Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Senior Citizens Fixed Deposit: મે 2022 થી RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી બેંકો ધિરાણના વ્યાજ તેમજ થાપણના દરમાં વધારો કરી રહી છે. આથી FD રોકાણકારો તેમની થાપણો પર આકર્ષક વળતર જોઈને ખુશ છે. સારા સમાચાર એ છે કે રેપો રેટમાં વધારા સાથે વ્યાજદર પણ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રેપો એ દર છે જેના પર બેંકો ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી ઉધાર લે છે.RBIએ રેપો રેટમાં વધારો કર્યો છે:કોર ફુગાવાને ટાંકીને, રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરીએ બેન્ચમાર્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી રિઝર્વ બેંક…
Today Gujarati News (Desk)શહેરના વરાછા રોડની વિઠલ નગર સોસાયટીમાં મકાનમાંથી ફરી ફીણ વાળું પાણી નીકળવાનું ફરી શરૂ થયું છે. ગત સોમવારે મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા લોકો ચોંકી ગયા હતા. મેટ્રો દ્વારા બે મકાનોના સીલ કરાયા હતા. જ્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આજે ફરી બે મકાનમાંથી ફીણ વાળું પાણી નીકળવાનું શરૂ થયું છે. હાલમાં મેટ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે, પણ જે રીતે ફરીથી ફીણ વાળું પાણી નીકળતા સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે કે ફરી કોઈ મોટું નુકસાન થશે તો તેની ભરપાઈ કોણ કરશે.સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે મેટ્રોના કામગીરી દરમિયાન…
Today Gujarati News (Desk)સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ બુધવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,900 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,270 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 43,430 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 66,500 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 67,000 રૂપિયા છે. સોના કરતા ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. પરંતુ આજે ચાંદીના ભાવમાં અંશતઃ બદલાવ નોંધાયો નથી.ત્યારે ગઈકાલે મંગળવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,920 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 53,290 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત…
Today Gujarati News (Desk)લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad)ની રેગ્યુલર જામીન અરજી પર આજે સુનાવણી થઇ છે. દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટની સેશન કોર્ટમાં જામીન અરજી ફરી નામંજૂર થઇ છે. જેથી હવે દેવાયત ખવડની શિવરાત્રિ પણ જેલમાં જ જશે. ખવડની જામીન અરજી ફરી ફગાવવામાં આવી છે. મારામારી કેસમાં દેવાયત ખવડે કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી. ખવડ 50 દિવસ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે.આ પહેલા પણ દેવાયત ખવડના વચગાળાના જામીન સેશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. એ સમયે દેવાયત ખવડના વકીલ દ્વારા વચગાળાના 20 દિવસ માટેના જામીન મળે તે માટેની અરજી કરી હતી એ સમયે કારણ દર્શાવવામાં આવ્યું…
Today Gujarati News (Desk)રાધનપુર વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત અન્ય પાંચ જેટલા લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની પણ માહિતી મળી રહી છે. આ ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં મૃત્યુંઆંક હજી વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, જીપનું ટાયર ફાટકા જીપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક પોલીસની મદદથી આ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. આ…
Today Gujarati News (Desk)ટીમ ઈન્ડિયા આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર 1 ટીમ બની ગઈ છે. ભારતે ચાર મેચની ટેસ્ટ સીરીઝ પહેલા જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ્સ અને 132 રનથી હરાવ્યું છે. 15 ફેબ્રુઆરીએ ટેસ્ટ ટીમ રેન્કીંગ અપડેટ થતાં જ ટીમ ઈન્ડિયા નંબર 1 ટેસ્ટ ટીમ બની ગઈ છે. રોહિત શર્મા ટીમ ઈંડિયાના ઓલ ફોર્મેન્ટ કપ્તાન છે. રોહિત દુનિયાના પહેલા એવા કપ્તાન થઈ ગયા છે, જેની કપ્તાનીમાં ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર 1 છે. ભારત એશિયાની પ્રથમ એવી ટીમ છે, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 સ્થાન પર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 17 ફેબ્રુઆરીએ રમાશે.ભારતે ટેસ્ટ…
Today Gujarati News (Desk)चैटजीपीटी ChatGPT नाम कुछ सुना सुना सा हो गया है. एक ऐसा प्लेटफॉर्म जो पूरी दुनिया में तहलका मचा रहा है. तहलका मचाने के लिए इस प्लेटफॉर्म ने एआई यानि आर्टिफिशियल इंटेलिजेंस का जो पैमाना तैयार किया है उसके सामने गूगल भी फेल हो गया है. अभी तक दुनिया में हम लोग आईटी की बड़ी कंपनियों में गूगल और माइक्रोसॉफ्ट को ही मानते रहे हैं लेकिन इस एक प्लेटफॉर्म ने इन दोनों ही कंपनियों के हाथ पांव फुला दिए और इस प्लेटफॉर्म के आते हैं दोनों की दोनों अपने ऐसे ही प्लेटफॉर्म को बाजार में उतारने की…
Today Gujarati News (Desk)સાઈક્લોનની માર વેઠી રહેલા ન્યૂઝીલેન્ડમાં અત્યારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં લોઅર હટથી 78 કિમી ઉત્તર પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યૂરોપિય-ભૂમધ્ય ભૂકંપીય કેન્દ્રએ (European-Mediterranean Seismological Centre)જણાવ્યું કે, બુધવારે સાંજે સ્થાનિક સમયાનુસાર 7 કલાકને 38 મીનિટ પર ન્યૂઝીલેન્ડના સરકારી ભૂકંપીય મોનિટર જિયોનેટે કહ્યું કે, ભૂકંપના ઝટકા 48 કિમીની ઊંડાઈ પર અનુભવાયા હતા. જેનું કેન્દ્ર પારાપરામૂ શહેરથી 50 કિમી દૂર હતું.આપને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. આઈક્લોને જ્યાં કેટલાય દ્વિપ પર ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. તો વળી દેશમાં પુરે વિકરાળ રુપ ધારણ કર્યું છે.…
Today Gujarati News (Desk)ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો છે. આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે અને આજે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુલ અર્પણ કરશે.ગુજરાતના અંબાજીના ગબ્બર પર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે. આજે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુલ અર્પણ કરશે. આજે ભક્તોની ભીડને ધ્યાને રાખીને આ મહોત્સવને એક દિવસ લંબાવાયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ 16મી…
Today Gujarati News (Desk)જો તમે નજીકના સમયમાં હોમ લોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર દુઃખદાયક સાબિત થશે. ગત 8 ફેબ્રુઆરીએ આરબીઆઈએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. તે બાદ દેશની અનેક ખાનગી અને સરકારી બેન્કોએ તેમના લેન્ડિંગ રેટમાં વધારો કરી દીધો હતો. આ દરમિયાન એસબીઆઈએ પણ ગ્રાહકોની મુશ્કેલી વધારે તેવા અહેવાલ આપ્યા છે. તમામ સમયગાળા માટે MCLR રેટમાં વધારો કર્યો એક અહેવાલ અનુસાર સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ તમામ સમયગાળા માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR)માં 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરી દીધો છે. આ વધારા સાથે જ હવે…