Today Gujarati News (Desk)
ટુડે ન્યુઝ ગુજરાતી,રીના પરમાર,(બનાસકાંઠા) ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં ગત ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ નાં રોજ ” હે ભગવાન ” સ્વર સાથે ઈશ્વર સ્મરણ પ્રાથના ચાલતી હતી. લાઉસ્પીકર માં સ્કૂલમાં મધુર ધૂન એટલા માટે વગાડાતી હતું કે ૭૪ માં પ્રજાસત્તાક દિન આડે માત્ર ગણતરીના કલાકો બાકી હતી.જેથી બાળકોમાં રાષ્ટ્રીય ચેતના ભાવ જગાડતું આ ગીત,સ્કૂલ આચાર્યે વહેતું કર્યું હતું.જો કે તે દરમ્યાન શાળાની પાછળ રહેતા સ્થાનિક આદિલ નામના યુવકને લાઉસ્પીકરનું આ ગીત જાહેર ન્યુસંસ ફેલાવતો અવાજ લાગતાં તે આ ગીત બંધ કરાવવા સીધો સ્કૂલ પ્રિન્સીપાલ પાસે પહોંચે છે.અને આચાર્ય નાં રૂમની બારી માંથી ,મહિલા આચાર્ય ને માઇક માં ” હે ભગવાન ” ની ચાલતી પ્રાથના બંધ કરવા ઉગ્રતાથી રજૂઆત કરે છે.આદિલ નું કહેવું હતું કે તેની માં બીમાર છે ,પથારીવશ છે અને આ અવાજના ઘોંઘાટ થી તેને તકલીફ થાય છે,આદિલ દ્વારા ઉગ્રતાથી કરાયેલ આ રજૂઆત તે બાદ વિવાદિત બને છે.જેમાં શાબ્દિક વાદવિવાદ થાય છે.આદિલ તે બાદ જતો રહે છે.અને તે બાદ સ્કૂલ આચાર્ય પટેલ પુષ્પાબેન માવજીભાઈ દ્વારા મામલાની લેખિત રજૂઆત,જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસને કરાય છે.જે બાદ હરકતમાં આવેલ પોલીસ આદિલ ની જાહેર સુલેહ ભંગ મામલામાં અટકાયત કરે છે.અને આદિલ આ પ્રથમ પોલીસ કાર્યવાહીમાં જામીન મેળવી મુક્ત થાય છે.
આદિલ ની આ ઉગ્રતા સામે હિન્દુ સમાજ રોષિત બન્યો,કરાઈ રજૂઆત ..
જોકે આ બાબતે શાળાના શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી.આ હંગામો કરનાર આદિલ લઘુમતીકોમનો યુવક હોઇ,આ યુવકનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં,કેટલાક હિન્દુ સંગઠનો પણ આ વિવાદમાં જોડાયા હતા અને આદિલ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.તો વળી આ વિવાદ નો વિડિઓ સોશિયલ મીડિયામાં તેજીથી વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.અને આ વાઇરલ વીડિયોને લઈને બે ધર્મો વચ્ચે વિવાદ ન ફેલાય અને સમાજમાં કડક સંદેશો જાય તે માટે પોલીસે તપાસ હાથ ધરી હતી.અને પોલીસે શાળામાં જઇ શિક્ષકોનાં નિવેદનો નોધી,આ બબાલ કરનાર યુવકની અટકાયત કરી હતી.જેનો બાદમાં જામીન પર છુટકારો થયો હતો.
