Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કિસ્સા વધી રહ્યાં છે. બેખૌફ ફરી રહેલા અસામાજિક તત્વો સ્કૂલ કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા પ્રમાણે સવારે 7 પહેલાં અને રાત્રે આઠ વાગ્યા બાદ કોઈપણ કોચિંગ ક્લાસ ચાલુ નહીં રાખી શકાય. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલ, કોલેજ, સ્કૂલ બહાર 50 મીટરની અંદર એકઠા થવા પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. અગાઉ બનાસકાંઠા કલેક્ટરે આવું જાહેરનામું બહાર પાડ્યું…
Today Gujarati News (Desk)હવે આંસુઓનો ટેસ્ટ કરી કોરોનાનું સંક્રમણ છે કે નહીં તે જાણી શકાશે. અમેરિકાના સંશોધકોની ટીમે આ બાબતે સંશોધન કર્યું છે. તેમણે શોધી કાઢ્યું છે કે ઓક્યુલર સ્વેબ્સ દ્વારા લેવામાં આવેલા આંસુના નમૂના પરથી કોરોનાવાયરસને શોધી શકાય છે.નવા અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે. જર્નલ ઓફ ક્લિનિકલ મેડિસિનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, સંશોધકોએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની બીમારી શોધતી પરંપરાગત પદ્ધતિઓથી બીમારીની શોધતા નમૂનાઓનું વિશ્લેષણ કરીને આ શોધી કાઢ્યું છે. સંશોધનમાં 18.2 ટકા નમૂનાઓમાં સાર્સ-કોવ -2 ની હાજરીના જોવા મળી હતી. જેથી સંશોધકોએ કહ્યું કે તે પરંપરાગત કોવિડ પરીક્ષણ સાથે સ્વેબિંગ પદ્ધતિનો વિકલ્પ હોઈ શકે છે. કોરોનાના કેટલાક ટેસ્ટ લોકોને…
Today Gujarati News (Desk)પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાન નાદાર થઈ ગયું છે અને આતંકવાદ આપણું ભાગ્ય બની ગયું છે. આતંકવાદની શરૂઆત પાકિસ્તાનના નેતાઓએ કરી હતી. આપણે પોતે આતંકવાદ લાવ્યા છીએ. રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શનિવારે કહ્યું કે, પાકિસ્તાન પહેલાથી જ ભૂલો કરી ચુક્યું છે અને આપણે નાદાર દેશમાં જીવી રહ્યા છીએ. એક સમારોહને સંબોધતા ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ આંતરિક રીતે શોધી શકાય છે, કારણ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) આ મામલે મદદ કરી શકે તેમ નથી.મંત્રીએ દેશની વર્તમાન સ્થિતિ માટે તંત્ર, નોકરશાહી અને રાજકારણીઓને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, પાકિસ્તાનના બંધારણની વારંવાર અવગણના કરવામાં…
Today Gujarati News (Desk)ऑस्ट्रेलिया के खिलाफ दूसरे टेस्ट की पहली पारी में विराट कोहली अर्धशतक लगाने से चूक गए। दिल्ली के अरुण जेटली स्टेडियम में मैच के तीसरे दिन शनिवार (18 फरवरी) को वह 44 रन बनाकर आउट हो गए। उन्हें मैथ्यू कुह्नेमैन ने एलबीडब्ल्यू कर दिया। इसके बाद कोहली ड्रेसिंग रूम में गुस्से में दिखाई दिए। वहीं, सोशल मीडिया पर फैंस ने अंपायर पर भड़ास निकाली।50वें ओवर में बाएं हाथ के स्पिनर कुह्नेमैन गेंदबाजी करने आए। यह उनका पहला टेस्ट है। कुह्नेमैन की तीसरी गेंद पर विराट ने डिफेंस करने का प्रयास किया। गेंद उनके पैड से जा टकराई।…
Today Gujarati News (Desk)આતંકવાદી સંગઠનન સંપર્કમાં ગુજરાતની મહિલા હોવાની માહિતી મળતા NIA (National Investigation Agency) દ્વારા તપાસ કરવામાં આવી છે. સંપર્કમાં આવેલી વડોદરાની મહિલાની NIA દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. NIA દ્વારા મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2020માં દિલ્હીમાં ISISનું મોડ્યુલ સામે આવ્યું હતું, જેની તપાસ દરમિયાન વડોદરામાં રહેતી મહિલાની ભૂમિકાની તપાસ કરવામાં આવી છે. આ પહેલા મહિલાની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.વડોદરામાં NIAની ટીમISIS સાથે ગુજરાત કનેક્શન સામે આવતા NIAની ટીમ તપાસ માટે વડોદરા પહોંચી છે. NIA દ્વારા મહિલાની પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. 2020માં દિલ્હીમાં ISISનું એક મોડ્યુલ સામે આવ્યા પછી…
