Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ઈતિહાસને અમર બનાવનાર અશ્વ શક્તિનું સન્માન કરી અશ્વ શક્તિને ઉજાગર કરવાનું કાર્ય બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા ગામ એવા જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અવૈદ સાર્વધિક ટ્રસ્ટ દ્વારા દર મહાશિવરાત્રીના પ્રસંગે પાંચ દિવસીય મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અશ્વો મેળામાં ભાગ લેવા આવે છે. આ પાંચ દિવસીય અશ્વ મેળામાં લાખોની સંખ્યામાં લોકો અશ્વમેળાનો લાભ લે છે.રાજ્યના ખુણે ખુણેથી આવે છે અશ્વોલાખણી તાલુકાના નાનકડા ગામ જસરામાં અવૈદ સાર્વધિક ટ્રસ્ટ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા 2011-12 થી મહાશિવરાત્રી પર્વ પર અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી પર્વ…

Read More

Today Gujarati News (Desk) હસતા-હસતા આઠ ગ્લાસ પાણી ઉપરા છાપરી પીધા પછી હત્યારાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, અભી તીન ખુન ઔર કરને વાલા થા. વસ્ત્રાપુર લેકમાં થયેલી યુવકની હત્યા કેસમાં હત્યારાની મેરેથોન પૂછપરછ દરમિયાન પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો અને અંતે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. હત્યારાએ છેલ્લે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પીને કા પાની નહીં દીયા તો પાવડે સે કાટ દીયા. હત્યારો યુવક સાઇકો હોવાનું મનાઇ રહ્યું છે, ત્યારે તે કયા ત્રણ વ્યકિતની હત્યા કરવાનો હતો તેની પણ ઉડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે.કેમ કરાઇ હતી હત્યા?વસ્ત્રાપુર લેકમાં થોડા દિવસ પહેલા લાલા સંગાડા નામના યુવકની દસ કરતા વધુ…

Read More

Today Gujarati News (Desk)ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને શાનદાર વિજય થયો હતો. બીજી ઇનિંગમાં ભારત તરફથી ટાઈટ બોલિંગ થઈ હતી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.ભારતે 1લી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિને 5 વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે નાગપુર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મોટી જીત નોંધાવી છે.ભારત પ્રવાસે આવેલી કાંગારૂ ટીમ ત્રીજા દિવસે જ ભોંય ભેગી થઈ ગઈ હતી. ભારતે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને શાનદાર સિદ્ધિ ગણાવી છે. ગડકરીએ જણાવ્યું છે કે, આ એક્સપ્રેસ વેને બનાવવા માટે 25 લાખ ટન ચારકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ચાર હજાર ટ્રેનિંગ લીધેલા એન્જીનિયરોને આ એક્સપ્રેસ વે બનાવામાં લગાવ્યા હતા.કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, 4 લેનના આ એક્સપ્રેસ વેને 24 કલાકમાં 2.5 કિમી સુધી બનાવામાં આવ્યો છે. તે એક વર્લ્ડ રેકોર્ડ છે.જ્યારે 50 કિમી સિંગલ લેનમાં 100 કલાકમાં સૌથી વધારે માત્રામાં ચારકોલ નાખવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નીતિન ગડકરીએ આ જાણકારી #BuildingTheNation સાથે ટેગ કરી છે.1386 કિમીની લંબાઈ સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દેશનો સૌથી લાંબા એક્સપ્રેસ…

