોધખોળ સરું કરાઈ છે .