Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)દેશની રાજધાની દિલ્હીના નિક્કી યાદવ મર્ડર કેસની તપાસ વધુ તેજ થઈ ગઈ છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે શનિવારે મોટી કાર્યવાહી કરતા નિક્કીની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં સાહિલ ગેહલોતના પિતા વીરેન્દ્ર સિંહ, ભાઈ આશિષ અને નવીન તથા મિત્ર લોકેશ અને અમરની ધરપકડ કરી છે. અહીં મહત્વની વાત એ છે કે, ધરપકડ કરવામાં આવેલ નવીન દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.સ્પેશિયલ સીપી રવિંદર યાદવે જણાવ્યું કે, પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન સાહિલ ગેહલોતની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેણે આખો પ્લાન જણાવ્યો અને કહ્યું કે, નિક્કીની હત્યા બાદ તેણે અન્ય સહ-આરોપી વ્યક્તિઓને આ ઘટનીની જાણકારી આપી હતી ત્યારબાદ આ તમામ લોકો સાથે…
Today Gujarati News (Desk)ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.મહાશિવરાત્રી એ હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ પર્વ છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ…
Today Gujarati News (Desk)તૂર્કીયે અને સીરિયામાં ગત અઠવાડિયે આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 41 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. રાહત અને બચાવ કામગીરી લગભગ સમાપ્ત થવાની અણીએ છે પણ સીરિયા બોર્ડર નજીકના તૂર્કીયેના વિસ્તાર હાતેમાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો. અહીં કાટમાળ નીચેથી એક યુવક 12 દિવસ બાદ જીવતો મળ્યો હતો. તેની વય 45 વર્ષ હતી. જ્યારે એક અન્ય વ્યક્તિ 11 દિવસ બાદ જીવીત નીકળ્યો હતો. 12 દિવસ બાદ જીવીત વ્યક્તિનો વીડિયો સામે આવ્યો જ્યારે 12 દિવસ બાદ જીવીત બચાવેલા એક વ્યક્તિના રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં દેખાય છે કે રાહત અને બચાવકર્મી તેને કાટમાળમાંથી કાઢીને સ્ટ્રેચર પર લઈ જઇ…
Today Gujarati News (Desk)ભારતમાં ચિત્તાને ફરી વસાવવાના ઈતિહાસમાં બીજો અધ્યાય આજે એટલે કે શનિવારે જોડાઈ ગયો. નામિબિયાથી આઠ ચિત્તાને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવાના ઠીક ૫ મહિના બાદ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી રહેલા 12 ચિત્તા પણ ભારતની ધરતી પર પધારી ચૂક્યા છે. આજે સવારે 10 વાગ્યે વિમાન ગ્વાલિયરના મહારાજપુર એરટર્મિનલ પર ઉતર્યુંચિત્તાને લઈને શુક્રવારે દક્ષિણ આફ્રિકાથી રવાના થયેલું એરફોર્સનું વિશેષ વિમાન આજે સવારે 10 વાગ્યે ગ્વાલિયરના મહારાજપુરા એરટર્મિનલ પર ઉતર્યું. હવે અહીંથી સવારના 11 વાગ્યા સુધીમાં ત્રણ હેલિકોપ્ટરની મદદથી આ ચિત્તાઓને લઈને કૂનો નેશનલ પાર્ક પહોંચાડાશે. હવે કુલ ચિત્તાની સંખ્યા 20 થઈ જશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)બાપુનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં બે શખસોએ તલવાર વડે હુમલો કર્યો હતો અને આતંક મચાવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને બે આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બાપુનગર પોલીસે આ મામલે જણાવ્યુ હતુ કે, બંને આરોપીઓ એકબીજાના મિત્રો છે. બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલાં પણ બંને એકસાથે અનેક ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાયેલા છે.અમદાવાદના બાપુનગરમાં ખુલ્લી તલવારો લઈને લુખ્ખા તત્વો આતંક મચાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં…
Today Gujarati News (Desk)શહેરમાં ઘણાં સમયથી એક વ્યક્તિ લોકોને રૂપિયા 3000માં હરિદ્વાર-ઋષિકેશ-દિલ્હી-આગ્રા-મથુરાનો છ દિવસ અને સાત રાતની તીર્થયાત્રાનું કહીને રૂપિયા લઇ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જો કે, આ વ્યક્તિએ અત્યાર સુધીમાં 1100 કરતાં વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ આરોપી સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેને લઈને પોલીસને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.સુરત શહેરમાં લાંબા સમયથી એક ઠગબાજ દ્વારા અનોખી રીતે ઠગાઈ કરવામાં આવતી હતી. લોકોને અને ખાસ કરીને સિનિયર સિટીઝનોને છ દિવસ અને સાત રાતનું તીર્થયાત્રાનું ટૂર પેકેજ આપી તેમની પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી કરતો હતો. અલગ…
Today Gujarati News (Desk)મહાશિવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. શિવ ભક્તોમાં આ તહેવારને લઈને ખૂબ ઉત્સાહ હોય છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ મનાવવામાં આવી રહી છે પરંતુ એક દિવસ પહેલા કાશ્મીરી પંડિતોનો શિવરાત્રિ પર્વ હેરથ શરૂ થઈ જાય છે. એક દિવસ પહેલા જ કાશ્મીરી પંડિતોના ઘરમાં શિવ પૂજાનો આરંભ થઈ જાય છે.હેરથનો અર્થ શિવ પૂજા છે. આ શિવરાત્રિનો જ ભાગ છે જેમાં શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ભગવાન શિવની જાન સજાવવામાં આવે છે. હેરથ મનાવવા માટે અમુક દિવસ પહેલા જ આની તૈયારીઓ શરૂ થઈ જાય છે. કાશ્મીરી પંડિત પરિવાર પોતાના ઘરની સારી રીતે સાફ-સફાઈ કરે છે.…
Today Gujarati News (Desk)સ્ટાર્સ: પોલ રુડ, કેથરીન ન્યૂટન, ઇંવાગેલિન લીલી, માઈકલ ડગ્લસ, મિશેલ ફિફર અને જોનાથન મેજર્સએન્ટ-મેન એન્ડ ધ વેસ્પ: ક્વન્ટમેનિયા કદાચ અપેક્ષાઓ પર ખરી ન પણ ઉતરી શકે, પરંતુ જો તમે માર્વેલના ફેન છો તો તમે આ ફિલ્મ નિહાળી શકો છો. માર્વેલ યુનિવર્સ ની ફિલ્મો એકબીજા સાથે જોડાયેલી છે. ‘એન્ટ-મેન એન્ડ ધ વેસ્પઃ ક્વન્ટમેનિયા સ્ટોરી સાન ફ્રાન્સિસ્કોમાં શરૂ થાય છે. સ્કોટ લેંગ (પોલ રુડ) હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે અને તેમની પાસે કરવા માટે કંઈ ખાસ નથી. તે તેની પુત્રી સાથે સમય વિતાવે છે, તેની પત્ની સાથે રોમાંસ કરે છે અને માતા-પિતા સાથેના તેના બોન્ડને મજબૂત બનાવે છે.સ્કોટની પુત્રી…