Today Gujarati News (Desk)
માણસોએ ‘કૂતરા’ને શરમજનક શબ્દ બનાવી દીધો છે. એવું લાગે છે કે ‘કૂતરો’ કોઈ પ્રાણીનો ઉલ્લેખ કરવા માટે વપરાયો નથી. હવે તો કૂતરાને કૂતરો કહેવું પણ વાંધાજનક બની ગયું છે. તમિલનાડુમાં આ મુદ્દે થયેલી લડાઈમાં એક વ્યક્તિનું મર્ડર થઇ ગયું.
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ડિંડીગુલના થડીકોમ્બુ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મૃતકની ઓળખ 65 વર્ષીય રાયપ્પન તરીકે થઈ છે. તે ખેડૂત હતો.
આ ઘટના એક નાની બોલાચાલીના કારણે થઇ હતી. જ્યાં પાડોશીના પાલતુ ડોગને નામથી ન બોલાવીને કુતરો કહ્યું હતુ. આરોપીએ રાયપ્પનને તેના પાલતુ કૂતરાને કૂતરો ન કહેવાની ચેતવણી આપી હતી. જેથી રાયપ્પનનો આરોપી સાથે કૂતરાને લઈને ઝઘડો થતો હતો. રાયપ્પન દાવો કરતો હતો કે, કૂતરો ખૂબ જ આક્રમક છે અને રસ્તા પર ચાલતા લોકોને પરેશાન કરે છે. આરોપ છે કે કૂતરાએ રાયપ્પન અને અન્ય ઘણા લોકોને પણ કરડ્યો છે. જેથી કથિત રીતે પડોશીઓને કૂતરાને બાંધીને રાખવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ.
19 જાન્યુઆરીના રોજ, રાયપ્પને તેના પૌત્ર કેલ્વિનને નજીકના ખેતરમાં ચાલતા પાણીના પંપને બંધ કરવા કહ્યું. તેણે કેલ્વિનને લાકડી લઈ જવા કહ્યું જેથી નજીકમાં કોઈ કૂતરો દેખાય તો તે તેને બતાવીને ભગાડી શકે. ડેનિયલ આ સાંભળ્યું અને ગુસ્સે થયો. તેણે કથિત રીતે રાયપ્પનની છાતી પર મુક્કો માર્યો હતો. રાયપ્પન નીચે પડી ગયો અને સ્થળ પર જ મૃત્યુ પામ્યો.
અહેવાલ છે કે ડેનિયલ અને તેનો પરિવાર ડરીને સ્થળ પરથી ભાગી ગયા.બીજા દિવસે પોલીસે નિર્મલા અને તેના બે પુત્રોની ધરપકડ કરી લીધી હતી.