Today Gujarati News (Desk)
ઈતિહાસમાં પ્રથમવાર અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ આફ્રીકાની ધરતી પર રમાઈ રહ્યો છે.
14 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રીકા સામેની પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ, આજે પણ ભારતીય ટીમે યુએઈ સામેની મેચમાં જીત મેળવી હતી.
આ મેચમાં ટોસ જીતીને યુએઈની ટીમે બોલિંગ પંસદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 219 રન બનાવ્યા હતા. 220 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યુએઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 97 રન જ બનાવી શકી હતી.
ભારતીય ટીમ મહિલા વર્લ્ડ કપમાં 200 રન બનાવનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા વર્લ્ડ કપમાં 200નો સ્કોર કોઈ ટીમ કરી શકી ન હતી. વાઈસ કેપ્ટન શ્વેતાએ સતત બીજીવાર ફિફટી ફટકારી હતી.
શેફાલી વર્મા આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બની હતી. કેપ્ટન શેફાલી વર્માએ 34 બોલમાં 78 રન બનાવી ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી.