Today Gujarati News (Desk)
હવે ઉત્તરકાશીમાં શનિવારે મોડી રાતે 5 વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જોકે જનપદના તમામ તાલુકા ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ મળ્યા નથી. જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી તમામ તાલુકાઓમાં કમ્યુનિકેશન કરી જાણકારી એકઠી કરવામાં આવી રહી છે. ભૂકંપના હળવા આંચકાને લીધે સ્થાનિક સ્તરે કોઈ રેકોર્ડ થયા નહોતા. ભૂકંપનું કેન્દ્ર જાણવા માટે પણ આઈએમડીનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ભૂકંપને લીધે 5 વખત ધરા ધ્રૂજી ઊઠતાં લોકો દહેશતમાં આવી ગયા છે. સ્થાનિકો અનુસાર ભૂકંપના હળવા આંચકા રાતે 12:39 વાગ્યાથી 1:15 વાગ્યા વચ્ચે અનુભવાયા હતા. લોકો આ દરમિયાન ઘરોથી બહાર દોડી આવ્યા હતા. લોકો ઘરમાં પણ જતા હવે ડરી રહ્યા છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878