પાકિસ્તાન : ક્રિકેટ રમી પાછા ફરી રહેલા PTIના નેતાની કારને રોકેટ વડે ઉડાવી દેવાઇ, 10નાં મોત

Breaking

6/recent/ticker-posts

Header Ads Widget

પાકિસ્તાન : ક્રિકેટ રમી પાછા ફરી રહેલા PTIના નેતાની કારને રોકેટ વડે ઉડાવી દેવાઇ, 10નાં મોત

Today Gujarati News (Desk)


પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથળ-પાથળ વચ્ચે આંતરિક સ્થિતિ ઠીક નથી. અહીં હાલત બેકાબૂ છે. એબટાબાદમાં મુખ્ય વિપક્ષી દળ પીટીઆઈના એક સ્થાનિક નેતા આતિફ મુન્સીફ ખાનની એક હરીફ સમૂહ દ્વારા લક્ષિત હુમલામાં હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ મળ્યા છે. 

કારને નિશાન બનાવાઈ 

એબટાબાદના ડીપીઓ ઉમર તુફૈલે જણાવ્યું કે હવેલિયન તાલુકાના મેયર આતિફ એક કારમાં જઈ રહ્યા હતા ત્યારે ઓચિંતો હુમલો કરીને તેમની કારના ઈંધણને ગોળી મારવામાં આવી હતી જેના લીધે આગ લાગતા કાર બ્લાસ્ટ થઈ ગઈ હતી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે કાર પર રોકેટ હુમલો કરાયો હતો.  સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ શેર કરાયો હતો જેમાં કાર બળી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. બે ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસયડાયા હતા જેમની હાલત ગંભીર જણાવાઇ રહી છે. આતિફ મુન્સીફે 2022માં ખૈબર પખ્તનૂખ્વાં સ્થાનિક એકમોની ચૂંટણીમાં એબટાબાદની હવેલિયન તાલુકાથી એક અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો અને પછી તે પીટીઆઈમાં જોડાઈ ગયા હતા. તેમના પિતા મુન્સીફ ખાન જાદૂન પણ કે.પી.વિધાનસભાના પૂર્વ સભ્ય હતા અને પ્રાંતીય મંત્રી હતા. જેમની 1990ના દાયકામાં હત્યા કરાઈ હતી. એક વીડિયો અનુસાર મુન્સીફ અમુક કલાક પહેલા લંગડા ગામમાં બાળકો સાથે ક્રિકેટ રમી પાછા ફરી રહ્યા હતા.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0 Comments