એસ.પી.અક્ષયરાજ મકવાણા,નો જાહેર સુલેહ શાંતિ માટે કાયદાની કડકાઇએ શ્રેષ્ઠ પ્રયાસ …
આ મામલે નવીન રજૂઆત બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સ્કૂલ પ્રસાશન ની ફરિયાદ રેકર્ડમાં નોંધાય છે.અને પોલીસ આદિલ સામે ભારતીય દંડ સહિંતા ની કલમ ૩૨૩,૫૦૫(૨) મુજબ ફરિયાદ નોધે છે.અને તેની વિધિસર પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ધરપકડ કરી,કાર્યવાહી કરાય છે,આમ આદિલ ભારતીય નાગરિક હોવા છતાં,ગુનો કરતા,૨૬ જાન્યુઆરી ૨૦૨૩ નાં રાષ્ટ્રીય પર્વ ઉજવણી દીને જેલની હવા ખાઇ રહ્યો છે,કેમકે કાયદાના પ્રબંધ મુજબ કાયદો તમામ માટે સામાન ખુશામત કોઈની નહિ સૂત્ર મુજબ પોલીસ,સભ્ય સમાજમાં આ પ્રકારના કૃત્ય થી બે સમાજ વચ્ચે વૈમનસ્ય નાં ફેલાય તે માટે તત્પરતા થી કાયદા મુજબ કામ લે છે.
કોમી એકતાની મિશાલ છે,એસ.એન.કોઠારી પ્રાથમિક સ્કૂલ..
પાલનપુર મધ્યે ઢુંધિયાવાડીમાં એસ.એન.કોઠારી સ્કૂલમાં ભણે છે ૨૦૦ જેટલા લઘુમતી કોમનાં બાળકો,આ સ્કૂલમાં છે ૪ જેટલા લઘુમતી સમાજનાં શિક્ષકો અભ્યાસ કરાવે છે.અહી દરેક સમાજના લોકો દાયકાઓથી ભાઈચારા સાથે રહે છે,અને ક્યારેય કોઈ સમાજ વચ્ચે વિવાદ થયો નથી,ત્યારે આદિલ નામના યુવાનનું ક્ષણીક ઉશ્કેરાટમાં આવી કરાયેલ આ અપરાધી કૃત્ય,લોકોને હતપ્રભ કરનારું બન્યું હતું.
‘ માં ‘ બીમાર હોઈ, લાઉસ્પીકર ઘોંઘાટથી આદિલની માનસિકતા બગડી,અને કર્યો કજિયો..
સ્થાનિકોનું માનીએ તો યુવાન વયનો આદિલ આ રહેણાંક વિસ્તારમાં શાંત સ્વભાવનો યુવક છે.જે મિલનસાર સ્વભાવ ધરાવે છે.જોકે તબીબી સલાહ મુજબ તેની બીમાર માતા ને આરામ ની જરૂરત હોય,સ્કૂલ લાઉસ્પીકર નો અવાજ તેની માતા ને પીડા આપનારો બન્યો હતો.અને તે બંધ નાં થતાં આદિલે ધીરજ ગુમાવી હતી ,અને સ્કૂલ પ્રિન્સીપાલને અવાજ બંધ અથવા ઓછો કરવા રજૂઆત કરવા પહોચ્યો હતો.જ્યાં યુવા અવસ્થામાં તેની રજૂઆત ઉગ્ર બનતાં આ કહેવાતું ક્રાઇમ એટલે કે વાદવિવાદ થયો હતો.અને આદિલ કાયદાના પ્રબંધ તોડતાં ગુનેગાર બન્યો હતો.અને જેલ પહોચ્યો હતો .
શું છે IPC કલમ ૫૦૫(૨).?
જુદા જુદા સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા અણગમાની લાગણી પેદા કરવાના હેતુથી ખોટા નિવેદનો,અફવાઓ વગેરેનું પ્રસારણ કરવું.જેમાં ટ્રાયલ કોર્ટ માં આરોપી નાં આરોપ સિદ્ધ થાય તો તેને કોર્ટ ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા ફરમાવાઈ શકે છે.આ ગુનો કોઈપણ મેજિસ્ટ્રેટ દ્વારા બિનજામીનપાત્ર, કોગ્નિઝેબલ અને ટ્રાયેબલ છે.