Read More

Today Gujarati News (Desk)નવી ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. નવી કર વ્યવસ્થામાં, આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે પહેલા 5 લાખ રૂપિયા હતી. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. જો કે, જૂના કર શાસનમાં, સ્ટાન્ડર્ડ ડિડક્શન અને અન્ય વસ્તુઓમાં ઘણી છૂટની જોગવાઈ છે. નવા કર પ્રણાલીમાં આ લાભો આપવામાં આવ્યા ન હતા. પરંતુ આ વખતે નવી ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.નાણા મંત્રાલયે બજેટ 2023-24માં વ્યક્તિગત આવકવેરા અંગે 5 મોટી જાહેરાતો કરી છે. આ ઘોષણાઓ કર મુક્તિ, કર માળખામાં ફેરફાર,…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદ: હાલ રાજ્યમાં જાણે ત્રણ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે (Gujarat Weather Forecast). રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે ગરમી લાગી રહી છે. આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા વિસ્તારમાં તેજ ઠંડા પવન ફુંકાયા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ બદલાતા રાજ્યમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.બીજી બાજુ, વાતાવરણ પલટાતા ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. માવઠા જેવા માહોલથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે તેમ છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. ચાલુ વર્ષે શિયાળામાં કડકડતી…

Read More

Today Gujarati News (Desk)એર ઈન્ડિયાએ હાલમાં જ 500 નવા વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. અહેવાલો અનુસાર, એર ઈન્ડિયાના આ કરાર 100 બિલિયન ડોલરના હોય શકે છે. એવી ધારણા છે કે, નાગરિક ઉડ્ડયન ઇતિહાસના આ સૌથી મોટા કરાર હોય શકે છે. કરાર હેઠળ એર ઈન્ડિયા આ વિમાનો ફ્રેન્ચ કંપની એરબસ અને યુએસ કંપની બોઈંગ પાસેથી ખરીદશે. કંપની આવતા સપ્તાહ સુધીમાં આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.અહેવાલો મુજબ, એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે, જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. અને બોઈંગ પાસેથી ખરીદવામાં આવનાર 220 એરક્રાફ્ટમાંથી 190 મેક્સ 737 નેરોબોડી જેટ અને 20 …

Read More

Today Gujarati News (Desk)ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. આ મહોત્સવને લઈ સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે અને યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે. ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી સ્થિત વિશ્વપ્રસિદ્ધ અંબે માતાજીના ગબ્બર ખાતે 12થી 16 ફેબ્રુઆરી દરમ્યાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવ આવતીકાલથી પાંચ દિવસી સુધી ચાલશે. આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના…

Read More

Today Gujarati News (Desk)રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઓડિશામાં રમા દેવી મહિલા યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારતમાં મહિલાઓની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ હવે કોઈ સૂત્ર નથી પણ તે મહદઅંશે હકીકત બની ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદીએ તેમના સ્કૂલના શિક્ષણ વિશે માહિતી આપી દીક્ષાંત સમારોહને સંબોધતા મુર્મૂએ તેમના વીતેલા દિવસો યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ભુવનેશ્વરના યુનિટ-ર ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ચાર વર્ષ સુધી આ સંસ્થાનમાં અભ્યાસ કર્યો હતો. તે સમયના શિક્ષકોનો પ્રેમ અને સ્નેહ ભૂલી શકાય તેમ નથી. હું આજે પણ મારા અનેક સહપાઠીઓના સંપર્કમાં છું અને આ મહાન…

Read More

Today Gujarati News (Desk)-નવી જંત્રી અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય… -નવી જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રખાયો… -નવી જંત્રી 15 એપ્રિલથી થશે લાગુ..-સરકારની સંવેદનાઓ કરોડો ગુજ્જુ પ્રજાએ આવકારી ટુડે ગુજરાતી ન્યુઝ,ધ્રુવ પરમાર /ગુજરાતમાં સરકારનો જંત્રી ભાવમાં ડબલ વધારો વિવાદનું કેન્દ્ર બન્યો હતો.જંત્રીના ડબલ ભાવ બિલ્ડરો તથા રાજ્યભરના નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો હતો. આ અંગે રાજ્યભરમાંથી ઉઠેલા વિરોધને પગલે આખરે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે. જે મુજબ જંત્રી દરમાં કરાયેલો વધારો હવે તારીખ 15 એપ્રિલ, 2023 થી અમલી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં…

Read More