Today Gujarati News (Desk)
શહેરમાં પાડોશી વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વિજય વાડીમાં પાડોશીએ ઠપકો આપતા આખા પરિવારે બાંધીને માર માર્યો હોવાની ઘટના બની છે. એક વ્યક્તિને બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.શહેરમાં એક પરિવારે પાડોશી રિક્ષાચાલકના હાથ બાંધીને ઢોર માર માર્યો હતો. દાવો છે કે, રિક્ષાચાલકે પાડોશમાં રહેતા દીપક નામના શખ્સને દારૂની પોટલીઓ ફળિયામાં ફેંકવા બાબતે ઠપકો આપ્યો હતો. જોકે, ત્યાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. દીપકનો પરિવાર એકઠો થઈ ગયો હતો અને પાડોશી રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિના હાથ બાંધી દેવાયા છે અને તેના પર સગીરા, મહિલા સહિતના લોકો હુમલો કરી રહ્યા છે. એક વ્યક્તિ તો લાકડી વડે રિક્ષાચાલકને ફટકારી રહ્યો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના વડોદરાના વિજય વાડીની હોવાનું સામે આવ્યું છે. પાડોશીએ ઠપકો આપતા આખા પરિવારે બાંધીને માર માર્યો હતો. હસમુખ રોહિત નામના રીક્ષાચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. દિપક પરમાર નામના શખ્સ અને તેના પરિવારે માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.