Author: todaygujaratinews

Today Gujarati News (Desk)રીના પરમાર ,ટુડે ગુજરાતી ન્યુઝ,બનાસકાંઠાબનાસકાંઠાના દાંતીવાડા નજીક વાધરોલ ગામ પાસે એક ગોજારી અકસ્માતની ઘટનામાં ચાર કમભાગી લોકોના મોત થયા છે.આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી એક મોટરસાયકલ તેમજ એક કારને ટક્કર મારી હતી.જેમાં મોટરસાયકલ પર ત્રણ લોકો સવાર હતા. જ્યારે કારમાં પિતા અને પુત્રી સવાર હતા.જોકે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે કારમાં સવાર-પિતા અને પુત્રી ઘાયલ હતા.જેમાં પુત્રીનું મોત થયું હતું.આમ હિટ એન્ડ રનની આ કરુણાંતિકા માં ચાર લોકોના મોત થયા છે.જેમાં દાંતીવાડા પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે.અકસ્માત ગ્રસ્ત કાર અને મોટર સાઇકલ હિટ એન્ડ રનની…

Read More

Today Gujarati News (Desk)સિહોરના વરલ ગામમાં હાલમાં અજંપાભરી સ્થિતિ છે. મોબાઈલ ટાવરની લિઝના પૈસા મામલે થયેલી માથાકૂટમાં એક યુવતીની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સિહોર તાલુકાના વરલ ગામમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. જેની લીઝના પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપીઓ વચ્ચે માથાકુટ થઈ હતી. ગઈકાલે આરોપીઓએ લશ્કરભાઈ પર હુમલો કર્યો ત્યારે જ નજીકમાં રહેલી તેની ભત્રીજી રાધિકા બારૈયા કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી. જેથી આરોપીઓએ છરીનો ઘા રાધિકાને મારી દેતા તેનું ઘટનાસ્થળે…

Read More

Today Gujarati News (Desk)ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ રહી છે. મેચનો આજે બીજા દિવસના અંતે અક્ષર અને જાડેજા વચ્ચે 81 રન પાર્ટનરશીપ થઈ હતી. રવીન્દ્ર જાડેજાએ બોલીંગમાં કમાલ કર્યા બાદ બેટીંગમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતનો સ્કોર બીજા દિવસના અંતે સાત વિકેટે 321 રન થયા. હાલ ભારત ઓસ્ટ્રેલિયાથી 144 રન આગળ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી. સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમરોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન,…

Read More

Today Gujarati News (Desk)તાજેતરમાં યુપીમાં યોગી સરકારનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે ત્યારે હવે સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરવા માટે ભાજપે તેનો આગામી પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં તે આ વખતે મુસ્લિમોને આકર્ષવાની તૈયારી કરી રહ્યો છે. ભાજપ હવે મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે સૂફી માર્ગ અપનાવશે. સૂફીવાદ એ એક રહસ્યવાદી ઇસ્લામિક વિચાર છે જેમાં મુસ્લિમો દૈવી સ્નેહનું સત્ય શોધવાનો પ્રયાસ કરે છે. 30,000 મતદાન કેન્દ્રો પર મુસ્લિમો નિર્ણાયક ભૂમિકામાં ભાજપે તેના લઘુમતી સેલને મુખ્યત્વે રાજ્યના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ‘સૂફી કોન્ફરન્સ’નું આયોજન કરવા જણાવ્યું છે. એક અંદાજ પ્રમાણે રાજ્યના 1.6 લાખથી વધુ મતદાન મથકોમાંથી લગભગ 30,000 જેટલા પર મુસ્લિમોની વસ્તી છે. યુપી…

Read More

Today Gujarati News (Desk)Highest Paid Actors Of Bollywood: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેઓ માત્ર એક જ ફિલ્મથી કરોડો રૂપિયા કમાય છે. આ સ્ટાર્સ તેમની ફિલ્મોથી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે, તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરે છે. આ જ કારણ છે કે મેકર્સ પણ આ સ્ટાર્સને તેમણે માંગેલી કિંમત આપવા માટે તૈયાર થઈ જાય છે. ચાલો તમને જણાવીએ કયા સ્ટારને સૌથી વધુ ફી ચૂકવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં ત્રણ ખાનમાંથી કોઈ પણ સ્ટારનું નામ ટોપ પોઝિશન પર નથી. ચાલો આ લિસ્ટ પર એક નજર કરીએ.સૈફ અલી ખાન (Saif Ali Khan) :…

Read More

Today Gujarati News (Desk)લગ્નને લઈને દરેક સમાજમાં અલગ-અલગ પ્રકારની વિધિઓ – પ્રથાઓ જોવા મળે છે. કેટલીકવાર કેટલીક ધાર્મિક વિધિઓ સાંભળવામાં જ એટલી વિચિત્ર લાગે છે કે તેના પર વિશ્વાસ કરવો લગભગ મુશ્કેલ બને છે. અત્યારના આધુનિક, ઝડપી અને મોર્ડન જમાનામાં લગ્ન પહેલા લિવ ઇન રિલેશનશિપ હોવું જોઈએ કે નહીં? તેની ચર્ચા ચાલે છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપ જેવી બાબતો સમાજ માટે સારી નથી, જ્યારે કેટલાક લોકો તેનું સમર્થન કરતા લાગે છે. જોકે, કેટલીક પરંપરા એવી છે જે લિવ ઇન રિલેશનનો વિરોધ કરતાં લોકોને ચકિત કરી દેશે.દેશના એક સમુદાયમાં લગ્ન પહેલાં છોકરી માટે સંતાન…

Read More