Today Gujarati News (Desk)હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તથા જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ શનિવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,600 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,990 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 43,200 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 67,000 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 66,500 રૂપિયા છે. સોના અને ચાંદીના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો છે.ગઈકાલ શુક્રવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 57,160 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,590…
Today Gujarati News (Desk)ભારતના દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં માછીમારો (Fishing)ની મોટી વસ્તી છે. ખાસ કરીને ગુજરાતને દરિયાકાંઠાનો બહોળો લાભ મળે છે. અહીંના દરિયાકાંઠે અનેક લોકો માછીમારી (Fishing In Gujarat) સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં સી-ફૂડ સેક્ટરમાં કોઈ પણ ફેરફાર તેમના જીવન પર મોટી અસર કરે છે. ત્યારે કતારે મોટો નિર્ણય લઈને ભારતમાંથી આયાત થતા સીફૂડ પરના પ્રતિબંધોને આંશિક રીતે હટાવી દીધો છે.ભારતમાં સીફૂડ કે મરીન પ્રોડક્ટની નિકાસમાં જવાબદારી સંભાળતા મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપીઈડીએ)એ તાજેતરમાં જણાવ્યું હતું કે, કતારે ભારતમાંથી ફ્રોઝન સીફૂડની આયાત પર ગયા વર્ષે લાદવામાં આવેલા પ્રતિબંધને આંશિક રીતે હટાવી લીધો છે.Contact us for…
Today Gujarati News (Desk)શેરબજારમાં કમાણી માટેના શેર દરેક રોકાણકારો સતત શોધતા રહેતાં હોય છે. ત્યારે માર્કેટ એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસ દ્વારા સલાહ આપવામાં આવેલા શેરમાં તમને કમાણીના ચાન્સ વધી જાય છે. આજે પણ આપણે એવા જ એક શેર વિશે વાત કરી રહ્યા છે. ટેક્નો ઈલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપની TEECના શેરમાં હાલના સ્તરેથી લગભગ 90 ટકા જેટલી તેજીની શક્યતા છે. બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે ગુરુવાર 16 ફેબ્રુઆરીએ એક રિપોર્ટમાં આ બાબતે સલાહ આપી હતી.બ્રોકરેજ ફર્મે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ટેક્નો ઈલેક્ટ્રિકનો રેવન્યુ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટ્યો છે. પરંતુ આ એકવાર લાગતો ઝટકો છે જ્યારે કંપનીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. આ દરમિયાન…
Today Gujarati News (Desk)સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટની ઘટના બની છે. અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ (1400 kg silver loot) કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાયલા પાસે કિંમતી મુદામાલ ભરેલા વાહનની લૂંટ કરાઇ છે. વાહનની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. અંદાજે 3.88 કરોડની લૂંટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.વાહનમાં લાખો રૂપિયાની ચાંદી હતીહાઇવે પર લૂંટની ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે. જ્યારે ખાલી વાહન હાઈવે પર થોડે દૂર મળી આવ્યું છે. વાહનમાં લાખો રૂપિયાની ચાંદી હતી. લૂંટના બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો…
Today Gujarati News (Desk)જામનગરમાં પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Jamnagar firing) કરવામાં આવ્યું હતું. ભાદરા પાટિયા નજીક પોલીસે વોચ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મોરબીથી આવી રહેલા કારચાલકે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા PSI આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું.પોલીસે પીછો કરીને કારને આંતરીજામનગરમાં નાકાબંધી દરમિયાન પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરીંગ કર્યું. જામનગર જિલ્લાના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક સ્કોર્પીયો કારે નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ…